ભાઈજાન પહેલીવાર સાઉથની સ્ટાર નયનતારા સાથે જોવા મળશે. આ પહેલા નયનતારાએ શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’માં કામ કર્યું હતું
Mumbai, તા.૩૦
Salman Khan અને નયનતારાની નવી ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’ હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા હતી કે, આ ફિલ્મ સલમાન ખાનની જ એક ફિલ્મની રીમેક ફિલ્મ છે. પણ હવે મેકર્સ આ અંગે એક મોટો ખુલાસો કરી દીધો છે. હાલમાં સલમાન ખાન બિગ બોસ-૨૦ને હોસ્ટ કરી રહ્યો છે. વાવડ એવા મળી રહ્યા છે કે, સલમાન ખાન કોઈ સાઉથના ફિલ્મ મેકર્સ સાથે હાથ મિલાવી શકે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર સલમાન ખાન અને નયનતારાની ફિલ્મ આવી રહી છે. હાલમાં આ અંગે કોઈ વાત નક્કી નથી પણ બોલિવૂડ ટાઉનમાં થતી ચર્ચાના આધારે આ ફિલ્મમાં બન્નેનો એક અલગ અંદાજ જોવા મળી શકે છે. ફિલ્મ મેકર્સે હાલમાં આ ફિલ્મનું નામ ‘SVC 63’ નક્કી કર્યું છે. એ પછી ‘મોન્સ્ટર’ નક્કી થયું. ફિલ્મનું ઓફિશિયલ ટાઈટલ શું રહેશે એ અંગે ખાસ કોઈ વિગત સામે આવી નથી. સોશિયલ મીડિયા પર ચર્ચા એવી થઈ રહી છે કે, સલમાન ખાનની જ એક ફિલ્મ ‘મોન્સ્ટર’ની આ રીમેક ફિલ્મ હોઈ શકે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર સલમાન ખાન અને નયનતારાની આવનારી ફિલ્મ કોઈ રીમેક ફિલ્મ નથી પણ નવી ફિલ્મ છે. મેકર્સે સોશિયલ મીડિયા પર ચર્ચાતી ખબર પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આ એક તમિલ ફિલ્મ હતી જેને હિન્દીમાં બનાવવા માટે તૈયારી થઈ રહી છે. પણ મેકર્સનું એવું કહેવું છે કે, ખરેખર એવું નથી. તેલુગુમાં રામ ચરણ લીડ રોલમાં હતો જ્યારે એનું ફિલ્મમાં નામ ધ્રુવા હતું. મેકર્સે સ્પષ્ટતા કરી છે કે, સલમાન ખાનની ફિલ્મ નવી રીતે લખાઈ રહી છે, આ એકદમ ળેશ ફિલ્મ છે કોઈ રીમેક નથી. દિલરાજુ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. ભાઈજાન પહેલીવાર સાઉથની સ્ટાર નયનતારા સાથે જોવા મળશે. આ પહેલા નયનતારાએ શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’માં કામ કર્યું હતું. આ ઉપરાંત સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ‘ પણ ચર્ચામાં છે, જોકે આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે એ અંગે ખાસ કોઈ વિગત સામે આવી નથી. ચીન સાથે ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણ પર આ ફિલ્મ આધારિત હોવાનું માનવામાં આવે છે. આ ફિલ્મમાંથી સલમાન ખાનનો એક લૂક પણ સામે આવ્યો હતો. આ પછી આ ફિલ્મને લઈ કોઈ અપડેટ ન મળતા ફિલ્મ રિલીઝ પહેલા જ અટવાઈ ચૂકી છે. આ ઉપરાંત સલમાન ખાન પાસે બીજી પણ કેટલીક ફિલ્મના પ્રોજેક્ટ હોવાનું માનવામાં આવે છે. આ અંગે દબંગ ખાને ખાસ તો કોઈ ફોડ પાડ્યો નથી પણ ટીવી સિરિયલની વાતો પરથી અંદાજો લગાવી શકાય એમ છે.

