Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!
    • Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી
    • Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ
    • Amreli: બોલેરોની અડફેટે રાહદારી પ્રૌઢનું મોત
    • Rajkot નજીક ટ્રક ચાલકને લૂંટી લેનાર જંગલેશ્વરનો શખ્સ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 3
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: સમૃદ્ધ ગુજરાતમાં 33000 અંત્યોદય કાર્ડ રદ
    અમદાવાદ

    Ahmedabad: સમૃદ્ધ ગુજરાતમાં 33000 અંત્યોદય કાર્ડ રદ

    Vikram RavalBy Vikram RavalAugust 18, 2026Updated:September 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા,18

    ગુજરાત સરકાર દ્વારા સમૃદ્ધ અને વિકસિત રાજ્યના મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ જમીનની હકીકત કંઈક અલગ જ ચિત્ર બતાવે છે. સરકારી ચોપડે ગરીબી ઓછી દર્શાવવા અને પોતાની સિદ્ધિઓનો ભ્રામક દેખાડો કરવા માટે ગરીબોના હક પર તરાપ મારવામાં આવી રહી છે. રાજ્યના અન્ન પુરવઠા વિભાગે છેલ્લા પાંચ વર્ષમાં કુલ મળીને 33 હજાર અંત્યોદય રેશનકાર્ડ રદ કરી દીધા છે. કડવી વાસ્તવિકતા એ છે કે આજે પણ રાજ્યના 7 લાખથી વધુ પરિવારો બે ટંકનું ભોજન મેળવવા માટે ભારે સંઘર્ષ કરી રહ્યા છે અને મફત અનાજ લેવા માટે લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે.

    રાજ્યમાં ગરીબી નિર્મૂલન કરવાના બદલે ગરીબોની સંખ્યા કાગળ પર ઘટાડવાની સરકારી રમત રમાઈ રહી હોય તેમ અંત્યોદય કાર્ડની સંખ્યામાં યેનકેન પ્રકારે ઘટાડો કરાઈ રહ્યો છે. વર્ષ 2020માં ગુજરાતમાં 8.10 લાખ અંત્યોદય કાર્ડ ધારકો હતા, જે વર્ષ 2025માં ઘટીને માત્ર 7.77 લાખ થઈ ગયા છે. આમ, સીધી રીતે 33,000 ગરીબ પરિવારોને મળતું મફત અનાજ બંધ કરી દેવામાં આવ્યું છે. સરકાર કાર્ડ રદ કરીને પોતાની સિદ્ધિનો ઢોલ પીટી રહી છે, પરંતુ તેનાથી ગરીબોની સ્થિતિ વધુ દયનીય બની છે.અંત્યોદય કાર્ડ સમાજના એવા અત્યંત વંચિત અને ગરીબ વર્ગને આપવામાં આવે છે જેમના માટે દૈનિક જીવન જીવવું પણ એક મોટો સંઘર્ષ છે. આ કાર્ડ મેળવનારાઓમાં ઝૂંપડપટ્ટીમાં દયનીય સ્થિતિમાં રહેતા પરિવારો, ગ્રામીણ વિસ્તારના નાના કારીગરો, રોજમદારો, જમીન વિહોણા ભૂમિહીન ખેતમજૂરો, નિરાધારો, વિધવાઓ અને ત્યક્તા મહિલાઓનો સમાવેશ થાય છે. આવા નબળા વર્ગ પાસેથી જ આજીવિકાનું સાધન સમાન રેશનકાર્ડ છીનવી લેવામાં આવી રહ્યા છે.

    કેન્દ્ર સરકારના એક રિપોર્ટ અનુસાર, અત્યાર સુધીમાં ગુજરાતમાં 31.89 લાખ પરિવારોએ અંત્યોદય કાર્ડના આધારે દર મહિને 45 કિલો મફત અનાજ મેળવ્યું હતું. આ ઉપરાંત સામે આવેલી વિગતો મુજબ, ગુજરાતમાં 3.52 લાખ એવા ગરીબ પરિવારો છે જેમાં સભ્યોની સંખ્યા 5 કે તેથી વધુ છે. મોટા પરિવારો અને આર્થિક તંગી વચ્ચે 7 લાખથી વધુ પરિવારોને આજે પણ બે ટંક ખાવાના ફાંફા પડી રહ્યા છે.અગાઉ 37.61 લાખ ગરીબ પરિવારોને મફત અનાજ વહેંચીને સરકારે વાહવાહી અને પ્રશંસા મેળવી હતી, પરંતુ હવે એ જ કાર્ડ રદ કરવા માટે અન્ન પુરવઠા વિભાગ સક્રિય બન્યો છે. સરકાર ભલે કાગળ પર ગુજરાતને સમૃદ્ધ બતાવીને પોતાની પીઠ થાબડતી હોય, પરંતુ ગરીબોના મોંમાંથી કોળિયો છીનવીને ‘ગુજરાતમાં ગરીબી નથી અને તે વિકસિત રાજ્ય છે’ તેવું ભ્રામક ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: દેશભરમાંથી રૂપિયા 1072 કરોડના સાયબર ફ્રોડનો મુખ્ય સુત્રધાર ઝડપાયો
    Next Article બ્રેસ્ટ કેન્સરના કેસ બે વર્ષમાં 12% વધી ગયા, Ahmedabad સિવિલમાં 10 વર્ષમાં 17,600થી વધુ કેસ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો બ્લેક ડેઃ કાળા કપડાં અને પ્લેકાર્ડ સાથે વિદ્યર્થીઓનો વિરોધ

    October 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: પત્નીને મળવા આસારામને હંગામી જામીન આપવા હાઈકોર્ટનો ઈનકાર

    October 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઓસ્ટ્રિયાના વર્ક પરમિટ વિઝાના નામે મહિલા કન્સલ્ટન્ટ સાથે ૩૦ લાખની ઠગાઈ

    October 1, 2026
    અમદાવાદ

    નવરાત્રી નજીક આવતાં જ Ahmedabad શહેરના બજારોમાં ગરબાની રંગત જામી રહી છે.

    September 30, 2026
    અમદાવાદ

    બેંગકોકથી Ahmedabad એરપોર્ટ ઉતરેલા સુરતના મુસાફર પાસેથી ૯૭૩.૨૩ ગ્રામ ગાંજો ઝડપાયો

    September 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,590
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,290
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹215,670
    લાઈવ રેટ્સ • અપડેટ: 03-10-2026 03:58
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026

    Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી

    October 1, 2026

    Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ

    October 1, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ

    October 1, 2026
    Search
    Main News

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026

    તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો

    October 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.