જે લોકો અક્ષય કુમારની ‘વેલકમ ટૂ ધ જંગલ સિનેમા ઘરોમાં જોઈ શક્યાં નથી તેમનાં માટે આ ગુડ ન્યૂઝ છે
Mumbai, તા.૨૧
અક્ષય કુમારની મલ્ટી સ્ટારર ફિલ્મ વેલકમ ટૂ ધ જંગલ આ વર્ષે જૂન મહિનામાં રિલીઝ થઈ હતી. આ કોમેડી એડવેન્ચર ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી. અક્ષયની આ ફિલ્મ આ વર્ષની પાંચમી સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ છે. જે લોકો ‘વેલકમ ટૂ ધ જંગલ’ સિનેમાઘરોમાં જોઈ શક્યાં નથી તેમનાં માટે આ ગુડ ન્યૂઝ છે. આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ ગઈ છે.
આમ, તમને જણાવી દઈએ કે ‘વેલકમ ટૂ ધ જંગલ’ ઓટીટી પ્લેટફોર્મ જિયો હોટસ્ટાર પર ૨૧ ઓગસ્ટનાં રોજ એટલે આજે રિલીઝ થઈ છે. પ્લેટફોર્મે આ રિલીઝ ડેટની ઓફિશિયલી પોસ્ટ પણ કરી છે, જેનાં કેપ્શનમાં લખ્યું છે કે, હવે બધું જોરદાર થવાનું છે. ‘વેલકમ ટૂ ધ જંગલ’ હવે જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે.
‘વેલકમ ટૂ ધ જંગલ’ મૂવીએ ભારતમાં પિંકવિલાનાં રિપોર્ટ અનુસાર ૧૩૧ કરોડની કમાણી કરી છે. આ સાથે જ ભારતમાં ગ્રોસ કલેક્શન ૧૫૭ કરોડ રૂપિયા રહ્યું છે. જ્યારે ઓવરસીઝમાં ફિલ્મની ગ્રોસ કમાણી ૩૬ કરોડ અને વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન ૧૯૩ કરોડ રૂપિયા થયું છે.
આમ, અક્ષય કુમારને કોમેડીનાં રોલમાં જોઈને લોકો ખુશ થઈ ગયા છે. રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મ ૨૫૦ કરોડ રૂપિયા કરતા વધારે બજેટમાં બની છે. રાજપાલ યાદવે પણ ફિલ્મમાં કોમેડીનો તડકો લગાવ્યો છે, જેની ઝલક ફિલ્મમાં જોવા મળી રહી છે. આટલું જ નહીં આ મૂવીમાં પરેશ રાવલનાં ડાયલોગ્સ તમને હસાવવા માટે મજબૂર કરી દે છે. આમ, આ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે. અક્ષય કુમારની એક્ટિંગથી લઈને લોકોએ દિશા પટની, રવીના ટંડન અને જેકલીન ફર્નાન્ડિઝ સહિત અનેક કલાકારોનાં વખાણ કર્યાં છે.
‘વેલકમ ટૂ ધ જંગલ’માં અનેક મોટા સ્ટાર્સ છે, જેમાં અક્ષય કુમાર, પરેશ રાવલ, સુનીલ શેટ્ટી, દિશા પટણી, જેકલીન, રવીના ટંડન, લારા દત્તા, અરશદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, આફતાબ શિવદાસની અને જેકી શ્રોફ શામેલ છે. આ ફિલ્મ અહમદ ખાને ડાયરેક્ટ કરી છે.

