Mumbai,તા.૧૯
લોકપ્રિય વેબ સીરિઝ ‘પંચાયત’ની સિઝન ફાઇવનું ત્રીજી ડિસેમ્બરે યોજાશે. ફુલેરા ગામના નવા પ્રધાનપતિ તરીકે બનરાકસ નવી યોજનાઓ શરૂ કરશે તે સાથે ગામમાં સત્તાના સમીકરણોમાં પરિવર્તન આવશે. સાથે સાથે સચિવજી નવાં સમીકરણો વચ્ચે કેવી રીતે રસ્તો કાઢે છે તેના પર ફોક્સ હશે.
પંચાયતની સીઝ ફાઇવમાં જિતેન્દ્ર કુમાર, રઘુબીર યાદવ, નીના ગુપ્તા, સુનિતા રાજવર, ફૈસલ મલિક, ચંદન રોય, દુર્ગેશ કુમાર અને અશોક પાઠક ફરી એકવાર તેમના ઓરિજિનલ પાત્રોમાં જોવા મળશે. આ કળાકારો ફુલેરા ગામના સંબંધો, રાજકારણ અને રોજિંદી જિંદગીને રૂપેરી પડદે સાકાર કરશે. પંચાયત ફાઇવનું નિર્માણ ધ વાયરલ ફિવર યાને ટીવીએફ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્દેશન દીપક કુમાર મિશ્રાએ કર્યું છે.

