દક્ષિણ ભારતીય એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરને પોતાના જૂના સંબંધને લઈ ભાવુક થતાં ખુલાસો કર્યો છે
Mumbai, તા.૨૧
દક્ષિણ ભારતીય એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરને પોતાના જૂના સંબંધને લઈ ભાવુક થતાં ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે કેવી રીતે એક્સ પાર્ટનરના વ્યવહારે તેના આત્મવિશ્વાસ, કરિયર અને ખુદના વિચારો પર ગાઢ અસર પાડી. અનુપમાએ કહ્યું કે, તેને પોતાના પીરિયડ્સ અને મહિલા હોવા પર શરમ અનુભવાતી હતી. તેણે એવું પણ કહ્યું કે, સંબંધોના અનુભવે તેના મધરહૂડના દ્રષ્ટિકોણને સંપૂર્ણપણે બદલી નાખ્યો.
દક્ષિણ ભારતીય સિનેમાની જાણીતી એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરને હાલમાં જ પોતાના જૂના સંબંધને લઈ ચોંકાવનારો અને ખૂબ જ ભાવુક ખુલાસો કર્યો છે. ધન્યા વર્માના યૂટ્યૂબ શોમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં અનુપમાએ પોતાના એક્સ વ્યવહારને યાદ કરીને રડવા લાગી હતી. ૩૦ વર્ષની હસીનાએ જણાવ્યું કે, કેવી રીતે તેના સંબંધે તેના આત્મવિશ્વાસને તોડી નાખ્યો હતો. તેને પોતાના એક્ટ્રેસ હોવા પર અને ત્યાં સુધી કે પીરિયડ્સ પર પણ શરમ અનુભવાતી હતી. તેણે જણાવ્યું કે કેવી રીતે એક્સ બોયફ્રેન્ડ સાથે સંબંધમાં તે પ્રતાડિત થઈ અને ડિપ્રેશનમાં જતી રહી.
અનુપમાએ જણાવ્યું કે, તેના એક્સ પાર્ટનર તેની દરેક વાત અને વિરોધને ફગાવી દેવા માટે તેના મેંસ્ટ્રૂઅલ સાઈકલનો ઉપયોગ કરતો હતો. તેને યાદ કરતા કહ્યું કે, હું એવી સ્થિતિમાં હતી, જ્યાં મને એક એક્ટ્રેસ હોવા પર શરમ આવતી હતી. મને પોતાના કોન્ફિડેન્સ પર શરમ અનુભવાતી હતી. મને એ વાત પર શરમ આવતી હતી કે મને પીરિયડ્સ આવે છે અને હું એક મહિલા છું.
અનુપમાએ જણાવ્યું કે, જ્યારે પણ હું તેની કોઈ ભૂલ પર તેને સવાલ કરતી તો ભલે મારી સાઈકલનો પહેલો દિવસ હોય, ૫મો કે ૧૫મો કે ૨૫મો દિવસ..તેનો હંમેશા એક જ જવાબ રહેતો, ઓહ, તને પીએમએસ થઈ રહ્યું છે. તારા પીરિયડ્સ આવવાના છે. તેણે કહ્યું કે, આ પ્રકારના વ્યવહારથી તેને મનમાં એવો ડર બેસી ગયો હતો. તે વિચારવા લાગી હતી કે જ્યારે તે કોઈ સાચી વાત માટે અવાજ ઉઠાવશે, તો તેને ફગાવી દેવામાં આવશે.
૩૦ વર્ષની એક્ટ્રેસે આગળ જણાવ્યું કે, તેની ઇમોશનલ અને મેંટલ શોષણની અસર અનુપમાના વિચાર પર એટલી ગાઢ થઈ કે મધરહૂડને લઈ તેનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. તેણે કહ્યું કે, હું એક એવી માણસ હતી જે ૧૧ બાળકોવાળા મોટા પરિવારના સપના જોતી હતી. પણ આ વળાંક પર હું બાળકો પેદા કરવા માગતી નથી. મને એક મહિલા હોવા અને પોતાની ઉપલબ્ધિઓ પર ખરાબ અનુભવ કરાવવામાં આવ્યો.
આ પહેલી વાર નથી, જ્યારે અનુપમાએ પોતાના એક્સ સંબંધ વિશે વાત કરી છે. પહેલા પણ તેણે સોશિયલ મીડિયા પર આ સંબંધને નાર્સિસિસ્ટિક એબ્યૂઝ ગણાવી દીધા હતા. તેણે પોતાના એક્સના બિહેવિયરને તમિલ ફિલ્મ અન્નિયનના પાત્રો સાથે જોડી દીધી હતી.

