(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૨
મોરબી અને વાંકાનેર પોલીસ ટીમોએ ચાર સ્થળોએ રેડ કરી જુગાર રમતા ૨૨ જુગારીઓને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
પ્રથમ રેડ મોરબી બી ડીવીઝન પોલીસે યોગીનગર પાછળ મફતિયાપરામાં કરી હતી જાહેરમાં જુગાર રમતા સુરેશ દેવકરણ બારૈયા, મુનેશ લાખા સુરેલા, સંજય મનુ સનુરા, રવિ હરેશ દેગામાં, આનંદ અશોક સીતાપરા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૬૨૮૦ જપ્ત કરી છે બીજી રેડ બી ડીવીઝન પોલીસે ઇન્દિરાનગર નાળા સામેની શેરીમાં કરી હતી પટમાં જાહેરમાં જુગાર રમતા પ્રવીણ મનુ વરાણીયા, રવિ બાબુ હમીરપરા, સલીમ ઉમર કટિયા, પ્રકાશ ઉર્ફે વિપુલ ગોરધન કેરવાડિયા અને રવિ નાથા મજેઠીયા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૬૪૦૦ જપ્ત કરી છે
ત્રીજી રેડ બી ડીવીઝન પોલીસે વિસીપરા સ્મશાન રોડ પર કરી હતી જાહેરમાં જુગાર રમતા આમદ કરીમ કટિયા, અહેમદ અલારખા હિંગરોજા, અસ્લમ કરીમ કટિયા અને રહીમ હસન સુમરા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૨૬૦૦ જપ્ત કરી છે ચોથી રેડ વાંકાનેર સીટી પોલીસે રાતીદેવરી ગામે કરી હતી દેવીપુજકવાસ પાછળ જાહેરમાં જુગાર રમતા નરેન્દ્ર હેમરાજ વોરા, અરવિંદ મનજી વિકાણી, પ્રકાશ વાલજી વોરા, જયંતી વિનુ સોલંકી, અશ્વિન મનુ વિકાણી, પવન કુંવરજી વિકાણી, રણછોડ પ્રેમજી કુકાવા અને વિપુલ ઘોઘા સોલંકી એમ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૨૨૦ જપ્ત કરી છે.

