New Delhi,તા.24
પાટનગરમાં અગાઉની આમ આદમી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સતાવાર આવાસમાં રૂા.42 કરોડના ખર્ચે કરી લકઝરી સુવિધા મેળવી હતી. તેમાં શિશમહેલ વિવાદ વિધાનસભા ચૂંટણીમાં ચગાવીને મતો મેળવ્યા હતા.
લુટીયન્સમાં કેન્દ્રીય મંત્રીઓના જે બંગલાઓ આવ્યા છે તેની પાછળ છેલ્લા એક વર્ષ 2025/26માં રૂા.92 કરોડનો ખર્ચ કરીને સુવિધાઓ વધારવામાં આવી હોવાનું ખુલ્યુ છે.
મોદી સરકારના 2014/15થી 2025/26ના વર્ષમાં આ પ્રકારે મંત્રીઓના બંગલાઓ પાછળ રૂા.547.68 કરોડનો ખર્ચ કર્યાનું માહિતીના અધિકાર હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં બહાર આવ્યુ છે.
જેમાં 2025/26માં જ સૌથી વધુ 92.35 કરોડનો ખર્ચ કરાયો છે. હવે સરકાર ખુદ જ સ્વીકારે છે. મોંઘવારી છે ભાવો વધી ગયા છે તેથી વધુ ખર્ચ થયો છે. કેટલાક બંગલાઓમાં મંત્રીઓની ફરમાઈશ મુજબ કેટલુક નવુ બાંધકામ પણ થયુ છે.
અંગ્રેજોના સમયમાં આ બંગલા બંધાયા હતા પણ તેમાં સતત સુધારા થતા રહ્યા છે. 2019થી મંત્રીઓએ સરેરાશ રૂા.26.78 કરોડ ખર્ચ કર્યો. મંત્રીમંડળમાં 70થી72 મંત્રીઓ હોય છે. જો કે વડાપ્રધાન આવાસનો તેમાં સમાવેશ થતો નથી.

