New York,તા.24
અહીંના ચીકટોવાગા શહેરમાં આવેલ બફેલો નિયાગ્રા ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે વિમાનનું ઈંધણ ખતમ થઈ જવાના કારણે વિમાનો એરપોર્ટ પર ઉભા રહી ગયા છે. પરીસ્થિતિને લઈને નોટમ પણ જાહેર કરી દેવાયા છે.
ખરેખર તો અમેરિકામાં જો કોઈ એરપોર્ટ, રનવે કે હવાઈ રસ્તે કે એરસ્પેસમાં આવી કોઈ અસામાન્ય કે અસ્થાયી સ્થિતિ પેદા થાય છે તો તેની જાણકારી પાયલોટને ઉડાન પહેલા હોવી જરૂરી છે, તો તેના ખાદામાં નોટમ જાહેર કરવામાં આવે છે તેનું ફુલ ફોર્મ- નોટીસ ટુ એરમેન કે નોટીસ ટુ એર મિશન થાય છે.
રિપોર્ટ મુજબ અમેરિકાની એક મોટી એરલાઈને પોતાના વિમાનોને નિર્દેશ આપ્યો છે કે જો તેઓ બફેલો નિયાગ્રા ઈન્ટરનેશનલ એરપોર્ટ જઈ રહ્યા છે તો ફયુલ ભરવા અને ઉડાન ચાલુ રાખવા માટે લેઓવર કરી રહ્યા છે.
તો પહેલા કોઈ પડોશી એરપોર્ટ પર રોકાઈને તેલ (ફયુલ) ભરી લેવું. આનું કારણ આ એક નાનું એરપોર્ટ છે અને ત્યાં ફયુલ પાઈપલાઈનથી નહી, બલ્કે ટેન્કરથી પહોંચાડાયુ છે. જો કે હજુ એ બહાર નથી આવ્યુ કે અસલી સમસ્યા શું છે.

