New Delhi તા, 24
સુપ્રીમ કોર્ટે દેશનાં બે અલગ-અલગ અને ગંભીર મુદ્દાઓ પર પોતાનું કડક વલણ સ્પષ્ટ કર્યું છે. એક તરફ ઝારખંડ લોકસેવા આયોગ (JPSC) દ્વારા આયોજિત પરીક્ષામાં થયેલી કથિત ગડબડો અને ગોટાળા અંગે કોર્ટે કેન્દ્ર સરકાર, ઝારખંડ સરકાર અને JPSCને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.
આ અરજીમાં આક્ષેપ કરાયો છે કે પરીક્ષા પ્રક્રિયામાં નાણાંની લેવડદેવડ કરીને અયોગ્ય ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે, જેને લઈને વિદ્યાર્થીઓ લાંબા સમયથી આંદોલન કરી રહ્યાં છે અને આ સમગ્ર પ્રકરણની સ્વતંત્ર સીબીઆઈ અથવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ મારફતે તપાસ કરાવવાની માંગ કરી રહ્યાં છે.
બીજી તરફ, નવી દિલ્હીનાં જંતર-મંતર પર વિદ્યાર્થીઓનાં વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા પ્રદર્શનકારીઓ સાથે થયેલાં કથિત જાતીય શોષણ, છેડતી અને હિંસાના બનાવોને કોર્ટે અત્યંત ગંભીરતાથી લીધાં છે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની પીઠે સ્પષ્ટ કર્યું છે કે પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીની અધ્યક્ષતામાં રચાયેલી પાંચ સભ્યોની હાઇ-પાવર્ડ કમિટી મહિલાઓ સામેના આ ગંભીર આક્ષેપોની પ્રાથમિકતાના ધોરણે તપાસ હાથ ધરશે.
આ તપાસ પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવા માટે કોર્ટે મહિલા પ્રદર્શનકારીઓ સામેની લક્ષિત હિંસા સંબંધિત આક્ષેપોની તપાસ કરીને વહેલી તકે વચગાળાનો અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.
સાથોસાથ, સમિતિનાં અધ્યક્ષને નોડલ અધિકારીઓની નિમણૂક કરવાની પણ સત્તા આપવામાં આવી છે, જેથી પબ્લિક નોટિસ બહાર પડ્યાં બાદ પીડિત પ્રદર્શનકારીઓ કોઈપણ ડર વગર પોતાની ફરિયાદો સત્તાવાર રીતે નોંધાવી

