Tehran,તા.24
અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા યુદ્ધમાં હાલ બન્ને તરફથી યુદ્ધ વિરામ જેવી સ્થિતિ છે. તે વચ્ચે ઈરાને હવે હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા વ્યાપારી-જહાજો પાસેથી ટોલ ટેક્ષ વસુલવાની તૈયારી કરી છે.
ઈરાનની સંસદે આ અંગેનો એક ખાસ પ્રસ્તાવને મંજુરી આપી છે અને હોર્મુઝમાંથી પસાર થતા જહાજોએ ઈરાનની ઓથોરિટીની પુર્વ મંજુરી લેવી પડશે તથા જે ટોલ ટેક્ષ જાહેર થાય તે ભરવા પડશે. જેના બદલામાં સમુદ્રી-સેવા જેમકે નેવીગેશન-કટોકટીના સમયે સહાય તથા વિઝા કવચ અપાશે.
ખાસ પરીસ્થિતિમાં ઈંધણ પણ અપાશે અને તેનું ચુકવણુ ઈરાની કે અન્ય કોઈ માન્ય કરન્સીમાં કરવાનું રહેશે. એક તરફ ટ્રમ્પે ગત સપ્તાહે જ હોર્મુઝ જળમાર્ગને અમેરિકી પ્રદેશ જાહેર કરતો નકશો દર્શાવીને તેનું નામ પણ બદલાશે તેવો સંકેત આપ્યો તો ઈરાને તેનો આ રીતે જવાબ આપી હોર્મુઝ જળમાર્ગ ઈરાનનો જ છે અને તેના પર ઈરાનનો અંકુશ છે તે નિશ્ચિત કરવા પ્રયાસ કર્યો છે.

