Mumbai, તા.૨૪
કૃતિ સેનન આ દિવસોમાં સોશિયલ મીડિયાનાં ટ્રોલ્સનાં નિશાને આવી ગઈ છે. એક્ટ્રેસ રક્ષાબંધન પર એક જ્વેલરી બ્રાન્ડની લેટેસ્ટ એડમાં જોવા મળી. પરંતુ આ એડ કરતાં કૃતિ સેનનનાં આઉટફિટે લોકોનું ધ્યાન વધારે ખેંચ્યું છે. કૃતિ સેનન તેનાં આઉટફિટને કારણે ટ્રોલ્સનાં નિશાના પર ચઢી ગઈ છે. સોશિયલ મીડિયા પર લોકોનું કહેવું છે કે કૃતિ સેનનનાં આઉટફિટ રક્ષાબંધન માટે યોગ્ય નથી. ફેન્સ એક્ટ્રેસને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યાં છે.
જ્વેલરી બ્રાન્ડની આ એડમાં કૃતિએ બ્રાલેટ સ્ટાઈલ બ્લાઉઝ, કેપ અને ડ્રેપ્ડ સ્કર્ટ પહેર્યો છે. આ એડ સામે આવતાં જ અનેક લોકોએ એક્ટ્રેસનાં કપડાં પર સવાલો ઉઠાવ્યાં છે. તેમનું કહેવું છે કે રક્ષાબંધન જેવા તહેવાર સાથે જોડાયેલ એડમાં કૃતિનો આ લુક યોગ્ય નથી.
એક યુઝરે લખ્યું છે કે કોઈપણ જ્વેલરી બ્રાન્ડ ઈદનાં તહેવાર પર કેમ આવી એડ બનાવવાની હિંમત નથી કરતા? આ સાથે બીજા એક ફેન્સે કૃતિ સેનનને ટ્રોલ કરતા કહ્યું કે, કૃતિ સેનનને કોઈપણ તહેવાર પર આવા કપડાં પહેરીને એડ કરવી જોઈએ નહીં. આમ, અનેક યુઝર્સે કૃતિ સેનનને ખરીખોટી સંભળાવી છે.
જાહેરખબરમાં કૃતિની સાથે એક ડોગ પણ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કૂતરું પહેલાં કૃતિને ભસવા લાગે છે અને પછી કૃતિ તેને રાખડી બાંધે છે. આ એડમાં કૂતરાને પણ રક્ષાબંધનની કહાનીનો હિસ્સો બનાવતા લોકોએ ટીકા કરી છે. કેટલાક લોકોનું કહેવું છે કે, કૂતરાને રાખડી બાંધવી હિન્દુ ધર્મ અને ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. આ સાથે અનેક લોકોએ કૃતિ સેનનને સપોર્ટ પણ કર્યો છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોનું કહેવું છે કે કોઈપણ મહિલાને તેનાં કપડાંથી જજ કરવી જોઈએ નહીં.
કૃતિનાં વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો એક્ટ્રેસ છેલ્લે કોકટેલ ૨માં જોવા મળી હતી. કોકટેલ ૨માં પણ કૃતિ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. રિપોર્ટ્સ અનુસાર કૃતિ સેનન હાલમાં એક-બે પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. આ સાથે જ કૃતિ તેની પર્સનલ લાઈફને લઈને પણ અનેકવાર ચર્ચામાં રહેતી હોય છે. નોંધનીય છે કે, કૃતિ સેનન અને કબીર બહિયાનાં અફેરની વાત પહેલીવાર ત્યારે સામે આવી હતી જ્યારે એક્ટ્રેસનાં ૩૪મા બર્થડે પર બન્નેનું નામ એક સાથે જોડવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘણીવાર કૃતિ સેનન અને કબીર બહિયા સાથે જોવા મળ્યાં છે.

