(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૫
મોરબીના લૂંટાવદર નજીક કારખાનામાં બંધ દીવાલની શેડના બાકોરામાંથી પ્રવેશ કરી મશીનના અલગ અલગ કોપર વાયરના કેબલ ૧૭૭૬ ફૂટ કીમત રૂ ૪,૨૫,૦૦૦ ની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે મોબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે રહેતા રાજેન્દ્રભાઈ મનજીભાઈ બાવરવાએ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે લુંટાવદર ગામની સીમમાં પીપળીયા ચોકડી પાસે ક્યોર અર્થ નામનું કારખાનું આવેલ છે જેમાં અજાણ્યા ચોર ઇસમોએ ગત તા. ૨૩ જુનથી તા. ૨૩ ઓગસ્ટ દરમિયાન મોડી રાત્રીના સમયે કારખાનામાં દીવાલની સેડના બાકોરામાંથી ચોરી કરવાના ગુનાહિત ઈરાદે અપ પ્રવેશ કરી સેડમાં રહેલ પેનલ બોર્ડથી મેન્યુફેક્ચરિંગના તમામ મશીનના અલગ અલગ સાઈઝના કોપર વાયરના કેબલ અંદાજે ૧૭૭૬ ફૂટ જેની કીમત રૂ ૪,૨૫,૦૦૦ નો મુદામાલ ચોરી કરી ગયા છે મોરબી તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે

