Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    US ની મધ્યસત્ર ચૂંટણીમાં ઐતિહાસિક હારથી ટ્રમ્પ સરકારને મોટો ફટકો પડ્યો

    November 26, 2026

    World Bank નો ભારત ગરીબી અને સમાનતા સંક્ષિપ્ત અહેવાલ ઓક્ટોબર 2026

    November 26, 2026

    NHRC મહિલા કેદીઓ અને નિર્દોષ બાળકો માટે 10 મોરચા પર સુધારાની હાકલ

    November 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • US ની મધ્યસત્ર ચૂંટણીમાં ઐતિહાસિક હારથી ટ્રમ્પ સરકારને મોટો ફટકો પડ્યો
    • World Bank નો ભારત ગરીબી અને સમાનતા સંક્ષિપ્ત અહેવાલ ઓક્ટોબર 2026
    • NHRC મહિલા કેદીઓ અને નિર્દોષ બાળકો માટે 10 મોરચા પર સુધારાની હાકલ
    • Supreme Courtના આદેશ છતાં કાર્તિગાઈ દીપ પ્રગટાવવામાં ન આવતા હિન્દુ ધર્મ પરિષદે તમિલનાડુના અધિકારીઓ સામે તિરસ્કારની અરજી દાખલ કરી
    • દુનિયાની કોઈ શક્તિ ભારતની પ્રગતિ ઇચ્છતી નથીઃ RSSના વડા મોહન ભાગવત
    • આજથી ૨ દિવસ Gujaratમાં વરસાદની આગાહી
    • Khambhalia તાલુકાના ભાડથર ગામે જમીનના ભાગ બાબતે પિતરાઈ દ્વારા ધારિયાના ઘા ઝીંકી યુવાનની હત્યા
    • તંત્રી લેખ…ટીકા આંધળા વિરોધનો પર્યાય બની ગઈ છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»ઊંચા વળતરની લાલચ ભારે પડી, Rajkotમાં વેપારી સહિત ૧૧ લોકો સાથે ૯.૬૧ કરોડની ઠગાઈ
    રાજકોટ

    ઊંચા વળતરની લાલચ ભારે પડી, Rajkotમાં વેપારી સહિત ૧૧ લોકો સાથે ૯.૬૧ કરોડની ઠગાઈ

    Vikram RavalBy Vikram RavalAugust 25, 2026Updated:September 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૨૫

    રાજકોટમાં વેપારી સહિત ૧૧ લોકો સાથે ૯.૬૧ કરોડ રૂપિયાની છેતરપિંડીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં, ડેબિટ કાર્ડ પર મળતી પ્રિ-એપ્રુવ્ડ લોનનો ઉપયોગ કરીને ઊંચું વળતર અપાવવાની સ્કીમના નામે છેતરપિંડી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સામે આવતા યુનિવર્સિટી પોલીસે ફરિયાદના આધારે જીપીઆઇડી એક્ટ તેમજ છેતરપિંડી સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપી હાર્દિક તુલસીદાસ તન્નાને મધ્યપ્રદેશના ઈન્દોરથી ઝડપી લીધો છે.

    હકીકતમાં, કોઠારિયા રોડની આનંદનગર કોલોનીમાં રહેતા અને ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલા સાગરભાઈ મોરવાડિયાનો વર્ષ ૨૦૨૨ દરમિયાન હાર્દિક તન્ના સાથે પરિચય થયો હતો. તે સમયે હાર્દિક ફર્નિચરની દુકાનમાં નોકરી કરતો હતો. હાર્દિકે પ્રિ-એપ્રુવ્ડ લોન આધારિત રોકાણની સ્કીમ સમજાવી ઊંચા વળતરની વાત કરી હતી. શરૂઆતમાં નાની રકમ સામે આશરે ૨૦ ટકા સુધીનું વળતર ચૂકવવામાં આવતાં ફરિયાદીનો તેના પર વિશ્વાસ વધ્યો હતો. વિશ્વાસને આધારે ફરિયાદીએ પોતાની બચત ઉપરાંત પર્સનલ લોન અને મકાન મોર્ગેજ કરીને અલગ-અલગ સમયે કુલ રૂ.૨.૭૦ કરોડ હાર્દિકને આપ્યા હતા.

    ઓક્ટોબર ૨૦૨૩માં હાર્દિકે શીતલપાર્ક સર્કલ નજીક આવેલા આર.કે. વર્લ્ડ ટાવરમાં ‘દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ’ નામથી ઓફિસ શરૂ કરી હતી. ઓફિસના ઉદ્ઘાટન બાદ ફરિયાદીના સંબંધીઓ અને પરિચિતો પણ આ રોકાણ વ્યવસ્થામાં જોડાયા હતા. આ રીતે કુલ ૧૧ લોકો પાસેથી મોટી રકમ મેળવવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

    રોકાણકારોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે શરૂઆતના તબક્કામાં બેંકિંગ વ્યવહારો મારફતે અંદાજે રૂ.૩.૬૧ કરોડ વળતર તરીકે ચૂકવવામાં આવ્યા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. જોકે, ત્યારબાદ વળતર અને મૂળ રકમની ચુકવણી બંધ થઈ ગઈ હતી. રોકાણકારોએ પોતાની રકમ પરત માગવાનું શરૂ કરતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ફરિયાદ નોંધાયા બાદ યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી હાર્દિકનું લોકેશન શોધ્યું હતું અને અંતે તેને ઈન્દોરથી ઝડપી લીધો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી પર આશરે રૂ.૧૫ લાખનું દેવું હોવાની વિગતો સામે આવી છે. આ દેવું ચૂકવવાના હેતુથી તેણે સમગ્ર યોજના શરૂ કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. હાલ પોલીસે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી નાણાકીય વ્યવહારોની તપાસ શરૂ કરી છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabadમાં H1N1ની એન્ટ્રી, સોલા સિવિલમાં બે દર્દીઓ પોઝિટિવ; આરોગ્ય વિભાગ સતર્ક
    Next Article ૭૦ હજાર ખર્ચીને ઉગાડેલી મગફળી બરબાદ, વરસાદ ખેંચાતા Rajkotના ખેડૂતે ટ્રેક્ટર ફેરવી પાક ઉખેડી નાખ્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    ઘર નજીક જ કાળ બનીને આવ્યો પતંગનો દોરોઃ Rajkotના ૨૦ વર્ષીય યુવકનું મોત

    November 25, 2026
    રાજકોટ

    Rajkotમાં સ્પાના નામે સગીરાને ફસાવવાનો પ્રયાસ, બાઈકચાલકે જાહેરમાં છેડતી કરી

    November 25, 2026
    સૌરાષ્ટ્ર

    Rajkot મનપાની ઘોર બેદરકારીએ લીધો વધુ એક નિર્દોષનો ભોગઃઆઇસીયુમાં ૨ મહિનાની સારવાર બાદ મહિલાનું મોત

    November 23, 2026
    રાજકોટ

    Rajkot: ધોરાજીની લૂંટમાં નવો વળાંક,મહિલા આરોપીએ ફરિયાદી સામે દુષ્કર્મનો આક્ષેપથી ખળભળાટ

    November 21, 2026
    રાજકોટ

    Rajkot: વેપારીઓનું 31 લાખનું સોનુ ઓળવી જનાર કિરીટ રાધનપુરા ઝડપાયો

    November 21, 2026
    રાજકોટ

    Rajkot: પડધરીના તરઘડીના ગોડાઉનમાંથી નકલી જંતુનાશક દવાની મીની ફેક્ટરી ઝડપાઈ

    November 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,777
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,808
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹123,926
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-11-2026 09:35
    Categories
    Latest News

    US ની મધ્યસત્ર ચૂંટણીમાં ઐતિહાસિક હારથી ટ્રમ્પ સરકારને મોટો ફટકો પડ્યો

    November 26, 2026

    World Bank નો ભારત ગરીબી અને સમાનતા સંક્ષિપ્ત અહેવાલ ઓક્ટોબર 2026

    November 26, 2026

    NHRC મહિલા કેદીઓ અને નિર્દોષ બાળકો માટે 10 મોરચા પર સુધારાની હાકલ

    November 26, 2026

    Supreme Courtના આદેશ છતાં કાર્તિગાઈ દીપ પ્રગટાવવામાં ન આવતા હિન્દુ ધર્મ પરિષદે તમિલનાડુના અધિકારીઓ સામે તિરસ્કારની અરજી દાખલ કરી

    November 25, 2026

    દુનિયાની કોઈ શક્તિ ભારતની પ્રગતિ ઇચ્છતી નથીઃ RSSના વડા મોહન ભાગવત

    November 25, 2026

    આજથી ૨ દિવસ Gujaratમાં વરસાદની આગાહી

    November 25, 2026
    Search
    Main News

    Supreme Courtના આદેશ છતાં કાર્તિગાઈ દીપ પ્રગટાવવામાં ન આવતા હિન્દુ ધર્મ પરિષદે તમિલનાડુના અધિકારીઓ સામે તિરસ્કારની અરજી દાખલ કરી

    November 25, 2026

    દુનિયાની કોઈ શક્તિ ભારતની પ્રગતિ ઇચ્છતી નથીઃ RSSના વડા મોહન ભાગવત

    November 25, 2026

    આજથી ૨ દિવસ Gujaratમાં વરસાદની આગાહી

    November 25, 2026

    Indian સંરક્ષણ સ્ટાફના ૧૪ વોટ્‌સએપ ગ્રૂપમાં પાકિસ્તાની જાસૂસોની ઘૂસણખોરી’

    November 25, 2026

    Ukraine યુદ્ધમાં રશિયાના ૭.૨૦ લાખ સૈનિકો ગુમાવ્યાનો ચોંકાવનારો દાવો

    November 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    US ની મધ્યસત્ર ચૂંટણીમાં ઐતિહાસિક હારથી ટ્રમ્પ સરકારને મોટો ફટકો પડ્યો

    November 26, 2026

    World Bank નો ભારત ગરીબી અને સમાનતા સંક્ષિપ્ત અહેવાલ ઓક્ટોબર 2026

    November 26, 2026

    NHRC મહિલા કેદીઓ અને નિર્દોષ બાળકો માટે 10 મોરચા પર સુધારાની હાકલ

    November 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.