ઘનશ્યામનગરના યુવાન પર નવીન-ધર્મેશ ચાંડપાનો હુમલો
ઘરખર્ચ માટે 10 ટકા વ્યાજે લીધેલા રૂપિયા: થોરાળા પોલીસે નોંધ કરી તપાસ શરૂ કરી
Rajkot,તા.25
શહેરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. વ્યાજના ચુંગાલમાં ફસાયેલા લોકો આત્મહત્યાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે વધુ એક બનાવ 80 ફૂટ રોડ પર બન્યો છે.શહેરમાં વ્યાજ ખોરો બેફામ બન્યા છે. વ્યાજના ચુંગાલમાં ફસાયેલા લોકો અવાર નવાર લોકો આત્મહત્યાના પ્રયાસો કરી રહ્યા છે અને વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપતા હોવાની ઘટનાઓ છાસ વારે પ્રકાશમાં આવી રહી છે ત્યારે વધુ એક બનાવમાં કોઠારિયા રોડ પર ઘનશ્યામનગરમાં રહેતો યુવાન વ્યાજના રૂપિયા આપવા જતા બે વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડાયો છે.
કોઠારિયા મેઈન રોડ પર ઘનશ્યામનગરમાં રહેતા જનકભાઈ છગનભાઈ વાઘેલા (ઉ.વ. 42) પર વ્યાજખોરોએ હુમલો કર્યાનો આક્ષેપ છે. ગઈકાલે રાત્રે 11 વાગ્યાના અરસામાં તે 80 ફૂટ રોડ પર સત્યમ પાર્ક પાસે હતો ત્યારે નવીન ચાંડપા અને ધર્મેશ ચાંડપાએ ઝઘડો કરી બોટલ વડે માર માર્યો હતો. ઘવાયેલા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.પ્રાથમિક પૂછપરછમાં જનકભાઈએ જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા ઘરખર્ચ માટે તેણે 10 હજાર રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. અત્યાર સુધીમાં 10 હજાર સામે 1 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરો વધુ રૂપિયાની માંગણી કરી રહ્યા હતા.ગઈકાલે તે 5 હજાર રૂપિયા વ્યાજ પેટે આપવા ગયો હતો ત્યારે બંને શખ્સોએ “હજુ તારે વધારે રૂપિયા આપવા પડશે” તેમ કહી પઠાણી ઉઘરાણી કરી હતી અને બોટલ વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે.વ્યાજખોરોની ધાક-ધમકી અને પઠાણી ઉઘરાણીની ઘટનાઓ છાસવારે સામે આવી રહી છે. આ બનાવ અંગે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.આક્ષેપના પગલે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

