નહેરુનગરના શખસે બેંક એકાઉન્ટ ખોલી રૂ.૩૦૦૦ ના કમીશનમાં ભાડે આપી દિધું, કર્ણાટકમાંથી ફ્રોડના રૂપીયા ટ્રાન્સફર થયાં: બે શખસો સામે ગુનો નોંધાયો
Rajkot,તા.25
રાજકોટમાં રીક્ષાચાલકના બેંક એકાઉન્ટમાં રૂપિયા ૩૪.૬૬ લાખના સાયબર ફ્રોડના નાણાંનું ટ્રાન્જેકશ થયાનું સાયબર ક્રાઇમની ટીમે શોધી કાઢયુ છે. આ અંગે પોલીસે બે શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકના કોન્સ્ટેબલ જયપાલસિંહ સોલંકીએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા અપાયેલ સૂચના આધારે ઓપરેશન મ્યુલ હંટ 2.0 અંતર્ગત કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હોય જેને લઇ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.
દરમિયાન તપાસ કરતા રાજકોટ ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકના એકાઉન્ટ નંબર- 114019240655 (મહીલા બ્રાંચ, રાજકોટ) બેન્ક એકાઉન્ટની વિગત મેળવતા આ બેંક એકાઉન્ટ સતીષ દિનેશ સુરાણી (ધંધો-રીક્ષા ૨હૈ- ૭૭-બી, રાજનગર શેરી નં.૦૨, બંધ શેરી, નાનામૌવા રોડ, હાલ રહે.ભાડેથી-માયાણી નગર, બેબોન રોડ માયાણીના RMC ક્વાટર, નેહરૂ નગર,રાજકોટ) ના બેંક એકાઉન્ટમા તા.૧૩/૦૩/૨૦૨૬ થી તા.૧૦/૦૫/૨૦૨૬ સુધીમા કુલ રૂ.૩૪,૬૬,૯૫૨ જેટલી મોટી ૨કમના ક્રેડીટ ટ્રાન્જેકશન થયુ હોય તેમજ બેંક એકાઉન્ટની માહિતી સમન્વય પોર્ટલ પર ચકાસતા બેંક ખાતામાં અલગ અલગ રાજ્યમાંથી ફૂલ-4 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદની વિગત મળી આવી હતી.જેથી બેંક ખાતાનાધારક સતીષ દિનેશ સુરાણી પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને પુછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, હરપાલ સંજય ડોડીયા ઉર્ફે હંસ ડોડીયા (રહે.રામનાથ ક્રુપા રાજનગર સોસા.-૫, શક્તી પાનની બાજુમા, નાના મવા મેઈન રોડ, રાજકોટ) ના સંપર્કમાં આવેલ, જેને બેંક ખાતુ ખોલાવવા જણાવેલ જેથી સતીષ તેની સાથે બેંક ખાતે ગયેલ અને બેંક ખાતુ ખોલાવેલ અને તેના કમીશન રૂપે ૩૦૦૦ મળેલ અને બેંક ખાતુ ભાડા પેટે સંજય ડોડીયા ઉર્ફે હંસ ડોડીયાને ઉપયોગ કરવા આપ્યું હતું. જેથી પોલીસે બંન્ને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

