25 વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોવાનું પ્રાથમિક તારણ, પરિવારમાં ગમગીની
Rajkot,તા.25
શહેરના માધાપર ચોકડી નજીક બિલ્ડિગના 12માં માળે રહેતા પ્રૌઢે ફ્લેટની બાલ્કની માંથી છલાંગ લગાવી લેતા નીચે પટકાતા ગંભીર ઈજાઓ થતા લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક 108ને જાણ કરતા 108ના ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે મળતી માહિતી મુજબ માધાપર ચોકડીથી મોરબી તરફ ધ સ્પેસઈ બિલ્ડીંગમાં ફ્લેટ ન 1204માં રહેતા કિશોરભાઈ દેવચંદભાઈ મશરૂ ઉંમર વર્ષ 66 વર્ષીય વૃદ્ધે ગઈ કાલે 6 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે 12 માળેથી અગમ્ય કારણોસર છલાંગ લગાવતા લોહી લોહાણ થતા બનાવના પગલે આસપાસના લોકો એકઠા થયા હતા અને તાત્કાલિક 108 ને જાણ કરતા 108 ટીમે વૃદ્ધને ઘટના સ્થળે મૃતજાહેર કરતા ઘટના સ્થળે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ટીમ પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અંગે આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે
આપઘાત કરનાર વૃધ્ધને સંતાનમાં બે દીકરા એક દીકરી છે. વૃધ્ધને 25 વર્ષથી માનસિક બીમારી હોય તેની દવા પણ ચાલુ હતી. આ બીમારીથી કંટાળી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે વધુ તપાસ ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ એમ.એન.પીઠીયા ચલાવી રહ્યા છે

