(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૬
મોરબી અને વાંકાનેર પંથકમાં અપમૃત્યુના બનાવોમાં સગીરા સહીત બેના મોત થયા છે જેમાં મોરબીમાં સગીરાએ આપઘાત કર્યો હતો તો વાંકાનેર કારખાનામાં ઈજાગ્રસ્ત પરિણીતાનું સારવારમાં મોત થયું છે
પ્રથમ બનાવમાં મોરબીના બેલા રંગપર ગામે રહેતા સુનીતાબેન પ્રીતમ ભીલાલા (ઉ.વ.૧૬) નામની સગીરાએ બેલા ગામની સીમમાં આવેલ મુરાનો સિરામિકના લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે બીજા બનાવમાં મૂળ મધ્યપ્રદેશના વતની હાલ વાંકાનેરના સરતાનપર રોડ પર કમાન્ડર સિરામિકમાં રહીને કામ કરતા હરિબાઇ ભાગચંદ વંશલ (ઉ.વ.૩૩) નામની પરિણીતા ગત તા. ૨૩ ના રોજ કારખાનામાં કામ કરતી વખતે જમણા પગમાં ટાઈલ્સ વાગતા ઈજા થતા રફાળેશ્વર સારવાર આપી હતી અને રજા આપી હતી બાદમાં પોતાના સિરામિક રૂમે હરિબાઇને ઝાડા ઉલટી થતા રાત્રીના તબિયત લથડી હતી અને સારવાર માટે રફાળેશ્વર બાદ મોરબી ખસેડી હતી જ્યાં સારવારમાં હૃદય બંધ પડી જતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

