(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૬
Morbiની પાવડીયારી કેનાલ નજીક સ્કોર્પીઓ કાર લઈને આવેલા ઇસમોએ અગાઉ પોલીસ ફરિયાદ કર્યાનો ખાર રાખી શેઠ અને કર્મચારીને માર મારી છરી બતાવી રૂ ૨૪ હજારની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મૂળ સુરેન્દ્રનગર હાલ મોરબીના સાપર ગામની સીમમાં રહેતા ફરીદ યાસીન મેર (ઉ.વ.૨૪) નામના યુવાને આરોપીઓ ઇકો રહે ખીરઈ તા. માળિયા, શીકલો, મુખી અને કારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના શેઠ ઇકબાલભાઈના ભાઈ તૈયબભાઈએ થોડા દિવસો પૂર્વે આરોપી ઇકા વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાવી હતી જેનો ખાર રાખી ચારેય ઈસમો સ્કોર્પીઓ કાર લઈને આવી પાવડીયારી કેનાલ શાક માર્કેટ પાસે ફરિયાદી ફરીદ અને શેઠ ઇકબાલભાઈને ગાળો આપી ઢીકા પાટું માર માર્યો હતો અને છરી બતાવી ફરિયાદી ફરીદના ખિસ્સામાં રહેલ મુરઘીના થડાના બે દિવસના હિસાબના રૂ ૨૪,૦૦૦ કાઢી લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે ચારેય ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

