E૧૦ પેટ્રોલમાં ૧૦% ઇથેનોલ અને ૯૦% પેટ્રોલ હોય છે, જ્યારે E૨૦ માં ૨૦% ઇથેનોલ અને ૮૦% પેટ્રોલ હોય છે
New Delhi, તા.૨૮
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ()ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજય ખન્નાએ સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈ૨૦ પેટ્રોલના બદલે ઈ૧૦ કરવાનો હાલમાં કોઈ પ્રસ્તાવ નથી. તેમણે જણાવ્યું કે હાલમાં ચાલી રહેલી ચર્ચા માત્ર એ બાબત પર છે કે શું જૂના વાહનો માટે ૧૦% ઇથેનોલ મિશ્રણ ધરાવતા ઈ૧૦ ઇંધણનો વિકલ્પ આપવો જોઈએ કે નહીં. મ્ઁઝ્રન્ની વાર્ષિક સામાન્ય સભા પછી યોજાયેલી મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આ મહત્ત્વપૂર્ણ માહિતી આપી હતી.સંજય ખન્નાએ જણાવ્યું કે જો સરકાર ઇથેનોલ મિશ્રણ નીતિમાં કોઈ ફેરફાર કરવાનો નિર્ણય લેશે, તો મ્ઁઝ્રન્ માટે ઈ૨૦ માંથી ઈ૧૦ માં શિફ્ટ થવામાં કે તેને સંભાળવામાં કોઈ ઓપરેશનલ અથવા લોજિસ્ટિકલ પડકાર નથી. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું, “મેં એવું ક્યારેય નથી કહ્યું કે ઈ૨૦ ને ઈ૧૦ માં બદલવામાં આવશે. કેટલાક વર્તુળોમાં માત્ર એ જ ચર્ચા થઈ રહી છે કે જૂના વાહનોના ચાલકોને ઓછું ઇથેનોલ ધરાવતા પેટ્રોલનો વિકલ્પ મળવો જોઈએ કે નહીં.”ઉલ્લેખનીય છે કે ઈ૧૦ પેટ્રોલમાં ૧૦% ઇથેનોલ અને ૯૦% પેટ્રોલ હોય છે, જ્યારે ઈ૨૦ માં ૨૦% ઇથેનોલ અને ૮૦% પેટ્રોલ હોય છે. મ્ઁઝ્રન્ના પ્રમુખે ઉમેર્યું કે જૂના વાહનો માટે ઈ૧૦ ઉપલબ્ધ કરાવવાના વિકલ્પો ચકાસવામાં આવી રહ્યા છે. એક જ સમયે પેટ્રોલના અલગ-અલગ ગ્રેડને સપ્લાય કરવા અને તેને હેન્ડલ કરવા સંબંધિત કેટલાક પડકારો ચોક્કસ છે, અને તે બાબતે હાલમાં વિચારણા ચાલી રહી છે.તાજેતરમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક ફેક્ટશીટ બહાર પાડીને એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે ૨૦૨૩ પહેલાં બનેલા વાહનો ઈ૨૦ પેટ્રોલ પર ચાલી શકતા નથી. મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા ૩.૫ વર્ષથી વધુ સમયથી ઈ૧૫-પ્લસ અને ૨.૫ વર્ષથી વધુ સમયથી ઈ૧૯-ઈ૨૦ ઇંધણનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન એન્જિન ખરાબ થવાની કે વાહન ખોટકાયાની કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. જો ઇથેનોલ મિશ્રણથી એન્જિનને નુકસાન થતું હોત તો મોટી સંખ્યામાં વોરંટી ક્લેમ કે ફરિયાદો સામે આવી હોત.

