શરૂઆતમાં માત્ર રૂ.૩૦ હજાર વળતર પેટે આપ્યા બાદ આરોપીઓએ એક પણ રૂપિયો પરત આપ્યો નહોતો
Gandhinagar, તા.૯
મુશ્કેલીના સમયે મદદ માગવા આવેલા ભત્રીજાના પુત્રે વયોવૃદ્ધ કાકાને રૂ. ૨૮ લાખનો ચૂનો લગાડ્યો હોવાનો વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગંભીર બનાવ ગાંધીનગરના રાંદેસણમાં બન્યો છે. આ અંગે ૭૯ વર્ષીય નિવૃત્ત શિક્ષક મુકુન્દરાય મહેતાની ફરિયાદના આધારે ઇન્ફોસિટી પોલીસે આરોપી વિદેહ મહેતા અને તેની પત્ની મિનોતી પંડ્યા સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદ મુજબ બનાવની વિગતો અનુસાર, રાંદેસણના પ્રતીક મોલ પાછળ પ્રમુખ પ્રાઈડ ફ્લેટમાં રહેતા અને શિક્ષક તરીકે નિવૃત્ત મુકુન્દરાય ઈશ્વરલાલ મહેતા પોતાના દીકરા અંકુર સાથે નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. મુકુન્દરાયના મોટા ભાઇ ભૃગુભાઇ મહેતાના પુત્ર વિજયંતનો દીકરો વિદેહ મહેતાએ એપ્રિલ ૨૦૨૫માં અકસ્માતના એક કેસમાં મદદ માટે મુકુન્દરાયનો સંપર્ક કર્યો હતો. વયોવૃદ્ધ શિક્ષકે માનવતા દાખવી તેને ૩ લાખની આર્થિક મદદ કરી ધંધુકા કોર્ટના કેસમાંથી ઉગાર્યો હતો અને પોતાના ઘરે રહેવા માટે આશરો આપ્યો હતો.
ત્યારબાદ વિદેહ તેની મિત્ર અને હાલની પત્ની મીનોતી પંડ્યાને પણ ઘરે લાવવા લાગ્યો હતો. દરમિયાન, વિદેહ અને મીનોતીએ માસ ફાઇનાન્સમાં રોકાણ કરી ઊંચું વળતર અપાવવાની લાલચ આપીને નિવૃત્ત શિક્ષક મુકુન્દરાયના જીવનભરની કમાણીમાંથી તબક્કાવાર ૧૫ લાખ રોકડા લીધા હતા. શરૂઆતમાં માત્ર ૩૦ હજાર વળતર પેટે આપ્યા બાદ આરોપીઓએ એક પણ રૂપિયો પરત આપ્યો નહોતો. દરમિયાન સતત ઉઘરાણી કરવા છતાં નાણાં પરત ન મળતાં આરોપીએ દાદા મુકુન્દરાયને વિશ્વાસમાં લેવા માટે ૧૫ લાખનો ૈંડ્ઢહ્લઝ્ર બેંકનો ચેક પણ આપ્યો હતો. આટલું જ નહીં, આરોપીઓએ ફરિયાદીના નાણાંથી ખરીદાયેલી નેક્સોન કાર) અંગે લખાણ તથા ્ર્ં ફોર્મ પર સહી કરી આપી હોવા છતાં, તેમની જાણ બહાર કાર ગેરેજમાંથી બારોબાર ઉપાડી લીધી હતી. બાદમાં કાર પચાવી પાડવાના આશયથી અમદાવાદ ઇર્ં કચેરીમાં ખોટી અરજી આપી વાહનને બ્લેકલિસ્ટમાં પણ મુકાવી દીધું હતું. લાંબા સમયની છેતરપિંડી અને વિશ્વાસઘાત બાદ આખરે ભોગ બનનાર વયોવૃદ્ધ મુકુન્દરાયયે ઇન્ફોસિટી પોલીસ મથકે વિદેહ મહેતા અને મીનોતી પંડ્યા સામે ફરિયાદ નોંધાવી છે.

