૬ વર્ષ પૂર્વે પત્નીનું મોત બાદ એકલવાયું જીવન જીવતા કેતનભાઇ આચાર્યએ ભર્યું પગલું પોલીસે વધુ તપાસ હાથ ધરી
Rajkot
રેલનગરમાં રહેતા અને વ્યવસાયએ એડવોકેટ પ્રૌઢે આર્થિકભીસ થી કંટાળીને ગત તા ૭ ના રોજ બપોરે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેનું સારવાર દરમિયાન વહેલી સવારે મોત નીપજતા ઘટના સ્થળે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ શહેરમાં દિવસે અને દિવસે આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે રેલનગરમાં સફળ વિલા બ્લોક નંબર ૧૦૯ માં રહેતા અને વ્યવસાયે એડવોકેટ કેતનભાઇ ચંદ્રવદન આચાર્ય ઉંમર વર્ષ ૫૮ વર્ષીય પ્રોઢે ગત તા ૭ ના રોજ આર્થિકભીસથી કંટાળીને ઝેરી દવા પી લેતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેનું સારું સારવાર દરમિયાન આજે વહેલી સવારે મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતા પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતક પોતે વર્ષોથી એડવોકેટનું કામ કરતા હોય તેમજ આશરે છ વર્ષ પહેલા પત્નીનું અવસાન થયેલ હોય અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રીને સાઢુભાઈ ને સોંપેલ હોય તેમજ આર્થિકભીસથી આપઘાત કર્યા નું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે આ અંગે પ્રદ્યુમન નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

