બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી પરિવારમાં ગમગીની છવાઈ
Rajkot
શહેરના સંત કબીર રોડ પર રહેતા અને બાઈક લઈને ઘરે જતી વેળાએ પાણીના ઘોડા નજીક રામ મંદિર પાસે કોઈ કારણોસર એકટીવા માંથી પડી જતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન તબીબે વૃદ્ધને મૃત જાહેર કરતા ઘટના સ્થળે બી ડિવિઝન પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ અને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો
આ અંગે મળતી માહિતી મુજબ શહેરના સંત કબીર રોડ ઉપર રહેતા પરબતભાઈ જીવરાજભાઈ હરસોડા ઉંમર વર્ષ ૭૦ વર્ષીય વૃદ્ધ બાઈક લઈને ઘરે જતા હતા ત્યારે પાણીના ઘોડા નજીક રામ મંદિર પાસે કોઈ કારણોસર બાઈક માંથી પડી જતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે વૃદ્ધને ચક્કર આવવા થી પડી ગયા હોવાનું મોત થયાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે મૃતક પોતે ૩ ભાઈ મોટા અને સંતાનમાં એક પુત્ર ૩ પુત્રીએ પિતાની છત્ર છાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ હતી.

