Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Allahabad High Court નો ઐતિહાસિક આદેશ અને જાતિમુક્ત ભારત તરફ યુપી સરકારનું ઝડપી પગલું

    September 24, 2025

    તંત્રી લેખ…બિલ્ડરોની છેતરપિંડી, સુપ્રીમ કોર્ટે કાર્યવાહી કરી

    September 24, 2025

    Janhvi Kapoor શ્રીદેવીની સાડી પહેરી માને યાદ કરી

    September 24, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Allahabad High Court નો ઐતિહાસિક આદેશ અને જાતિમુક્ત ભારત તરફ યુપી સરકારનું ઝડપી પગલું
    • તંત્રી લેખ…બિલ્ડરોની છેતરપિંડી, સુપ્રીમ કોર્ટે કાર્યવાહી કરી
    • Janhvi Kapoor શ્રીદેવીની સાડી પહેરી માને યાદ કરી
    • સાત વર્ષ પછી Sonam Kapoor સિલ્વર સ્ક્રીન પર કમબેક કરશે
    • Actor Poonam Pandey મંદોદરીની ભૂમિકા હવે ભજવશે નહીં
    • સબાને લગ્ન બાબતે માતા-પિતા ક્યારેય દબાણ કરતા નથી
    • મને મારા દેશ અને ક્ષમતાઓ પર અપાર શ્રદ્ધા છે : Abhishek Bachchan
    • Morbi ના વિદ્યુતનગરમાં ગળેફાંસો ખાઈ પરિણીતાએ આપઘાત કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
    વ્યાપાર

    નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    Business Editor - Nikhil BhattBy Business Editor - Nikhil BhattSeptember 24, 2025Updated:September 24, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૯.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૧૦૨ સામે ૮૧૯૧૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૬૦૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૮૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૭૧૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૫૫ સામે ૨૫૨૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૦૭૮ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૨૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૧૧૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    અમેરિકાએ એચ-1-બી વીઝા ફી વન ટાઈમ એક લાખ ડોલર લાગુ કરતાં અમેરિકામાં આઈટી પ્રોફેશનલો માટે રોજગારીની તકો ઘટવાની અને ભારતીય આઈટી સેક્ટરને અસર થવાના અંદાજોએ આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. જીએસટી દરોમાં ઘટાડાનો અમલ થઈ જતાં અને ઘણા ઉદ્યોગો સાથે ગ્રાહકોને ફાયદો કરાવી આપનારા સરકારના આ સરાહનીય પગલાંને લઈ તહેવારોની મોસમમાં વેચાણ વૃદ્વિની અપેક્ષા છતાં વૈશ્વિક પરિબળો અત્યારે ચિંતાજનક રહેતાં શેરોમાં નવી મોટી ખરીદીમાં ફંડો, ખેલંદાઓ સાવચેત રહી ઉછાળે વેચવાલ રહ્યા હતા.

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ એક પછી એક આંચકા આપનારા નિર્ણયો લઈને વિશ્વની ચિંતા વધારી રહ્યા હતા, એવામાં હવે પેલેસ્ટાઈનને માન્યતા નહીં આપનારા ઈટાલીમાં આંતરિક હિંસા-દેખાવોની સ્થિતિને લઈ જીઓપોલિટીકલ ટેન્શને પણ વૈશ્વિક બજારોની સાથે સ્થાનિક બજારમાં પણ સાવચેતી રહી હતી.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકન ફેડરલ રિઝર્વના નવા ગવર્નર સ્ટીફન મિરાને વ્યાજ દરમાં આક્રમક કપાતની હાકલ કરતા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધુ ઘટાડો આવવાની શકયતા વધી જતા ડોલર ઇન્ડેક્સમાં ઉછાળો નોંધાતા ડોલર સામે રૂપિયો નબળો પડ્યો હતો, જયારે રશિયા ખાતેથી ક્રુડઓઈલ નિકાસ વધવાના અહેવાલ વચ્ચે ક્રુડઓઈલના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી.

    સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી સેક્ટરલમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૬૮ અને વધનારની સંખ્યા ૧૬૦૪ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં પાવર ગ્રીડ ૧.૬૩%, હિંદુસ્તાન યુનિલિવર ૧.૪૮%, મારુતિ સુઝીકી ૦.૮૮%, એચસીએલ ટેકનોલોજી ૦.૮૮%, લાર્સન લિ. ૦.૫૫%, એશિયન પેઈન્ટ ૦.૪૨%, બજાજ ફાઈનાન્સ ૦.૪૧% અને ટ્રેન્ટ લિ. ૦.૧૧% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે ટાટા મોટર્સ ૨.૬૭%, બીઈએલ લિ. ૨.૨૪%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૫૨%, ટેક મહિન્દ્ર ૧.૩૦%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૧૩%, એક્સિસ બેન્ક ૧.૦૨%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૯૦%, ટાટા કન્સલ્ટન્સી ૦.૮૬%, કોટક બેન્ક ૦.૮૦% અને ઈટર્નલ લિ. ૦.૭૪% ઘટ્યા હતા.

    ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩.૦૩ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૦.૫૬ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૯ કંપનીઓ વધી અને ૨૧ કંપનીઓ ઘટી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકા દ્વારા ભારતીય માલસામાન અને સેવાઓ પર ૫૦% ટેરિફ લાગુ પડ્યા બાદ સપ્ટેમ્બર મહિનામાં દેશની વ્યાપાર પ્રવૃત્તિ ઓગસ્ટની સરખામણીએ મંદ પડી હોવાનું પ્રાથમિક અંદાજો દર્શાવે છે. ઉત્પાદન અને સેવા બંને ક્ષેત્રોમાં પીએમઆઈ ઘટી ૬૧.૯૦ નોંધાયો છે, જે છેલ્લા બે વર્ષમાં સૌથી મોટો સંયુક્ત પીએમઆઈ સુધારો છે. જોકે નવા ઓર્ડરમાં ઘટાડો, નિકાસ માંગમાં નબળાઈ અને રોજગાર વૃદ્ધિ ધીમી હોવા છતાં, સંયુકત પીએમઆઈ ૫૦ની ઉપર હોવાને કારણે અર્થતંત્ર હજુ પણ વિસ્તરણની સ્થિતિમાં છે.

    ઉત્પાદન ક્ષેત્રે પીએમઆઈ ૫૮.૫૦ અને સેવા ક્ષેત્રે ૬૧.૬૦ નોંધાયા છે, જે સ્પર્ધા અને ઉદ્યોગોની માંગ નબળાઈને દર્શાવે છે. ભાવિ વેપાર માટે આશાવાદ હજુ જળવાઈ રહ્યો છે. કાચા માલની કિંમત વધારો અને વેચાણ કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો, ખાસ કરીને કપાસ અને સ્ટીલના ભાવ વધારાના કારણે નવા ઓર્ડરોની વૃદ્ધિ મંદ રહી છે, જેથી સેવા ક્ષેત્રમાં વધુ અસર જોવા મળી છે. તેમ છતાં, જીએસટી ઘટાડા સાથે આગામી દિવસોમાં બજારમાં માંગ મજબૂત રહેવાની શક્યતા ભારતીય શેરબજાર માટે સકારાત્મક સંકેત આપે છે.

    તા.૨૫.૦૯.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૪.૦૯.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૧૧૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૨૫૩૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૦૮૦ પોઈન્ટ થી ૨૫૦૦૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • હેવેલ્સ ઈન્ડિયા ( ૧૫૪૨ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૬૩ થી રૂ.૧૫૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૭૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એચસીએલ ટેકનોલોજી ( ૧૪૪૪ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૦૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૫૯ થી રૂ.૧૪૭૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ભારત ફોર્જ ( ૧૨૧૫ ) :- રૂ.૧૧૯૦ નો પ્રથમ તેમજ રૂ.૧૧૭૩ બીજા સપોર્ટથી ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૩૪ થી રૂ.૧૨૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૮૪ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૯૭ થી રૂ.૧૨૦૮ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૪૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • એચડીએફસી બેન્ક ( ૯૫૨ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૧૯ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૬૪ થી રૂ.૯૭૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • અદાણી પોર્ટ્સ ( ૧૪૩૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૪૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૪૨૦ થી રૂ.૧૪૦૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૫૬ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૮૬ ) :- રૂ.૧૪૦૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૧૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૭૩ થી રૂ.૧૩૬૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • એક્સીસ બેન્ક ( ૧૧૬૦ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૦૩ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૩૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ઓરબિન્દો ફાર્મા ( ૧૦૯૩ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૮૦ થી રૂ.૧૦૬૪ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૨૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • જીન્દાલ સ્ટીલ ( ૧૦૫૫ ) :- રૂ.૧૦૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૪૦ થી રૂ.૧૦૨૭ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

    The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Business Editor - Nikhil Bhatt

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    September 24, 2025
    વ્યાપાર

    નિકાસ માંગ નબળી, સપ્ટેમ્બર માસમાં વેપાર પ્રવૃત્તિ મંદ ગતિએ…!!

    September 24, 2025
    વ્યાપાર

    આઈટી કંપનીઓ હવે H-1B વિઝા પર ઓછું નિર્ભર થવા સજ્જ…!!

    September 24, 2025
    વ્યાપાર

    S&Pએ ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ ૬.૫% પર સ્થિર રાખ્યો…!!

    September 24, 2025
    વ્યાપાર

    જીએસટીમાં ઘટાડા બાદ ઓટો વેચાણમાં રેકોર્ડ વૃદ્ધિ…!!

    September 24, 2025
    વ્યાપાર

    આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની સંભાવના : એસબીઆઈ

    September 24, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Allahabad High Court નો ઐતિહાસિક આદેશ અને જાતિમુક્ત ભારત તરફ યુપી સરકારનું ઝડપી પગલું

    September 24, 2025

    તંત્રી લેખ…બિલ્ડરોની છેતરપિંડી, સુપ્રીમ કોર્ટે કાર્યવાહી કરી

    September 24, 2025

    Janhvi Kapoor શ્રીદેવીની સાડી પહેરી માને યાદ કરી

    September 24, 2025

    સાત વર્ષ પછી Sonam Kapoor સિલ્વર સ્ક્રીન પર કમબેક કરશે

    September 24, 2025

    Actor Poonam Pandey મંદોદરીની ભૂમિકા હવે ભજવશે નહીં

    September 24, 2025

    સબાને લગ્ન બાબતે માતા-પિતા ક્યારેય દબાણ કરતા નથી

    September 24, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Allahabad High Court નો ઐતિહાસિક આદેશ અને જાતિમુક્ત ભારત તરફ યુપી સરકારનું ઝડપી પગલું

    September 24, 2025

    તંત્રી લેખ…બિલ્ડરોની છેતરપિંડી, સુપ્રીમ કોર્ટે કાર્યવાહી કરી

    September 24, 2025

    Janhvi Kapoor શ્રીદેવીની સાડી પહેરી માને યાદ કરી

    September 24, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.