સાગરનગરમાં જાહેરમાં જુગાર રમતા ૩ શખ્સો ઝબ્બે, બંને સ્થળેથી રૂ.૩૦,૩૦૦ની રોકડ જપ્ત
Rajkot તા.૧૯ઃ
શહેર પોલીસે બે સ્થળોએ જુગારના દરોડા પાડ્યા છે જેમાં રેલનગરમાં મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટના ફ્લેટમાં મહિલા સંચાલિત જુગાર રમતી આઠ મહિલા જયારે સાગરનગરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પકડી પાડી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના રેલનગરમાં હરિદ્વાર સોસાયટી શેરી નંબર-૧માં આવેલા મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર-૧૦૩ના ફ્લેટમાં મહિલાઓ જુગાર રમી રહી છે,
જે બાતમીના આધારે પ્ર.નગર પોલીસે દરોડો પાડી જુગાર રમાડનાર જ્યોતિબેન જીજ્ઞેશભાઈ પંડ્યા, સ્વાતિબેન જસવંતભાઈ દુધરેજીયા (રહે-મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટ), જયશ્રીબેન સુનિલભાઈ રાણપરા (રહે-બજરંગવાડી શેરી નંબર-૪૬), માયાબેન જીતેન્દ્રભાઈ સોલંકી (રહે-હરિદ્વાર સોસાયટી), આશાબેન પરેશભાઈ રૂપારેલ (રહે-શુભ આશિષ વીલા, રેલનગર), ઈલાબેન કિશોરભાઈ પંડ્યા (રહે-હરિદ્વાર સોસાયટી), દેવકુંવરબા મેરુભા ગોહિલ (રહે-અમૃત સરિતા સોસાયટી, રેલનગર), જયશ્રીબેન દયુભાઇ રાજાઈ (રહે-રેલનગર, માં કોમ્પ્લેક્સ સોસાયટી)ને ઝડપી લઇ રોકડ ૧૮,૯૦૦ની મત્તા કબ્જે કરી ગુનો નોંધ્યો હતો. બીજા દરોડામાં આજીડેમ પોલીસે સાગરનગર મેઈન રોડ પર જાહેરમાં જુગાર રમતા રણજિત ધીરુભાઈ ધામેચા (રહે-હરસિધ્ધિ સોસાયટી, મોરબી રોડ), ભરત રૈયાભાઈ ફાંગલીયા (રહે-મચ્છાનગર, માર્કેટિંગ યાર્ડ પાછળ), દશરથ અમૃતભાઈ વઢિયારા (રહે-સાગરનગર શેરી નંબર-૫)ને ઝડપી લઇ રોકડ ૧૧,૪૦૦ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

