૨૦૨૨માં હંસલ મહેતાએ પણ આર કે યાદવના પુસ્તક મિશન રો પરથી ઓટીટી વેબ સિરિઝ બનાવવાની જાહેરાત કરી હતી
Mumbai, તા.૨૨
રણ જોહરે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ-રોના સ્થાપક રામેશ્વર નાથ કાઓના જીવન પરથી ફિલ્મની જાહેરાત છ વર્ષ પહેલાં ૨૦૨૦ના જાન્યુઆરીમાં કરી હતી. જોકે, કોઈ કારણોસર આ ફિલ્મ અટવાઈ ગઈ હતી. હવે કરણ જોહરે આ ફિલ્મ રિવાઈવ કરી છે અને તે ફિલ્મને ૧૧ ઓગસ્ટ ૨૦૨૮માં થિયેટર્સમાં રજૂ કરાશે એવું જાહેર કર્યું છે.રામેશ્વર નાથ કાઓ જે આર એન કાઓના નામે પણ જાણીતાં છે તેમની નિમણૂક તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ ૧૯૬૮માં સ્થાપક સચિવ તરીકે કરી હતી. કાઓએ ૧૯૭૭ સુધી રોનો કાર્યભાર સંભાળ્યો હતો.
રોની સ્થાપનાના ૫૮ વર્ષ થયા તે નિમિત્તે કરણ જોહરે ફરી એકવાર નિતિન ગોખલેના પુસ્તક જેન્ટલમેન સ્પાયમાસ્ટર પરથી આર એન કાઓના રોની રચનાના સમયગાળાને આવરી લેતી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.૨૦૨૨માં હંસલ મહેતાએ પણ આર કે યાદવના પુસ્તક મિશન રો પરથી ઓટીટી વેબ સિરિઝ બનાવવાની જાહેરાત કરી હતી. પણ પછી આ પ્રોજેક્ટના મામલે કોઇ સમાચાર આવ્યા નથી. હવે કરણ જોહરે ફિલ્મ ૧૧ ઓગસ્ટ ૨૦૨૮માં રજૂ કરવાની જ જાહેરાત કરી નાંખી છે.

