વરુણ ધવન અને રાજકુમાર રાવને કાસ્ટ કરે તેવી ચચા : સીન ટુ સીન કોપી નહીં હોય તેવો દાવો
Mumbai, તા.૨૨
આલિયા ભટ્ટ એક પ્રોડયૂસર તરીકે કોરિયન ફિલ્મની રીમેક બનાવવાની છે. જોકે, એવો દાવો થઈ રહ્યો છે કે આલિયા આ ફિલ્મની સીન ટુ સીન કોપી નહીં કરે પરંતુ તેને ભારતીય સ્વરુપમાં ઢાળશે. ઉલ્લેખનીય છે કે આલિયાના પિતા મહેશ ભટ્ટ પર પણ મોટાભાગની ફિલ્મોમાં ઉઠાંતરીના આક્ષેપો થતા રહ્યા હતા. ‘ધ હાઉસમેઇડ’ પરથી બનાવવામાં આવી રહેલી આલિયા ભટ્ટની ફિલ્મને નિર્દેશિત કરવાનું કામ અજય દેવગણની હિંદી ‘દ્રશ્યમ‘ના ડિરેક્ટર અભિષેક પાઠકને સોંપવામાં આવ્યું છે. આ ફિલ્મના હીરો તરીકે વરુણ ધવન અથવા રાજ કુમાર રાવ બેમાંથી એકની પસંદગી કરવામાં આવશે તેવી અટકળો ચાલી રહી છે. કોરિયન ફિલ્મ ‘ધ હાઉસમેઇડ’ એક થ્રીલર ફિલ્મ છે.
આલિયા ભટ્ટના પ્રોડક્શન બેનર ઇટર્નલ સનશાઇન પ્રોડક્શન્સની આ ફિલ્મ સીન ટુ સીન રિમેક નથી. તેમાં મુખ્ય આઇડિયાને જાળવી રાખી અલગ સ્ટોરી લખવામાં આવી રહી છે જેથી તે મૂળ ફિલ્મથી અલગ બની રહે. અભિષેક પાઠકની ‘દૃશ્યમ ટુ’ હીટ ફિલ્મ હતી.‘દૃશ્યમ થ્રી’ની રિલિઝ બાદ અભિષેક પાઠકનો નિર્દેશક તરીકે આ મોટો પ્રોજેક્ટ બની રહેશે. આલિયા ભટ્ટની એકટ્રેસ તરીકે આગામી ફિલ્મોમાં ‘લવ એન્ડ વોર’ અને ‘તુમ્બાડ ટુ’ મુખ્ય છે.

