Canadaમાં કોમર્શિયલ પાઈલટ લાયસન્સ મેળવવા માટે ૨૦૦ કલાકનું ફ્લાઈટ ટાઈમ (ઉડાનનો સમય) પૂર્ણ કરવું જરૂરી
Canada તા.૨૩
Canadaમાં મોટી સંખ્યામાં ભારતીય પરિવાર વસવાટ કરે છે. એક માઠા વાવડ કેનેડાથી સામે આવ્યા છે જેમાં વાનકુવરમાં રહેલા બે ભારતીય વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. ફ્લાઈટ ટ્રેનિંગ દરમિયાન વિમાન અકસ્માતમાં આ મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બન્ને ભારતીય મૂળના છે અને તેનું નામ મનોજ શિવકુમાર તથા શ્રીસરણ તિરૂગ્નાનસંબંથમ હોવાનું જાણવા મળ્યું છે. મનોજ કુમાર અને શ્રીસરણ છેલ્લા કેટલાક સમયથી કેનેડના વાનકુવરમાં રહેતા હતા. ભારતીય દૂતાવાસે પણ આ અંગે પુષ્ટિ કરી છે. બન્ને વિદ્યાર્થીઓના મોત પર એમના પરિવારજનોએ શોક વ્યક્ત કર્યો છે.
ભારતીય દૂતાવાસે એક ટિ્વટ કરીને આ અંગેની વિગત શૅર કરી છે. વિમાન ક્રેશમાં આ બન્ને ભારતીયોના મોત નીપજ્યા છે. શિવકુમાર તમિલનાડુનો રહેવાસી છે જ્યારે શ્રીસરણ પોંડીચેરીનો હોવાનું જાણવા મળ્યું છે. ભારતીય દૂતાવાસ બન્નેના નિધન પર દુઃખ વ્યક્ત કરે છે. આ કઠિન સમયમાં અમારી સંવેદના એમના પરિવારજનો સાથે છે. બન્નેના મૃતદેહના ભારત લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ માટે એમના પરિવારજનોએ પણ ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો છે. આ માટે ભારતીય દૂતાવાસ પણ દરેક સંબંધિત મદદ કરવા માટે તૈયાર છે.એક રિપોર્ટ અનુસાર સસ્કેચેવાન પાસે હર્વસ એર કંપનીનું એક વિમાન ક્રેશ થયું હતું. આ ઘટનામાં બે વિદ્યાર્થીઓના મોત નીપજ્યા હતા. વિમાન રજીસ્ટર કરનારી કંપની એક ફ્લાઈટ સ્કૂલ પણ ચલાવે છે.
‘હાર્વ્સ એર’ ના પ્રમુખ એડમ પેનરના નિવેદનને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વિમાનમાં બે લાયસન્સ પ્રાપ્ત પાઇલટ્સ સવાર હતા. તેઓએ તેમના કોમર્શિયલ પાઇલટ લાયસન્સ માટે જરૂરી ‘ફ્લાઇટ અવર્સ’ (ઉડાનના કલાકો) પૂરા કરવાના હેતુથી, કાર્લાઇલ (સસ્કાચેવન) થઈને રેજીનાથી સ્ટેઇનબેક (મેનિટોબા) સુધીની રાત્રિ-ઉડાન માટે આ વિમાન ભાડે લીધું હતું. જ્યારે વિમાન સમયસર ઉતર્યું નહીં, ત્યારે શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું. લગભગ આઠ કલાક બાદ વિમાનનો કાટમાળ મળી આવ્યો. કેનેડામાં કોમર્શિયલ પાઈલટ લાયસન્સ મેળવવા માટે ૨૦૦ કલાકનું ફ્લાઈટ ટાઈમ (ઉડાનનો સમય) પૂર્ણ કરવું જરૂરી છે. આ વિમાન રેજીના ( જવા માટે રવાના થયું હતું અને સવારે ૧૦.૩૦ વાગ્યે સ્ટેઈનબેક પહોંચવાનું હતું. જ્યારે વિમાન ત્યાં ન પહોંચ્યું, ત્યારે ‘ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ ઓફ કેનેડા’ને જાણ કરવામાં આવી.

