ચૂંટણી અભિયાન દરમિયાન ઇમિગ્રન્ટ વિરોધી કથાઓ અને જાતિવાદ વારંવાર સામે આવી રહ્યા છે
Washington, તા.૨૩
Americaના ટેક્સાસમાં ભગવાન હનુમાનની ૯૦ ફૂટ ઊંચી પ્રતિમા ફરી એકવાર રાજકીય અને ધાર્મિક ચર્ચાનું કેન્દ્ર બની છે. કન્ઝર્વેટીવ યુટ્યુબર અને સ્છય્છ કાર્યકર્તા જેસી હ્યુજીસે સોશિયલ મીડિયા પર પ્રતિમાનો ફોટો શેર કરીને લખ્યું, “બાય ધ વે, જ્યારે આપણે જીતીશું, ત્યારે આપણે તેને તોડી નાખીશું.” આ પોસ્ટે એક જૂના વિવાદને ફરીથી ઉશ્કેર્યો.
હિન્દુ સંગઠનો, નિવૃત્ત સૈનિકો અને ભારતીય-અમેરિકન સમુદાયે આ ટિપ્પણીની ધાર્મિક દ્વેષને ઉશ્કેરવા અને દેશભક્તિ વિરોધી મુદ્દા તરીકે ટીકા કરી છે.ટેક્સાસના શુગરલેન્ડમાં અસ્થાલક્ષી મંદિર ખાતે સ્થાપિત આ “સ્ટેચ્યુ ઓફ ધ યુનિયન” ઓગસ્ટ ૨૦૨૪માં તેની પ્રાણપ્રતિષ્ઠાથી જ વિવાદોમાં રહી છે, જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પના કન્ઝર્વેટિવ સમર્થકોના એક વર્ગે તેને “બિન-ખ્રિસ્તી” ગણાવી હતી. આ વિવાદ ત્યારે જાતિવાદી વળાંક લીધો જ્યારે સ્છય્છ (મેક અમેરિકા ગ્રેઈટ અગેઈન) કાર્યકર્તા અને કન્ઝર્વેટિવ યુટ્યુબર જેસી હ્યુજીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર આ પ્રતિમાનો ફોટો શેર કરીને લખ્યું કે, “જ્યારે અમે જીતીશું, ત્યારે અમે આને તોડી પાડીશું.” તેના આ નિવેદન સામે હિન્દુ સમુદાય અને ચિંતકો તરફથી ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
અમેરિકી આર્મી વેટરન અને અમેરિકન-હિન્દુ રુચિર બક્ષીએ હ્યુજીસની ટિપ્પણીને બિનદેશભક્તિપૂર્ણ અને હિન્દુ ધર્મ સામે જોખમ સમાન ગણાવી હતી. ઉત્તર અમેરિકાના હિન્દુઓના ગઠબંધનએ પણ આ ખુલ્લા ધાર્મિક પક્ષપાત સામે લડવાની જાહેરાત કરી ટેકો આપ્યો હતો. ટેક્સાસ એક દાયકાઓથી રિપબ્લિકન પાર્ટીનો ગઢ રહ્યો છે અને ત્યાં ૫ લાખથી વધુ ભારતીય-અમેરિકનો વસે છે.આ ચૂંટણી અભિયાન દરમિયાન ઇમિગ્રન્ટ વિરોધી કથાઓ અને જાતિવાદ વારંવાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં રિપબ્લિકન નામીની બો ફ્રેન્ચે પણ યુનિવર્સિટી ઓફ ટેક્સાસના એક ફૂટબોલ મેચના ફોટો પર દક્ષિણ એશિયન મૂળના વિદ્યાર્થીઓ સામે જાતિવાદી ટિપ્પણી કરી હતી, જેની સેનેટર જ્હોન કોર્નિન અને ડેમોક્રેટિક નેતા હકીમ જેફરીઝ સહિતના દિગ્ગજોએ આકરી ટીકા કરી હતી.

