ગુજરાત યુનિ.ના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ બંને પ્રોજેક્ટના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર પદેથી રાજીનામું આપ્યું છે
Ahmedabad, તા.૨૩
છેલ્લા કેટલાક સમયથી Gujarat Universityના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે કૌભાંડના આક્ષેપો થઈ રહ્યા છે. જેમાં યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ હોય કે વિદેશ પ્રવાસ દરમિયાન પોતાની અંગત ચીજ વસ્તુઓ ગુજરાત યુનિવર્સિટીના પૈસા ખર્ચીને લીધી હોવાના આક્ષેપ લાગી રહ્યા છે. આ વિવાદમાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાએ ૧૪ કરોડથી વધુની રકમ પરત કરી દીધી છે. નીરજા ગુપ્તાએ ઁસ્ત્નફદ્ભ અને બ્રેઈન મેપિંગ પ્રોજેક્ટ હેઠળ મળેલી ગ્રાન્ટમાંથી ગુજરાત યુનિમાં ૧૪ કરોડથી વધુની રકમ જમા કરાવી દીધી છે. ઁસ્ત્નફદ્ભ અને બ્રેઈન મેપિંગ પ્રોજેક્ટ હેઠળ નીરજા ગુપ્તાના પર્સનલ એકાઉન્ટમાં કરોડો રૂપિયા જમા થયા હતા. નીરજા ગુપ્તાએ ઁસ્ત્નફદ્ભ અને બ્રેઈન મેપિંગ પ્રોજેક્ટના પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર તરીકે પણ રાજીનામું આપ્યું છે. કુલપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ તેઓ પ્રોજેક્ટમાં પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે સક્રિય હતા. તેમણે રીટાયર્ડ જજ દીપક વ્યાસની કમિટીની તપાસ વચ્ચે રૂપિયા પરત કરી રાજીનામું આપ્યું છે.
આ આક્ષેપો અંગે યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિએ જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટીમાં ચાર વર્ષમાં ખોટી રીતે જે ફંડ ગયું છે, જે મામલે ગુજરાત યુનિવર્સિટી રીટાયર્ડ જજ દીપક વ્યાસ તપાસ શરૂ કરી છે. પૂર્વ કુલપતિ સામે કૌભાંડના આક્ષેપની આ મેટર પણ તપાસ કમિટી સમક્ષ છે. વહીવટી બાબતના નિર્ણય નિયમ પ્રમાણેની નિમણૂક અંગે રિપોર્ટ આવશે. કમિટીએ જે વિવાદ છે તેની કોપી અને બીજા ડોક્યુમેન્ટ પણ કમિટીને આપવામાં આવ્યા છે.
આ અંગે પૂર્વ સિન્ડિકેટ મેમ્બર ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે, ૨ મે ૨૦૨૫ના રોજ મળેલી બાંધકામ સમિતિની બેઠકમાં ખર્ચ માટે મંજૂરી અપાઈ હતી. પરંતુ ૩ મેના રોજ મળેલી સિન્ડિકેટ બેઠકમાં બાંધકામ ખર્ચની દરખાસ્ત જ ગાયબ કરી દેવાઈ હતી. ત્યાર બાદ જુલાઈ મહિનામાં સિન્ડિકેટની બેઠક વગર ૩૦ કરોડ રૂપિયા જેટલો ખર્ચ મંજૂર કરી દેવામાં આવ્યો હતો. નિયમો અનુસાર, સિન્ડિકેટની મંજૂરી વગર કોઈ ખર્ચ મંજૂર થઈ શકે જ નહીં. ત્યારે આવા આડેધડ વહીવટને કારણે એક બાદ એક આરોપોની હારમાળા શરૂ થતા ગુજરાત યુનિવર્સિટી વિદ્યાનું ધામ નહીં પરંતુ કૌભાંડોનું ધામ બની હોય તેવું લાગી રહ્યું છે.

