Rajkot તા.૨૩ઃ
વિદ્યાર્થીઓમાં નવીન વિચારો અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી, પડધરી સ્થિત કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આચાર્યશ્રી ડૉ. કે. જી. છાયા સાહેબના માર્ગદર્શન હેઠળ તારીખ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ સવારે ૦૯ઃ૦૦ થી બપોરે ૦૧ઃ૩૦ કલાક દરમિયાન ઠજ્ઞસિતવજ્ઞા જ્ઞક્ષ ઈંમયફ ૠયક્ષયફિશિંજ્ઞક્ષ ઙજ્ઞઈ ઙજ્ઞિાજ્ઞતફહ ઠશિશિંક્ષલ ીક્ષમયિ જજઈંઙ ૨.૦‘ શીર્ષક હેઠળ એક ભવ્ય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહત્વપૂર્ણ વર્કશોપમાં કોલેજના કુલ ૬૧ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર હાજરી આપીને સ્ટાર્ટઅપ અને બિઝનેસ અંગેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે રાજ્યના ખ્યાતનામ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપના મુખ્ય નિષ્ણાત વક્તા શ્રી પ્રહર અંજારિયા સાહેબે નસ્ત્રઉદ્યોગ સાહસિકતા સપનાથી સફળતા સુધીની સફરસ્ત્રસ્ત્ર વિષય પર પોતાનું વક્તવ્ય આપીને વિદ્યાર્થીઓને પોતાના નાના વિચારોને વાસ્તવિક અને મોટા બિઝનેસમાં ફેરવવાની પ્રેરણા પૂરી પાડી હતી. ત્યારબાદ, શિક્ષણ અને રિસર્ચ જગતના અગ્રણી નિષ્ણાતો ડૉ. ગુરુદત્ત પી. જપી સાહેબ અને ડૉ. ભાવિક પંચાસરા સાહેબે બિઝનેસ પ્લાન તૈયાર કરવા માટે વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક અને સચોટ માર્ગદર્શન આપ્યું હતું. આ માર્ગદર્શન થકી વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આર્થિક આયોજન સાથે પોતાના સ્ટાર્ટઅપને કઈ રીતે સફળ બનાવી શકે તેની ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નોત્તરીમાં સક્રિય રસ દાખવી તજજ્ઞો પાસેથી ભવિષ્યમાં શરૂ કરવામાં આવનાર બિઝનેસ મોડલ વિશે માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું. આ વર્કશોપના અંતે કુલ ૧૨ જુદા જુદા નવા ગ્રુપની રચના કરી નવા પ્રોજેક્ટ લખવા માટે વિદ્યાર્થીઓ તૈયાર થયા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પૂર્વેશ વૈદ્ય, ડૉ. જગમાલ કરંગીયા, ડૉ. પૂર્વીબેન પરમાર તથા ડૉ. ભાવેશ ચાંદેગરા દ્વારા કરવામાં આવ્યું હતું.

