( હિતેશ જોષી )
Una તા.૨૩ઃ
રેન્જ ડી. આઇ. જી. પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા અને ઉના વિભાગ ના ડી. વાય.. એસ. પી. એમ. એફ. ચૌધરી ની સૂચના થી નવાબંદર મરીન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર જે. જે. પરમાર, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ કાનાભાઇ ગોહિલ, પો. કો. વિજયભાઈ દુદાભાઈ ચૌહાણ, સંજયભાઈ વીરા ભાઈ વાળા અને મહિલા પોલીસ અંજુબેન ડાયા ભાઈ જાદવ બાતમી ના આધારે ઉના તાલુકા ના પાલડી ગામે માતાજી ના મંદિર પાસે આવેલ કવિતાબેન મોહનભાઇ સોલંકી ના મકાન સામે ખુલ્લા ફળીયા મા અમુક શખશો અને મહિલા રૂપિયા ની હાર જીત નો જુગાર રમતા હોય રેડ કરતા જુગાર રમતા અરજણ વીરાભાઈ સોલંકી, જગદીશ ચનાભાઈ બાંભણિયા, ધીરુ પુનાભાઈ રાઠોડ, ધર્મેશ પુંજાભાઈ સોલંકી,બાલા અરજણભાઈ વાજા,આશિષ જેસાભાઈ સોલંકી, કાના ડાયાભાઈ સોલંકી, ભરત ભીમાભાઇ સોલંકી, પરેશ પરબતભાઈ સોલંકી, કવિતાબેન મોહનભાઈ સોલંકી, ગીતાબેન જેસાભાઈ સોલંકી તમામ રહેવાસી પાલડી તાલુકો ઉના કુલ ૧૨ જુગારીઓને જુગારનું સાહિત્ય તેમજ રોકડા રૂપિયા એક લાખ ૨૧ હજાર ૪૦૦ સાથે પકડી નવાબંદર મરીન પોલીસ સ્ટેશન લાવી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

