જેટકોના કર્મચારી પ્રદીપ વારા, એપ્રેન્ટીસ ક્રિશ ચુડાસમા અને ભંગારના વેપારી જાવીદ મોદી અને ડ્રાઈવર સોહીલ ભુવર પાસેથી રૂ.૧૨.૨૦ લાખનો મુદ્દામાલ કબજે
Visavadar તા.૨૩ઃ
વિસાવદર-બગસરા રોડ પર આવેલ ૨૨૦ ઊંટ જેટકો સબ સ્ટેશનમાંથી રૂ. ૪,૮૫,૦૦૦ની કિંમતનો આશરે ૫ ટન એલ્યુમિનિયમ કંડક્ટર ચોરી થયાની ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. સબ સ્ટેશનના જ બે કર્મચારીઓ સહિત ચાર શખ્સોને ઝડપી પાડી ૫૦૫૦ કિલો કંડક્ટર સહિત રૂ. ૧૨.૨૦ લાખનો મુદ્દામાલ રીકવર કર્યો છે.વિસાવદર-બગસરા રોડ ઉપર આવેલ ૨૨૦ ઊંટ જેટકો સબ સ્ટેશનમાં રૂ.૪,૮૫,૦૦૦ ની કિંમત નો આશરે ૫ ટન એલ્યુમીનીયમ કંડક્ટર ચોરીની વિસાવદર પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ કરવામા આવેલ અને સદર વણ શોધાયેલ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ વડી કચેરી ખાતેથી મળેલ મીલકત વિરૂદ્ધના ચોરી, લુંટ, ઘરફોડ, ચીલ ઝડપ વિગેરે બનાવઓમા સતર્કતા રાખી તાત્કાલીક કાર્યવાહી કરવા સુચના કરવામા આવેલ હોય
જે અન્વયે વિસાવદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.પટેલના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને ટેકનીકલ તથા હ્યુમન સોર્સના માધ્યમથી ગણતરીના કલાકોમા ઉપરોક્ત ગુનાનો ભેદ ઉકેલી તમામ આરોપીને પકડી પાડી, ચોરીમા ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી આરોપી વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામા આવેલ છે. માંગરોળનો પ્રદીપ રમેશભાઈ વારા ધોબી, નોકરી(ઊ.અ. ૨૨૦ કે.વી. જેટકો સબ સ્ટેશન વિસાવદર) અને ક્રીશ રવજીભાઈ ચુડાસમા, ધોબી,(એપ્રેન્ટીસ, ૨૨૦ કે.વી. જેટકો સબ સ્ટેશન વિસાવદર) અને જાવીદભાઇ સીતારભાઈ મોદી, ઘાંચી, (ધંધો.ભંગારનો, રહે વિસાવદર)અને સોહીલ યુનુસભાઇ ભુવર, ઘાંચી ( ડ્રાઇવીંગ, રહે.વિસાવદર) ની ધરપકડ કરી એલ્યુમીનીયમ કંડક્ટર ૫૦૫૦ કીલો, ચાર મોબાઈલ અને વાહન મળી રૂપિયા ૧૨.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.વિસાવદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.પટેલ, કોન્સ. રાકેશભાઈ ડોબરીયા, પ્રદીપભાઈ વાળા, જીજ્ઞેશભાઈ ભેડા તથા મહીપતસિંહ ભલગરીયા અને રજનીકભાઈ વાડદોરીયા વિગેરે સ્ટાફ દ્વારા કામગીરી કરવામા કરવામાં આવી હતી.

