ગોચરના દબાણની ટીડીઓ કચેરીમાં કરેલી અરજી પાછી ખેંચવા અને કાર્યવાહી ન કરવા માટે માંગી પતી લાંચ, અગાઉ ૧.૭૫ લાખ લઈ ચૂક્યો હતો
લીમડા ચોક પાસે ૩.૫૦ લાખ સ્વીકારતા જ અઈઇએ દબોચ્યો કરશન સોલંકી સામે ગુનો નોંધી કાર્યવાહી
Junagadh તા.૨૩ઃ
જુનાગઢ એસીબી દ્વારા સફળ છટકું ગોઠવી શખ્સને રૂ. ૫.૨૫ લાખની લાંચ લેતો શખ્સ રંગેહાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ બનાવને પગલે ભષ્ટ અધિકારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે
એ.સી.બી. માંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢના વૃંદાવન નગર સોસાયટી, મધુરમ બાયપાસ ખાતે રહેતા આરોપી કરશનભાઈ ઘેલાભાઈ સોલંકી (ઉ.વ. ૫૪) એ ફરિયાદીના ભત્રીજા વિરુદ્ધ ગોચરમાં દબાણ કર્યાની ટી.ડી.ઓ. કચેરીમાં અરજી કરી હતી. આ અરજી પાછી ખેંચી લેવા તેમજ તલાટી અથવા ટી.ડી.ઓ. કચેરી તરફથી કોઈ કાર્યવાહી ન થાય તે માટે આરોપી એ ફરિયાદી પાસેથી કુલ રૂ. ૫.૨૫ લાખની લાંચની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે.
તથા આ રકમ પૈકી આરોપીએ અગાઉ રૂ. ૨૫ હજાર અને ત્યારબાદ રૂ. ૧.૫૦ લાખ લીધા હતા. અને બાકીની રૂ. ૩.૫૦ લાખની રકમ તા. ૨૨/૦૯/૨૦૨૬ ના રોજ લેવાની હતી.આ અંગે જાગૃત નાગરિક દ્વારા એ.સી.બી.ને ફરિયાદ કરવામાં આવતા જુનાગઢ એ.સી.બી. એકમ દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને છટકા દરમિયાન શહેરના લીમડા ચોક, દિવાન ચોકની બાજુમાં જાહેર રોડ પર ફરિયાદી પાસેથી આરોપી કરશનભાઈ સોલંકીએ રૂ. ૩.૫૦ લાખની લાંચની રકમ સ્વીકારતાં એ.સી.બી.ની ટીમે આરોપીને લાંચની સંપૂર્ણ રકમ રૂ. ૩.૫૦ લાખ સાથે રંગેહાથ ઝડપી લઇ, લાંચની રકમ પણ રિકવર કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી જુનાગઢ એ.સી.બી. એકમની ટ્રેપીંગ ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ મામલે જુનાગઢ એ.સી.બી. એકમ એ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

