Rajkot તા.૨૪ઃ
શહેરમાં રહેતી પરિણીતાએ ચડત ભરણપોષણ ૯૦,૦૦૦ મેળવા કરેલી અરજી કરી હતી.જેમા કોર્ટના હુકમનો અનાદર કરી ભરણપોષણ નહિ ચૂકવનાર અમદાવાદ સ્થિત પતિને અદાલતે ૯૦ દિવસની સજા ફટકારતો હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રહેતા અરજદાર રંજનબેન નયનભાઈ પરમારે અમદાવાદ સ્થિત પોતાના પતી નયનભાઈ પરસોતમભાઈ પરમાર ભરણપોષણ મેળવવા ફેમીલી કોર્ટમા અરજી કરી હતી. કોર્ટે અરજદારની અરજી મંજુર કરી અરજદારને માસીક રૂ.૧૦ હજાર ચુકવવા પતિને હુકમ કર્યો હતો. જે હુકમનુ પતિએ પાલન નહિ કરતા અરજદારે તેમના એડવોકેટ અમીત ગડારા મારફત ચડત ભરણપોષણની રકમ રૂ.૯૦ હજાર મેળવવા રાજકોટની ફેમીલી ર્કોર્ટમા અરજી કરી હતી. જે અરજી ચાલવા ઉપર આવતા અરજદારના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે ચડત ભરણપોષણની બાકી રકમ રૂ.૯૦ હજાર નહીં ચૂકવનાર પતિને ૯૦ દિવસની સાદી કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે. અરજદાર વતી પી એન્ડ આર લો ચેમ્બરના એડવોકેટ અલ્પેશ પોકીયા, અમીત વી. ગડારા, ભાર્ગવ જે. પંડયા, પરેશ મૃગ, ડેનીશ વીરાણી, ભાર્ગવ જે. પંડયા અને કેતન જે. સાવલીયા રોકાયા હતા

