સૌરાષ્ટ્ર પ્રાંતનાં ૨૬ જિલ્લાઓના આશરે ૨૦૦ પ્રખંડોની સમિતિ સાથે દરેક પ્રખંડમાં ૧૦ ગ્રામ સમિતિ નિમાશે :પ્રાંત સહમંત્રી ભાવેશ ઠકકર
Rajkot તા.૨૫ઃ
વિહિપનાં અશોક સિંહલના જન્મ શતાબ્દી વર્ષ નિમિતે સૌરાષ્ટ્ર પ્રાંત વિહિપ દ્વારા આગામી તા.૨૭ને રવિવારે બપોરે ૪ કલાકે વિહીપના કેન્દ્રીય મંત્રી ગોપાલની ઉપસ્થિતિમાં સંગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરાયું છે.
રાજકોટ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી ભાવેશભાઈ ઠકકર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શ્રધ્ધેય અશોકજી સિંહલના જન્મ શતાબ્દી વર્ષ નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સંગઠનાત્મક તથા સામાજીક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વાર્ષિક કાર્યક્રમ યોજનાના ભાગરૂપે સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠનાત્મક વિકાસ માટે વિવિધ લક્ષ્યાંકો નિર્ધારિત કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર પ્રાંત અંતર્ગત આવતા ૨૬ જીલ્લાઓના આશરે ૨૦૦ પ્રખંડોની સમિતિઓ પૂર્ણ કરવી તથા પ્રખંડમાં ઓછામાં ઓછા ૧૦ ગ્રામ સમિતિઓનું નિર્માણ કરવાનું લક્ષ્ય નકકી કરવામાં આવ્યું છે. ઉપરાંત, દરેક પ્રખંડમાં નિયમીત માસિક વર્ગ તથા માસીક બેઠક યોજાય તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં પ્રાંત સ્તરીય સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવશે. વિશેષ સંપર્ક, વિદ્યા પ્રકોષ્ઠ તથા માતૃશકિત આયામ દ્વારા વિભાગ સ્તરે સંગોષ્ઠી યોજાશે. તા.૩૧ ઓકટોબરે તમામ આયામો દ્વારા સત્સંગનું આયોજન કરી આ દિવસને સત્સંગ દિવસ તરીકે ઉજવવામાં આવશે. ગૌરક્ષા અને ગૌસંવર્ધન આયામ દ્વારા નવેમ્બર મહિનામાં સૌરાષ્ટ્ર પ્રાંતના કોઈપણ બે પ્રખંડોમાં ગૌભકત સંમેલન યોજાશે.
નૈતિક શિક્ષા આયામ દ્વારા ડીસેમ્બર મહિનામાં પ્રાંતના કોઈ એક સ્થળે વેદ વિદ્યાલય સંમેલન યોજાશે. પ્રચાર પ્રસાર આયામ તથા હિન્દુ સંદેશ ટોળી દ્વારા વિશેષ અંકનું વિમોચન કરવામાં આવશે તેમજ નવેમ્બર મહિનામાં પ્રાંત તથા વિભાગ કેન્દ્રો પર પ્રચાર પ્રસાર ટોળી આયામ દ્વારા સંગોષ્ઠી યોજાશે. સેવા આયામ, ધર્મપ્રચાર આયામ તથા ધર્માચાર્ય સંપર્ક આયામ દ્વારા દરેક પ્રખંડની સેવાવસ્તી તથા સંવેદનશીલ વિસ્તારોમાં સંતોના પ્રવાસનું આયોજન ૨૧થી ૩૧ ડીસેમ્બર દરમિયાન કરવામાં આવશે. સામાજીક સમરસતા આયામ, બજરંગદળ આયામ તથા ધાર્મિક યાત્રા સંઘ આયામ દ્વારા વિભાગ સ્તરે સમરસતા યાત્રાનું આયોજન ૨૦થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવશે. ધર્માચાર્ય સંપર્ક આયામ માર્ચ મહિનામાં વિભાગ સ્તરે સંત સંમેલન યોજાશે. મંદિર અર્ચક-પુરોહિત, વિશેષ સંપર્ક તથા સામાજીક સમરસતા આયામ દ્વારા જુન મહિનામાં જીલ્લા સ્તરે સામાજીક સદભાવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેમ અંતમાં સહમંત્રી ભાવેશભાઈ ઠકકરે જણાવ્યું હતું.
પત્રકાર પરિષદમાં સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ભુપતભાઈ ગોવાણી, રાજકોટ વિભાગ મંત્રી પરેશભાઈ રૂપારેલીયા, સહમંત્રી દિપકભાઈ ગમઢા, કાર્યકરો વિનયભાઈ કારીયા, પંકજભાઈ તાવીયા, રાજુભાઈ ઉમરાણીયા, મૌલીકભાઈ દાવડા, કુલદીપભાઈ વિસાણી, આલાપ બારાઈ, હેનિલસિંહ પરમાર, મનિષાબેન પંડયા, સોનલબેન ચારણીયા, કુલદીપ વિસાણી, રેખાબેન સંગારખા, હર્ષભાઈ, અજય વાડોલીયા, નિતીન માધવાચાર્ય, ધનરાજ રાઘાણી, રવિ પાટડીયા, મૌલીક ધોળકીયા, રવિન્દ્ર બડગુજર, ભાવિક ભટ્ટ વિ. ઉપસ્થિત રહ્યા હતા.

