રેસકોર્ષ ગ્રાઉન્ડમાં વિશાળ જર્મન ડોમ ઉભો કરાયો ,ભાવિકો માટે કથા શ્રવણની બેઠક વ્યવસ્થા, પાર્કીંગ, પાણી, એલઈડી સ્ક્રીન સહિતની સુવિધા
Rajkot તા.૨૫ઃ
શ્રી સનાતન યુવા કથા સમીતી રાજકોટ દ્વારા ત્રિ-દિવસીય યુવા કથાનું તારીખ ૨૮,૨૯,૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલું છે જેમાં વિશ્વવિખ્યાત આંતરરાષ્ટ્રીય કથાકાર જયા કિશોરીજીના વ્યાસાસને આ યુવા કથા યોજાશે.
રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં વરસાદી સીઝનને ધ્યાનમાં લઈને રાજકોટની ધર્મ પ્રેમી જનતાને તકલીફ ના પડે તે માટે ૫૦૦ ફુટ લાંબા જર્મન ડોમની વ્યવસ્થા કરવામાં આવેલી છે. કુલ વીસ હજારથી વધારે લોકો બેસી શકે તેવી વ્યવસ્થાની સાથે આઠ અલગ ગેટ મુકવામાં આવેલ છે. પચાસ ફુટ ડ સો ફુટના ભવ્ય અને આકર્ષક સ્ટેજ પરથી દરરોજ અલગ અલગ કાર્યક્રમોની વણઝાર યોજાશે.
૫૦થી વધુ સીસીટીવી કેમેરા, એલઈડી સ્ક્રીન, આકર્ષક સાઉન્ડ, પાણી અને ટોયલેટ બ્લોકની સુંદર વ્યવસ્થા, બાઉન્સર અને સીકયુરીટી ગાર્ડ, રેસકોર્ષ ગ્રાઉન્ડમાં સુંદર પાર્કીંગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા કુલ સમીતીના ૧૧૯ આયોજકો જેમને આ કથાની સંપૂર્ણ જવાબદારી સંભાળી છે. જેમાં રાજકોટના નામાંકીત શ્રેષ્ઠીઓ, સમાજ અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદોનો સમાવેશ કરાયો છે.
જેમાં ભરત દોશી, વિજય વાંક, યોગીન છનીયારા, દેવ કોરડીયા, મૌલેશભાઈ ઉકાણી, મનીષભાઈ માદેકા, હરીશભાઈ લાખાણી, ગુણુભાઈ ડેલાવાળા, મુકેશભાઈ દોશી, યોગેશભાઈ પુજારા, પરેશભાઈ ગજેરા, ડી.વી.મહેતા, હિરેનભાઈ ખીમાણીયા, અમુભાઈ ભારદીયા, રાજદીપસિંહ જાડેજા, રાજાભાઈ વાવડી, ઘનશ્યામભાઈ હેરભા, જયેશભાઈ ઉપાધ્યાય, ચંદ્રકાંતભાઈ શેઠ, ભીખાભાઈ કેશવાલા, શૈલેષભાઈ જાની, દીપકભાઈ બેસ્ટ, સુજીતભાઈ ઉદાણી, જયભાઈ ખારા, બંકીમભાઈ મહેતા, મયુરધ્વજસિંહ જાડેજા, કાંતિભાઈ ભૂત, રાજવીરસિંહ વાળા, કૃષ્ણસિંહ જાડેજા, ધીરુભાઈ ડોડીયા, ચંદુભા પરમાર, પીન્ટુભાઈ બોમ્બે સુપર, ઉદયભાઈ હુમ્બલ, સુરેશભાઈ ડેર, અવધેશભાઈ કાનગડ, હાર્દિકભાઈ કાનગડ, રાજુભાઈ પોબારૂ, મિલન કોઠારી, દિલીપભાઈ સખીયા, વીરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠકકર, અમીતભાઈ ત્રાંબડીયા, સુરેશભાઈ ઓગળજા, બીપીનભાઈ બેરા, બાલાભાઈ વાછાણી, ભરતભાઈ ડઢાણીયા, તીર્થરાજસિંહ ગોહિલ, મેહુલભાઈ નથવાણી, મહેશભાઈ ચૌહાણ, સુનિલભાઈ કોઠારી, વિભાસભાઈ શેઠ, રાજેશભાઈ મોવલીયા, વી.પી.વૈષ્ણવ, પરિમલભાઈ પરડવા, ડોકટર હિરેનભાઈ વિસાણી, હિતેશભાઈ નિમાવત, ડી.કે.કોઠારી, નીરવભાઈ બારોટ, નીરવભાઈ રાયચુરા, જસવંતસિંહ જાડેજા ઘંટેશ્વર, હાર્દિકભાઈ કુગસીયા, વાસુરભાઈ હુંબલ, કેયુર રૂપારેલ, બ્રિજેશ પટેલ, રવિભાઈ વેકરીયા, અભિષેકભાઈ વાળા, મિતુલભાઈ ગોસ્વામી, અભિષેકભાઈ અઢીયા, પાર્થભાઈ ચૌહાણ, નૈમિશભાઈ પરસાણા, વિરેન્દ્રભાઈ જસાણી, નિખિલ પોપટ, રાજુભાઈ મકવાણા વિ. સનાતન યુવા કથા સમીતી જહેમત ઉઠાવી રહી છે.

