Rajkot તા.૨૫ઃ
શહેરના ભગવતી પરામાં રહેતી ૨૭ વર્ષીય પરણીતાએ આજે સવારે ગ્રહકલેશના કારણે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી તાત્કાલિક ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ઘટનાની જાણ હતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો વધુ તપાસ હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ શહેરમાં દિવસે અને દિવસે આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને નાની નાની બાબતે વ્યક્તિઓ અમૂલ્ય જીવનને મોતના ખપરમાં હોમી રહ્યા છે ત્યારે ભગવતી પરા શેરી નંબર ચારમાં રહેતી કોમલબેન વિપુલભાઈ બેરડીયા ઉંમર વર્ષ ૨૭ વર્ષીય પરણિતએ આજે સવારે ૯૦૦ વાગે આ પાસપાસ પોતાના ઘરે હતી ત્યારે ગ્રહ કલેશ ના કારણે ગળેફાંસો ખાઇ આપઘાત નો પ્રયાસ કર્યો હતો જેથી તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો આ અંગે પરણીતાએ ગૃહકલેશના કારણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે તેમજ પરણિતાના પતિ રેલવે વિભાગમા નોકરી કરતા હોય અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

