સિક્યુરિટી સ્ટાફનું અમુક વાહન ધારકો ગાંઠતા ન હોય અને બળજબરીપૂર્વક વાહન પાર્કિંગ કરતા હોય
સગાને દર્દીની પીડાની ચિંતા તો બીજી તરફ દંડ અપાતા પોલીસે પીડા વધારી હોવાનો કચવાટ
Rajkot તા.૨૫ઃ
શહેરમાં સૌરાષ્ટ્ર એક માત્ર સિવિલ હોસ્પિટલમાં આજુબાજુ જિલ્લા માંથી દર્દીઓ સારવાર અને નિદાન માટે આવતા હોય છે અને પીડીયુ સિવિલ હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગ કરતા હોવાથી રસ્તા પર ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે અને સિવિલ હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગ બાબતે સિક્યુરિટી સ્ટાફ સાથે અવારનવાર ઝઘડાઓ થતા હોય છે અને અમુક વ્યક્તિઓ દ્વારા સિક્યુરિટી સ્ટાફ સાથે ઘર્ષણ થતું હોય અને સિક્યુરિટીનું ગાંઠતા ન હોય અને બળજબરી પૂર્વક પોતાનું વાહન આડેધડ પાર્કિંગ કરી જતા રહેતા હોય છે ત્યારે આજે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસની ટોઈંગવાને સિવિલ હોસ્પિટલમાં રાઉન્ડ લગાવી ને આડેધડ પાર્કિંગ કરનાર લોકોના વાહનને ડીટેન અને અમુક વાહન ધારકો સ્થળ પર મેમો અપાયા હતા અને સિવિલ હોસ્પિટલમાં રસ્તા પર વાહન પાર્ક ન કરવા અને સરકારી પાર્કિંગ પોતાનું વાહન પાર્ક કરવા માટે જણાવ્યું હતું તેમજ ટ્રાફિક પોલીસ ટોઈંગ વાન દ્વારા અનેક લોકો ને દંડ અને વાહન ડિટેઇન કરતાં દર્દીઓને સાથે આવેલા સગા એક તરફથી પોતાનાં દર્દી ની આરોગ્ય બાબતથી ચિંતામાં ઘેરાયા હોય બીજી તરફ ટ્રાફિક પોલીસે વાહન જપ્તી અને દંડ અપાતા પોતાની પીડામાં વધારો કરવાનું કામ પોલીસ કરી રહી હોય અને નો પાર્કિંગ ના બોર્ડ ન હોવા છતાં પોલીસે દંડ આપ્યા હોવાની સ્થાનિક લોકોમાં કચવાટ ઉભો થયો હતો

