અમિત ચાવડાની સૂચના અનુસાર આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હોવાનું ઉપપ્રમુખ વિજય દવે દ્વારા જણાવાયું
Gandhinagar, તા.૨૬
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી Gandhinagar મહાનગરપાલિકા ચૂંટણી ૨૦૨૬ માટે પક્ષના અધિકૃત ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર, પક્ષે વધુ ૧૬ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ વિજય દવે દ્વારા એક અખબારી યાદી મારફતે આ માહિતી આપવામાં આવી હતી. અગાઉ પક્ષ દ્વારા ૧૯ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા, આમ નવા જાહેર થયેલા ૧૬ નામો સાથે કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૩૫ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારવાની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે.
નવા જાહેર કરાયેલા ૧૬ ઉમેદવારોમાં ગાંધીનગરના અલગ-અલગ વોર્ડની વિવિધ બેઠકોનો સમાવેશ થાય છે. આ યાદીમાં મહિલાઓ અને પછાતવર્ગના ઉમેદવારોને પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. જેની વોર્ડ પ્રમાણે વિગતો નીચે મુજબ છેઃ
વોર્ડ નંબર ૨ અને ૬ ના ઉમેદવારોઃ વોર્ડ નંબર ૨ માં બેઠક ૧ (અનુસૂચિત જાતિ સ્ત્રી) માટે જાગૃતિબેન મુળચંદભાઈ રાઠોડ, બેઠક ૨ (સામાન્ય સ્ત્રી) માટે ક્રિષ્નાબેન મુકેશજી ઠાકોર, બેઠક ૩ (પછાતવર્ગ) માટે અલ્કેશભાઈ બળદેવભાઈ પરમાર અને બેઠક ૪ (સામાન્ય) માટે સુર્યસિંહજી લક્ષ્મણસિંહજીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે વોર્ડ નંબર ૬ માં બેઠક ૧ (અનુસૂચિત આદિજાતિ સ્ત્રી) પર હંસાબેન લલીતકુમાર નીનામા, બેઠક ૨ (પછાતવર્ગ સ્ત્રી) પર મેઘનાબેન રાજુભાઈ દેસાઈ અને બેઠક ૪ (સામાન્ય) પર કર્મજીતસિંહ વિરેન્દ્રસિંહ વાઘેલાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
વોર્ડ નંબર ૭, ૮ અને ૧૧ ના ઉમેદવારો : વોર્ડ નંબર ૭ ની બેઠક ૧ (પછાતવર્ગ સ્ત્રી) માટે ચંદ્રિકાબેન અમરતજી ઠાકોર, બેઠક ૨ (સામાન્ય સ્ત્રી) માટે સોનલબા અજીતસિંહ ગોલ, બેઠક ૩ (અનુસૂચિત જાતિ) માટે નગીનભાઈ જગદીશભાઈ નાડીયા અને બેઠક ૪ (સામાન્ય) માટે ફેનીલ સુરેશભાઈ પટેલ ચૂંટણી લડશે. વોર્ડ નંબર ૮ માં બેઠક ૧ (પછાતવર્ગ સ્ત્રી) પર માત્ર એક નામ કલ્પનાબેન દિલીપકુમાર સોલંકીની પસંદગી કરાઈ છે. આ ઉપરાંત, વોર્ડ નંબર ૧૧ માં બેઠક ૧ (પછાતવર્ગ સ્ત્રી) માટે સોનલબેન તુષારભાઈ ઠાકોર, બેઠક ૨ (સામાન્ય સ્ત્રી) માટે જ્યોત્સનાબેન જયંતિલાલ સોલંકી, બેઠક ૩ (સામાન્ય) માટે પાર્થકુમાર સુરેશભાઈ પટેલ અને બેઠક ૪ (સામાન્ય) માટે સંજયકુમાર અમરાભાઈ ભરવાડને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કરીને પોતાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. જાહેર થયેલી યાદી સ્પષ્ટ કરે છે કે પક્ષ દ્વારા તમામ જ્ઞાતિ અને વર્ગોને સમાન પ્રતિનિધિત્વ મળે તે રીતે ઉમેદવારોની પસંદગી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. બાકીના ઉમેદવારોના નામ પણ આગામી સમયમાં જાહેર થાય તેવી પૂરી શક્યતાઓ છે.

