Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે

    September 26, 2026

    Jamnagar: લાલપુર તાલુકામાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટના વિવાદે હિંસક વળાંક લીધો, બ્રાંચ હેડ પર હુમલો

    September 26, 2026

    Jamnagarમાં ઓનલાઇન ચલણથી બચવા સ્કૂટરમાં ખોટી નંબર પ્લેટ લગાવી ફરતો ફૈઝલ ઝડપાયો

    September 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે
    • Jamnagar: લાલપુર તાલુકામાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટના વિવાદે હિંસક વળાંક લીધો, બ્રાંચ હેડ પર હુમલો
    • Jamnagarમાં ઓનલાઇન ચલણથી બચવા સ્કૂટરમાં ખોટી નંબર પ્લેટ લગાવી ફરતો ફૈઝલ ઝડપાયો
    • Rajkot: ભક્તિનગર રેલવે સ્ટેશન પર વિશેષ સ્વચ્છતા અભિયાન
    • દરેક Pitru karya અને દરેક તીર્થોમાં પિતૃતર્પણનું મહત્વ છે
    • Morbi: વાંકાનેર નજીક કારખાનાના ગ્રાઉન્ડમાં ટાયર નીચે દબાઈ જતા ટ્રક ચાલકનું મોત
    • Morbi: ટંકારા લતીપર રોડ પર ઓવરટેક કરવા જતા સામેથી આવતા ટ્રકમાં બાઈક અથડાયું, એકનું મોત
    • Morbiમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ કચ્છનો ઇસમ પાસા તળે જેલહવાલે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»૨૦૨૭નો વનડે વર્લ્ડ કપ મારો છેલ્લો હશે : Virat Kohli
    ખેલ જગત

    ૨૦૨૭નો વનડે વર્લ્ડ કપ મારો છેલ્લો હશે : Virat Kohli

    Vikram RavalBy Vikram RavalSeptember 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Virat Kohliએ જણાવ્યું છે કે તેઓ પોતાની આ અંતિમ વૈશ્વિક સ્પર્ધામાં દેશને ટ્રોફી અપાવવા સર્વસ્વ ન્યોછાવર કરી દેશે

    New Delhi, તા.૨૬

    ભારતીય ક્રિકેટ ટીમના રન મશીન અને કરોડો ચાહકોના હૃદયસમ્રાટ વિરાટ કોહલીએ પોતાની નિવૃત્તિને લઈને એક અત્યંત ભાવનાત્મક નિવેદન આપ્યું છે. તાજેતરમાં જ એક મુલાકાત દરમિયાન કોહલીએ સ્પષ્ટતા કરી છે કે વર્ષ ૨૦૨૭માં રમાનારો આઇસીસી વનડે વર્લ્ડ કપ તેમની ઝળહળતી આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેગા ટુર્નામેન્ટ રહેશે. ૨૦૧૧ના વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનો મહત્ત્વનો હિસ્સો રહેલા કોહલીએ જણાવ્યું છે કે તેઓ પોતાની આ અંતિમ વૈશ્વિક સ્પર્ધામાં દેશને ટ્રોફી અપાવવા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેશે.

    આગામી ૨૦૨૭નો વનડે વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની ધરતી પર સંયુક્ત રીતે યોજાવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ ૪ ઓક્ટોબરથી શરૂ થઈને ૨૧ નવેમ્બર સુધી ચાલશે. મોટાભાગની મહત્ત્વપૂર્ણ મેચો દક્ષિણ આફ્રિકામાં રમાવાની છે, જે ભારતીય ચાહકો માટે એક સકારાત્મક પાસું છે કારણ કે દક્ષિણ આફ્રિકાની પિચો પર વિરાટ કોહલીની સરેરાશ (એવરેજ) ૭૬.૩૮ રહી છે. આ વખતે આઇસીસી દ્વારા વર્લ્ડ કપના ફોર્મેટમાં પણ મોટો બદલાવ કરવામાં આવ્યો છે. ૨૦૨૭ના વર્લ્ડ કપમાં કુલ ૧૪ ટીમો ટ્રોફી માટે મેદાનમાં ઉતરશે. નવા નિયમો અનુસાર, રેન્કિંગમાં નીચે રહેલી ૩ ટીમો વચ્ચે સુપર ૩ શ્રેણી રમાશે અને ત્યારબાદ ૧૨ ટીમો વચ્ચે સુપર ૭ તબક્કાની રોમાંચક મેચો જોવા મળશે.

    જિયો હોટસ્ટાર સાથેની વિશેષ વાતચીતમાં વિરાટ કોહલીએ પોતાના લક્ષ્યાંકો વિશે વાત કરતાં કહ્યું હતું કે, “આગામી વર્લ્ડ કપ વિદેશી પરિસ્થિતિઓમાં રમાવાનો છે, જેમાં ખેલાડીઓને અત્યંત ઊર્જા અને સખત મહેનતની જરૂર પડશે. આ મારો છેલ્લો વર્લ્ડ કપ હશે, અને તે જ મારા માટે સૌથી મોટો પ્રેરણાસ્રોત છે. હું તેમાં મારું સર્વસ્વ આપીશ.”

    ૫૦ ઓવરના ફોર્મેટના શારીરિક અને માનસિક પડકારો વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે વનડે મેચ રમવી એ એક જ દિવસમાં ૨.૫ ટી૨૦ (્‌૨૦) મેચ રમવા બરાબર છે. એક લાંબી ટુર્નામેન્ટ દરમિયાન આવી ૧૦ જેટલી મેચો રમવી એ કોઈપણ ખેલાડી માટે ખરેખર કઠિન પડકાર બની રહે છે.

    અત્યાર સુધીમાં કોહલી ૨૦૧૧ અને ૨૦૨૩ એમ ૨ વખત વર્લ્ડ કપની ફાઇનલ રમી ચૂક્યા છે, અને રસપ્રદ વાત એ છે કે આ બંને ફાઇનલ ભારતીય ધરતી પર જ રમાઈ હતી. ૨૦૧૧ની ઐતિહાસિક ફાઇનલમાં જ્યારે ભારતીય ટીમે શરૂઆતી વિકેટો ગુમાવી દીધી હતી, ત્યારે કોહલીએ શ્રીલંકા સામે નિર્ણાયક તબક્કે ૩૫ રનની અત્યંત મૂલ્યવાન ઇનિંગ્સ રમીને ટીમને સ્થિરતા પ્રદાન કરી હતી. તાજેતરમાં ૨૦૨૩ના વર્લ્ડ કપ ફાઇનલમાં પણ વિરાટે શાનદાર ૫૪ રન બનાવ્યા હતા, જોકે કમનસીબે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે ૬ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

    Virat Kohli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleNew Delhi: બેંક કર્મચારીઓ સોમવારથી ૩ દિવસની હડતાળ પર જશે
    Next Article Gandhinagar મહાનગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસે વધુ ૧૬ ઉમેદવારો જાહેર કર્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Indian men’s kabaddi team ફાઇનલમાં ઈરાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો

    September 26, 2026
    ખેલ જગત

    Indian women’s kabaddi team એશિયન ગેમ્સમાં ઈરાનને હરાવીને ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો

    September 26, 2026
    ખેલ જગત

    ઇંગ્લેન્ડના વિકેટકીપર-બેટ્‌સમેન Jos Buttler શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાંથી બહાર થઈ ગયો

    September 26, 2026
    ખેલ જગત

    2026 Asian Gamesમાં ચીનના ૧૯ વર્ષીય ઝાંગ ઝાન્શુઓએ રચ્યો ઈતિહાસ

    September 26, 2026
    ખેલ જગત

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026
    ખેલ જગત

    ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ વનડે શ્રેણીઃ Virat Kohliનું કેરળમાં ભવ્ય સ્વાગત

    September 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,340
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,460
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-09-2026 20:14
    Categories
    Latest News

    Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે

    September 26, 2026

    Jamnagar: લાલપુર તાલુકામાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટના વિવાદે હિંસક વળાંક લીધો, બ્રાંચ હેડ પર હુમલો

    September 26, 2026

    Jamnagarમાં ઓનલાઇન ચલણથી બચવા સ્કૂટરમાં ખોટી નંબર પ્લેટ લગાવી ફરતો ફૈઝલ ઝડપાયો

    September 26, 2026

    Rajkot: ભક્તિનગર રેલવે સ્ટેશન પર વિશેષ સ્વચ્છતા અભિયાન

    September 26, 2026

    દરેક Pitru karya અને દરેક તીર્થોમાં પિતૃતર્પણનું મહત્વ છે

    September 26, 2026

    Morbi: વાંકાનેર નજીક કારખાનાના ગ્રાઉન્ડમાં ટાયર નીચે દબાઈ જતા ટ્રક ચાલકનું મોત

    September 26, 2026
    Search
    Main News

    ’ટિકિટ ન મળે તો પણ વળતર ચૂકવવું પડશે’: ટ્રેનમાંથી પડી જવાથી એક વ્યક્તિનું મોત, Supreme Court

    September 26, 2026

    Nagalandમાં પ્રતિબંધ છતાં ઝેરી દારૂ પીવાથી ૧૯ લોકોના મોત

    September 26, 2026

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026

    આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં Arnab Stormsનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ

    September 26, 2026

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ: ચુંટણી પંચ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે

    September 26, 2026

    Jamnagar: લાલપુર તાલુકામાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટના વિવાદે હિંસક વળાંક લીધો, બ્રાંચ હેડ પર હુમલો

    September 26, 2026

    Jamnagarમાં ઓનલાઇન ચલણથી બચવા સ્કૂટરમાં ખોટી નંબર પ્લેટ લગાવી ફરતો ફૈઝલ ઝડપાયો

    September 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.