ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા નાના ભાઈનું મોત, એક ભાઈ સારવારમાં
(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૬ઃ
ટંકારા લતીપર રોડ પર બાઈક લઈને બે સગા ભાઈ જતા હતા અને એક ટ્રકને ઓવરટેક કરવા જતા સામેથી આવતા ટ્રકમાં બાઈક અથડાતા મોટા ભાઈને પગમાં અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી જયારે નાના ભાઈને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં મોત થયું હતું
મૂળ મધ્યપ્રદેશના વતની હાલ મોરબી તાલુકાના ભડિયાદ ગામે વાડીમાં રહીને મજુરી કરતા રીછુભાઈ ભદુભાઈ કીરાડીયા (ઉ.વ.૩૧) વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬ ના રોજ સાડા અગિયાર વાગ્યાના અરસામાં કુવરીયાભાઈ ભદુભાઈ કિરાડીયા (ઉ.વ.૨૬) અને સુંદરીયા ભદુભાઈ કિરાડીયા (ઉ.વ.૨૭) બંને બાઈક લઈને ટંકારા લતીપર રોડ પર બાઈક જીજે ૩૬ એ ૬૩૫૫ લઈને જતા હતા જે બાઈક કુવરીયાભાઈ ચલાવતો હતો કલ્યાણપર ગામના પાટિયાથી આગળ એક ટ્રકને ઓવરટેક કરવા જતા સામેથી આવતા ટ્રક જીજે ૦૩ બીડબલ્યુ ૮૪૨૨ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો
જે અકસ્માતમાં બાઈકમાં પાછળ બેસેલ સુંદરીયા ભદુભાઈ કીરાડીયાને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી જયારે બાઈક ચાલક કુવરીયાભાઈને પગ અને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમીયાન મોત થયું હતું ટંકારા પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

