Bangladeshમાં ચૂંટણી પછી તારિક રહેમાન વડાપ્રધાન બન્યા, પરંતુ લઘુમતીઓ પરના અત્યાચારો અટક્યા નથી
Bangladesh, તા.૨૮
બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર અને હત્યાઓ થતાં જ રહ્યા છે. દેશના મયમનસિંહ જિલ્લામાં વધુ એક હિંદુની હત્યા થતા ભૂકંપ જેવી લાગણી અનુભવાઈ છે. અહીંના સ્લુઈસ ગેટની પાસે ૫૦ વર્ષના એક જ્વેલરનું શબ પાણીમાં તરતા ભૂરા ડ્રમમાંથી મળી આવ્યું છે. મૃતક શખ્સ નિરંજનચંદ્ર સૂત્રધાર અહીંની અઠારવાડી બિલ્ડિંગ વિસ્તારમાં ઝવેરાતની દુકાન ચલાવતા હતા.લોકોએ પાણીમાં ભૂરા ડ્રમને તરતું જોઈને પોલીસને જાણ કરી.
પોલીસે ડ્રમને બહાર કાઢીને શબનો કબજો લીધો. મૃતકના ખિસ્સામાંથી મળેલા ક્રેડિટ યુનિયનના કાર્ડમાં એનું નામ લખેલું હતું, જેના પગલે શબ ઓળખી શકાયું. મૃતક, જવેલરનો પુત્ર હતો.એની હત્યા પાછળના કારણ-સંજોગો હજી જાણી શકાયા નથી. શનિવાર સુધી આ મામલે કોઈને અટક કરાયા નથી. શબ ઉપરના ઘાના નિશાન જોઈને લાગે છે કે પહેલા એની હત્યા કરાઈ એ પછી શબને ડ્રમમાં મૂકીને પાણીમાં વહેતું કરાઈ દીધું.મૃતક નિરંજન છેલ્લા છ દિવસથી ગુમ હતો. એ પોતાના કુટુંબ સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. ૨૦ સપ્ટેમ્બરે રાત્રે એ ઘેર પાછો ફર્યો નહિ તો પરિવારે એની તર-તપાસ શરૂ કરી. એના એક કુટુંબીએ ૨૦ સપ્ટેમ્બરે નિરંજનને છેલ્લી વાર જોયો હતો. પરિવારે કહ્યું કે, નિરંજન કેટલીયવાર કામના કારણે બહાર જતા, પરંતુ પછી પાછા આવી જતા હતા. આ વખતે પણ પરિવારની આવી જ લાગણી હતી.
એવામાં એમના ગુમ થવાનો કોઈ રિપોર્ટ પોલીસ ચોપડે લખાવાયો નહોતો. બાંગ્લાદેશમાં લાંબા સમયગાળાથી હિંદુઓની હત્યાના સમાચાર મળતા રહ્યા છે.શેખ હસીના સરકારના પતન પછી દેશમાં વચગાળાની મહંમદ યુસુફ સરકાર બની ત્યારથી હિંદુઓ પરના અત્યાચારોમાં ઝડપભેર વધારો થવા માંડયો. આ કારણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. બાંગ્લાદેશમાં ચૂંટણી પછી તારિક રહેમાન વડાપ્રધાન બન્યા, પરંતુ લઘુમતીઓ પરના અત્યાચારો અટક્યા નથી.

