(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૩૦ઃ
મકનસર ગામમાં રહેતા ૪૪ વર્ષીય આધેડે પોતાની જાતે વહેલી સવારના સુમારે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા અરજણભાઈ મેરૂભાઈ સનુરા (ઉ.વ.૪૪) નામના આધેડે પોતાના ઘરે સવારના બે થી ચાર વાગ્યા આસપાસ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે

