Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!
    • Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી
    • Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ
    • Amreli: બોલેરોની અડફેટે રાહદારી પ્રૌઢનું મોત
    • Rajkot નજીક ટ્રક ચાલકને લૂંટી લેનાર જંગલેશ્વરનો શખ્સ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»સત્ય-અહિંસા અને આધ્યાત્મિકતાના પ્રતિક- Mahatma Gandhi
    લેખ

    સત્ય-અહિંસા અને આધ્યાત્મિકતાના પ્રતિક- Mahatma Gandhi

    Vikram RavalBy Vikram RavalOctober 1, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આલેખનઃ વિનોદ માછી નિરંકારી

    ઇતિહાસમાં એવા બહુ ઓછા નેતાઓ થયા છે જેમણે માત્ર રાજકીય કે સામાજિક ક્રાંતિ જ ન સર્જી હોય પરંતુ કરોડો લોકોના અંતરાત્માને ઢંઢોળીને તેમને આધ્યાત્મિક માર્ગૅ વાળ્યા હોય. મોહનદાસ કરમચંદ ગાંધી માત્ર એક રાજકીય રણનીતિકાર નહોતા,તેઓ એક સાધક હતા,જેમનું સમગ્ર જીવન ઈશ્વરની ખોજ અને સત્યની સાધનામાં વીત્યું હતું.

    મોહનદાસથી ’Mahatma Gandhi’ સુધીની તેમની સફર કોઈ પદવી કે સન્માનની મોહતાજ નહોતી પણ તે તેમની ઊંડી આધ્યાત્મિકતા,આત્મશુદ્ધિ અને સર્વવ્યાપી પ્રેમનું પરિણામ હતી.ગાંધીજીના જીવનના દરેક પાસામાં-મૌનથી લઈને પ્રાર્થના સુધી,ઉપવાસથી લઈને સેવા સુધી-ધર્મ અને આધ્યાત્મિકતાનો અદભુત સમન્વય જોવા મળે છે.

    સામાન્ય રીતે ’મહાત્મા’ શબ્દનો અર્થ થાય છે-જેનો આત્મા મહાન છે,જે ઊંચી આધ્યાત્મિક ચેતના ધરાવે છે.ગીતા,રામાયણ અને આપણા સનાતન ધર્મના પવિત્ર શાસ્ત્રોના આધારે વિચારીએ તો-જે વ્યક્તિ સાંસારિક વાસનાઓથી મુક્ત છે,જેનું ચિત્ત ઈશ્વરના શ્રવણમાં એકાગ્ર છે અને જેણે પોતાનું સમગ્ર જીવન પ્રભુના ભરોસે છોડી દીધું છે,જેને ઈશ્વરની પૂર્ણ શરણાગતિ પ્રાપ્ત થઈ છે તે જ સાચો ’મહાત્મા’ છે.

    Mahatma Gandhiને આ પદવી કોઈ રાજા-મહારાજા કે સંસ્થાએ નહોતી આપી પરંતુ તે સામાન્ય જનમાનસના હૃદયમાંથી પ્રગટેલી ગાઢ શ્રદ્ધાનું પ્રતીક હતી.ઇતિહાસકારોના મતે સૌપ્રથમ વખત ૧૯૧૫માં નોબેલ પુરસ્કાર વિજેતા ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરે તેમને ’મહાત્મા’ કહીને સંબોધ્યા હતા.ટાગોર દ્વારા પ્રયુક્ત આ શબ્દે તેમને સમગ્ર દેશમાં આધ્યાત્મિક નેતા તરીકે સ્વીકૃત બનાવ્યા.ગાંધીજીએ પોતાનું સમગ્ર જીવન અપરિગ્રહ (સાધન-સંપત્તિનો અતિસંગ્રહ ન કરવો), બ્રહ્મચર્ય,સાદગી અને અહિંસાના સિદ્ધાંતો પર જીવ્યું હતું,તેમણે ક્યારેય સત્તા કે ભૌતિક સુખની લાલસા રાખી નહીં.

    ગાંધીજી માટે ધર્મ એ માત્ર પૂજા-પાઠ કે બાહ્ય કર્મકાંડ નહોતો પણ પીડિતો,શોષિતો અને વંચિતોની નિઃસ્વાર્થ સેવા હતો.તેમણે માનવતામાં જ ઈશ્વરના દર્શન કર્યા હતા.તેમની આ નિઃસ્વાર્થ જનસેવા અને અડગ નૈતિક નિષ્ઠાએ તેમને સામાન્ય માનવીમાંથી ’મહાત્મા’ના ઉચ્ચ સ્થાને સ્થાપિત કર્યા.

    ગાંધીજીના આધ્યાત્મિક જીવનના ઘડતરમાં અનેક ધર્મગ્રંથો અને સંતોનો ફાળો હતો પરંતુ જો કોઈ એક વ્યક્તિએ તેમના આંતરિક જગત પર સૌથી ગાઢ પ્રભાવ પાડ્યો હોય તો તે હતા આધ્યાત્મિક પુરૂષ અને જૈન મુમુક્ષુ શ્રીમદ્‌? રાજચંદ્ર.(રાયચંદભાઈ).

    ૧૮૯૧માં વકીલાતનો અભ્યાસ કરીને ઇંગ્લેન્ડથી પરત ફર્યા બાદ મુંબઈમાં ગાંધીજીની મુલાકાત શ્રીમદ્‌? રાજચંદ્ર સાથે થઈ.ગાંધીજી તેમની તેજસ્વી બુદ્ધિમત્તા,અદભુત સ્મશાનજ્ઞાન અને આત્મજ્ઞાનથી ભારે પ્રભાવિત થયા.ગાંધીજી યુવાવસ્થામાં નાસ્તિકતા કે ધર્મ વિશે અનેક પ્રકારની દ્વિધા અને સંશયોથી ઘેરાયેલા હતા,તે સમયે તેમણે શ્રીમદ્‌જીને અનેક આધ્યાત્મિક પ્રશ્નો પૂછ્‌યા હતા.

    શ્રીમદ્‌જીએ ખૂબ જ તાર્કિક,શાંત અને આત્મજ્ઞાનયુક્ત જવાબો આપીને ગાંધીજીના અશાંત મનને સ્થિર કર્યું.શ્રીમદ્‌જીએ ગાંધીજીને સમજાવ્યું કે ધર્મ એ બાહ્ય ક્રિયાકાંડ કે વેશભૂષા નથી પરંતુ આત્માની શુદ્ધિ અને સંયમ છે.તેમણે પ્રત્યેક જીવ પ્રત્યે દયા અને અહિંસા રાખવાનો દ્રઢ સંકલ્પ કરાવ્યો હતો.ગાંધીજીએ પોતાની આત્મકથા ’સત્યના પ્રયોગો’માં ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે સંકટના સમયે કે ધાર્મિક દ્વિધાના સમયે જો કોઈ વ્યક્તિએ મારા હૃદયને સૌથી વધુ અને સચોટ માર્ગદર્શન આપ્યું હોય, તો તે શ્રીમદ્‌? રાજચંદ્ર છે.

    મહાત્મા ગાંધીજીને અનેક ભજનો ગમતા હતા પરંતુ કવિ નરસિંહ મહેતા દ્વારા રચિત ‘‘વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે…‘‘ એ તેમનું સર્વાધિક પ્રિય ભજન હતું.સાબરમતી આશ્રમ હોય કે દેશભરની પ્રાર્થના સભાઓ-આ ભજન વિના દિવસની કલ્પના પણ અધૂરી રહેતી.આ ભજનમાં કોઈ ચોક્કસ ધર્મ,સંપ્રદાય કે જાતિના કર્મકાંડોની વાત નથી પરંતુ ઉત્તમ માનવીય ગુણોની વાત છે.ગાંધીજી માનતા હતા કે સાચો ધાર્મિક માણસ તે જ છે જે બીજાના દુઃખને પોતાના હૃદયમાં અનુભવી શકે.

    પરધન ન લેવું,મન-વાણી-કર્મમાં પવિત્રતા અને શુદ્ધતા રાખવી,અસત્યનો સર્વથા ત્યાગ કરવો, લોભ-મોહથી પર રહેવું-આ તમામ બાબતો ગાંધીજીના પોતાના આચાર-વિચારમાં વણાયેલી હતી. ‘‘સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી,પરસ્ત્રી જેને માત રે‘‘ આ પંક્તિ ગાંધીજીના જીવનનું મૂળ દર્શન બની ગઈ હતી.તેમણે સ્ત્રીઓને માતા સમાન માન-સન્માન આપ્યું અને સમગ્ર જગતને ’સર્વધર્મ સમભાવ’નો દિવ્ય પાઠ ભણાવ્યો.

    ગાંધીજીએ વિશ્વને આપેલા સંદેશાઓ માત્ર રાજકીય કે સામાજિક ક્રાંતિ માટે સીમિત નહોતા પણ તે આધ્યાત્મિક ચેતનાના શિખરો સમાન હતા.શરૂઆતમાં ગાંધીજીનું માનવું હતું કે ‘‘ઈશ્વર જ સત્ય છે‘‘ પરંતુ જેમ જેમ તેમની આધ્યાત્મિક સાધના ગાઢ બનતી ગઈ તેમ તેમ તેમણે અનુભવ્યું કે ઈશ્વરના સ્વરૂપ વિશે લોકોમાં મતભેદ હોઈ શકે છે પરંતુ ’સત્ય’ એ સનાતન અને ત્રિકાલાબાધિત હકીકત છે તેથી તેમણે પોતાના વિચારોમાં પરિવર્તન કરીને ઘોષણા કરી કે ‘‘સત્ય જ ઈશ્વર છે‘‘. જે વ્યક્તિ સત્યના માર્ગૅ ચાલે છે તે ઈશ્વરની સૌથી નજીક પહોંચી જાય છે.

    ગાંધીજીની અહિંસા એ કોઈ કાયર કે નબળા માણસનું હથિયાર નહોતું પરંતુ તે આધ્યાત્મિક રીતે અત્યંત શક્તિશાળી વ્યક્તિનું બ્રહ્માસ્ત્ર હતું.અહિંસાનો અર્થ માત્ર શારીરિક હિંસા ન અટકાવવી એ નથી પરંતુ મન-વાણી કે વિચારોથી પણ કોઈને દુઃખ ન પહોંચાડવું એ છે.તેમણે શીખવ્યું કે પ્રેમ અને અહિંસાથી દુશ્મનને પણ જીતી શકાય છે.

    આધ્યાત્મિક જગતનો આ એક અમોઘ નિયમ છે કે જો રસ્તો ખોટો હોય તો મંઝિલ ક્યારેય પવિત્ર હોઈ શકે નહીં.ગાંધીજી માનતા હતા કે સારા ઉદ્દેશ્ય માટે ક્યારેય ગંદા,અનીતિમય કે હિંસક માર્ગો અપનાવી શકાય નહીં. સાધ્ય જેટલું મહાન છે તેને પ્રાપ્ત કરવાનું સાધન પણ એટલું જ પવિત્ર હોવું જોઈએ.

    ગાંધીજીના સપનાનું ’રામરાજ્ય’ કોઈ સાંપ્રદાયિક ધાર્મિક કે રાજકીય સામ્રાજ્ય નહોતું પરંતુ એક એવી આધ્યાત્મિક વ્યવસ્થા હતી જ્યાં સમાજના સૌથી છેવાડાના માનવીનું કલ્યાણ થાય,જ્યાં ન્યાય,પ્રેમ અને ભાઈચારો સર્વોપરી હોય.ગાંધીજીના આધ્યાત્મિક જીવનને સમૃદ્ધ બનાવવામાં અન્ય અનેક મહાન ગ્રંથો અને વિચારકોનો પણ મોટો ફાળો હતો.

    ગાંધીજી માટે ગીતા એ કોઈ ગ્રંથ માત્ર નહોતી પણ તે તેમની ’માતા’ સમાન હતી,તેમણે ગીતાના ’અનાસક્ત યોગ’-એટલે કે ફળની આશા વગર માત્ર કર્મ કરવું-તેને પોતાના જીવનનું સર્વોચ્ચ દર્શન બનાવી લીધું હતું.ઈસુ ખ્રિસ્તના ઉપદેશો..ખાસ કરીને ‘‘જો કોઈ તમારા એક ગાલે થાપડ મારે તો બીજો ગાલ ધરી દો‘‘ અને ‘‘તમારા શત્રુઓ પર પ્રેમ કરો‘‘ આ વિચારોએ ગાંધીજીની અહિંસાની નીતિને અદભુત મજબૂતાઈ આપી હતી.મહાન લેખક ટોલસ્ટોયના પુસ્તક એ ગાંધીજી પર ઊંડી છાપ છોડી હતી,જેનાથી તેઓ પૂરી રીતે સમજી ગયા કે ઈશ્વરનું રાજ્ય બહાર ક્યાંય જંગલો કે તીર્થોમાં નથી પણ આપણા પોતાના અંતરમાં જ વિરાજે છે.

    મહાત્મા ગાંધીજીનું સમગ્ર જીવન એ વાતની અજોડ સાબિતી છે કે આધ્યાત્મિકતા માત્ર જંગલોમાં કે ગુફાઓમાં બેસીને તપસ્યા કરવાથી જ નથી મળતી પરંતુ સંસારની ભીડભાડમાં,રાજકીય અને સામાજિક સંઘર્ષોની વચ્ચે રહીને પણ મનને પવિત્ર-નિર્મળ અને અનાસક્ત રાખીને જીવી શકાય છે.

    આજે જ્યારે આખી દુનિયા હિંસા,અશાંતિ,સ્વાર્થ અને અસહિષ્ણુતાથી ઘેરાયેલી છે ત્યારે ગાંધીજીના આધ્યાત્મિક મૂલ્યો-સત્ય,અહિંસા,નમ્રતા અને સર્વધર્મ સમભાવ-પહેલાં કરતાં પણ વધુ પ્રાસંગિક બની ગયા છે.ગાંધી જયંતિ નિમિત્તે આપણે સૌ તેમના આ દિવ્ય આધ્યાત્મિક વિચારોને આપણા જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરીએ તે જ તેમને સાચી શ્રદ્ધાંજલિ રહેશે.સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીના ચરણોમાં શત શત નમન !

    Mahatma Gandhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurendranagar: ધ્રાંગધ્રા મહિલા સહિત ત્રણ વ્યક્તિને જિલ્લા પોલીસ વડાએ વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્તિ અપાવી
    Next Article Rajkot: ભાજપના રાજ્યસભા સભ્ય રાજેશ શુક્લને હાઈકોર્ટે ફટકારી નોટિસ
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    ગરબે ઘૂમતી ગુર્જર ગાથાઃ Navratriના નાદમાં ધબકતું ગુજરાત

    September 30, 2026
    લેખ

    જ્ઞાન જ સાચું Shraddha છે, કપિલ ગીતામાં પિતૃમોક્ષનું દિવ્ય રહસ્ય

    September 28, 2026
    લેખ

    Shraddhaના મુખ્ય બાર પ્રકારોઃ જે કર્મ પરમ શ્રદ્ધાથી કરવામાં આવે તેને શ્રાદ્ધ કહેવાય છે.

    September 26, 2026
    લેખ

    Shraddha કૃતજ્ઞતા-પિતૃસ્મરણ અને ઋણમુક્તિનું પાવન પર્વ

    September 25, 2026
    લેખ

    બ્રહ્માંડમાંથી આવ્યો અવાજ: ખગોળશાસ્ત્રીઓએ પહેલીવાર Exoplanetમાંથી સીધા Radio Signals પકડ્યા

    September 25, 2026
    રાજકોટ

    Rajkotની ધરા પર દેશભક્તિનો સુવર્ણ અવસર

    September 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,790
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,480
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹214,980
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-10-2026 21:23
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026

    Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી

    October 1, 2026

    Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ

    October 1, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ

    October 1, 2026
    Search
    Main News

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026

    તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો

    October 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.