Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા
    • 19 એપ્રિલનું પંચાંગ
    • 19 એપ્રિલનું રાશિફળ
    • મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
    • Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
    • ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
    • Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»આત્માને ઇશ્વરનો સનાતન અંશ અને અજર-અમર માનવામાં આવે છે
    ધાર્મિક

    આત્માને ઇશ્વરનો સનાતન અંશ અને અજર-અમર માનવામાં આવે છે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraOctober 8, 2025No Comments7 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ધાર્મિક ગ્રંથો અનુસાર આત્મા ઇશ્વરનો અંશ છે એટલે ઇશ્વરની જેમ આત્મા અજર-અમર છે.સંસ્કારોના કારણે આ દુનિયામાં તેનું અસ્તિત્વ છે.આત્મા જ્યારે આ શરીરમાં પ્રવેશ કરે છે તો તેને સ્ત્રી કે પુરૂષના નામથી બોલાવવામાં આવે છે.આત્માનો કોઇ રંગ-રૂપ કે લિંગ નથી.ઋગ્વેદ(૧/૧૬૪/૩૮)માં કહ્યું છે કે જીવ અમર છે અને શરીર પ્રત્યક્ષ નાશવાન છે,તમામ શારીરિક ક્રિયાઓનો અધિષ્ઠાતા છે કારણ કે જ્યાં સુધી શરીરમાં પ્રાણ રહે છે ત્યાં સુધી તે ક્રિયાશીલ છે.આત્માના સબંધમાં મોટા મોટા પંડિત અને મેઘાવી પુરૂષ પણ જાણી શકતા નથી.આત્માને જાણવો એ જ મનુષ્ય જીવનનું મુખ્ય લક્ષ્ય છે.બૃહદારણ્ય ઉપનિષદ (૮/૭/૧)માં કહ્યું છે કે આત્મા પાપ-પુણ્ય, વૃદ્ધાવસ્થા, જન્મ-મૃત્યુ, શોક, ભૂખ-તરસથી રહિત છે.શ્રીમદ ભગવદગીતા(૨/૨૦)માં આત્માની અમરતાના વિષયમાં વિસ્તૃત વ્યાખ્યા કરવામાં આવી છે.

     ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ

    અજો નિત્યઃ શાશ્વતોઙયં પુરાણો ન હન્યતે મન્યમાને શરીરે..

    આ આત્મા ન જન્મે છે અને કોઇપણ કાળમાં ન મરણ પામે છે તેમજ ઉત્પન્ન થઇને ફરીથી થવાવાળો નથી.આ અજન્મા નિત્ય-નિરંતર રહેવાવાળો શાશ્વત અને અનાદિ છે.શરીરના નાશ થવા છતાં પણ આ આત્માનો નાશ થતો નથી.શરીરમાં “હું” અને “મારાપણા” નો ભાવ હોવાથી જીવવાની ઇચ્છા અને મૃત્યુનો ભય થાય છે કારણ કે શરીર તો નાશવાન છે પરંતુ આત્મા અમર-અવિનાશી છે તેનો કોઇ વિનાશ કરી શકતું નથી.શરીરને પોતાનું સ્વરૂ૫ માનવું એ જ અવિવેક છે,પ્રમાદ છે અને પ્રમાદ એ જ મૃત્યુ છે.

    શરીરમાં છ વિકારો હોય છેઃ ઉત્પન્ન થવું,અસ્તિત્વ દેખાવું,બદલાવું,વધવું,ઘટવું અને નષ્ટ થવું.આત્મા આ છ વિકારોથી રહિત છે.શરીર તો પ્રતિક્ષણ મરતું રહે છે.એક ક્ષણ પણ ટકતું નથી.આત્માનો ક્યારેય જન્મ થતો નથી તેથી તેને અજ(જન્મરહિત) કહ્યો છે.જ્યારે આત્મા નિત્ય નિરંતર જેવો છે તેવો જ રહે છે તેનો ક્યારેય વિનાશ થતો નથી.જેવી રીતે શરીર ઉત્પન્ન થાય છે એવી રીતે આત્મા ક્યારેય કોઇપણ સમયે ઉત્પન્ન થતો નથી તેથી એને સનાતન કહ્યો છે.આત્મા ક્યારેય મરતો નથી,મરે છે એ કે જેનો જન્મ થાય છે. પિંડ-પ્રાણનો વિયોગ શરીરમાં થાય છે પરંતુ આત્મામાં સંયોગ-વિયોગ થતા નથી તે જેમ છે તેમ જ રહે છે એનું મરણ થતું નથી.બધા વિકારોમાં જન્મવું અને મરવું-આ બે વિકારો મુખ્ય છે.આ અવિનાશી આત્માનો આરંભ અને અંત હોતો નથી.

    જે પુરૂષ આ આત્માને નાશરહિત,નિત્ય,અજન્મા તેમજ અવ્યય જાણે છે તે પુરૂષ કઇ રીતે કોને હણે છે? અને કઇ રીતે કોને હણાવે છે.(૨/૨૧) આત્મા કોઇપણ ક્રિયાનો કર્તા અને કર્મ નથી બનતો આથી મરવા મારવામાં શોક ન કરવો જોઇએ અને શાસ્ત્ર આજ્ઞાનુસાર પ્રાપ્ત કર્તવ્ય કર્મનું પાલન કરવું જોઇએ.ઉત્પન્ન થનાર વસ્તુ તો આપમેળે જ નાશ પામે છે,તેનો નાશ કરવો પડતો નથી પરંતુ જે વસ્તુ ઉત્પન્ન થતી નથી તે ક્યારેય નાશ પામતી જ નથી.આપણે ચૌ-રાશી લાખ યોનિઓમાં શરીર ધારણ કર્યા પરંતુ કોઇપ્ણ શરીર આપણી સાથે ન રહ્યું અને આપણે કોઇપણ શરીરની સાથે ના રહ્યા પરંતુ આપણે જેમના તેમ અલગ રહ્યા- આ જાણવાની શક્તિ મનુષ્ય સિવાયના બીજા શરીરોમાં નહોતી.જો આપણે એને જાણતા નથી તો ભગવાનના આપેલ વિવેકનો નિરાદર કરીએ છીએ.આગળ ભગવાન ગીતા(૨/૨૨)માં કહે છે કે..

    વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહ્ણાતિ નરોઙપરાણિ

    તવા શરીરાણિ વિહાય જીર્ણાન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી..

    મનુષ્ય જેમ જુનાં વસ્ત્રો ત્યજીને બીજાં નવાં વસ્ત્રો ધારણ કરે છે તે જ પ્રમાણે જીવાત્મા જુનાં શરીરો ત્યજીને બીજા નવાં શરીરોમાં ચાલ્યો જાય છે.જુના શરીરને છોડવું એને મરવું કહે છે અને નવા શરીરને ધારણ કરવું એને જન્મવું કહે છે.જ્યાં સુધી પ્રકૃતિ સાથે સબંધ રહે છે ત્યાં સુધી આત્મા જુનાં શરીરોને છોડીને કર્મો અને અંતકાળના ચિંતન અનુસાર નવાં-નવાં શરીરોને પ્રાપ્ત થતાં રહે છે.વિવેકવિચારપૂર્વક જોવામાં આવે તો આયુષ્ય પ્રત્યેક ક્ષણે સમાપ્ત થઇ રહ્યું છે તે એક ક્ષણ પણ સ્થિર નથી.જેવી રીતે કુમાર, યુવા અને વૃદ્ધાવસ્થા આપોઆપ થાય છે તેવી જ રીતે દેહાન્તરની પ્રાપ્તિ આપોઆપ થાય છે.શરીરોના મરવાનું જે દુઃખ થાય છે તે મરવાથી નહી પરંતુ જીવવાની ઇચ્છાથી થાય છે.જ્યારે મનુષ્ય શરીરની સાથે એકાત્મતા કરી લે છે ત્યારે એ શરીરના મરવાને પોતાને મરવું માની લે છે અને દુઃખી થાય છે.શરીરની સાથે તાદાત્મ થવાથી તે પોતાનામાં આવવું-જવું માની લે છે.વાસતવમાં આત્માનું ક્યાંય પણ આવવું-જવું હોતું નથી ફક્ત શરીરોના તાદાત્મયના કારણે એનું આવવું-જવું પ્રતિત થાય છે.

    અનાદિકાળથી જે જન્મ-મરણ ચાલતું આવી રહ્યું છે એનું કારણ શું? કર્મોની દ્રષ્ટ્રિ એ શુભાશુભ કર્મોનું ફળ ભોગવવા માટે જન્મ-મરણ થાય છે,જ્ઞાનની દ્રષ્ટ્રિએ અજ્ઞાનના કારણે જન્મ-મરણ થાય છે અને ભક્તિની દ્રષ્ટ્રિ એ ભગવાનથી વિમુખતાના કારણે જન્મ-મરણ થાય છે.આ ત્રણેયમાં મુખ્ય કારણ એ છે કે ભગવાને જીવોને જે સ્વતંત્રતા આપી છે તેનો દુરઉ૫યોગ કરવાથી જ જન્મ-મરણ થઇ રહ્યું છે.હવે આ મળેલી સ્વતંત્રતાનો સદઉ૫યોગ કરવાથી જન્મ-મરણ દૂર થશે.પોતાના સ્વાર્થના માટે કર્મ કરવાથી જન્મ-મરણ થયાં છે,આથી પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને બીજાઓના હીતના માટે કર્મ કરવાથી જન્મ-મરણ દૂર થશે,પોતાની જાણકારીનો અનાદર કરવાથી જન્મ-મરણ થયાં છે,આથી પોતાની જાણકારીનો આદર કરવાથી જન્મ-મરણ નાશ પામશે.ભગવાનથી વિમુખ થવાના કારણે જન્મ-મરણ થયાં છે તેથી ભગવાનની સન્મુખ થવાથી જન્મ-મરણ થશે નહી.અંત સમયે સબંધીઓ,પરીવારજનો વગેરે કોઇ૫ણ જીવની સાથે જતા નથી.જીવ પોતાનાં સારાં ખોટાં કર્મો,મન અને ઇન્દ્રિયોના સૂક્ષ્મરૂ૫ સહીત ૫હેલાંનું શરીર છોડીને બીજા શરીરમાં જાય છે અથવા જ્ઞાન ભક્તિ સંપન્ન કર્મ કર્યા હોય તો મુક્ત થઇ જાય છે એટલે ૫રીવાર અને સબંધીઓના મોહમાં ૫ડીને ક્યારેય એવાં કર્મો ના કરવાં જોઇએ કે જે અમોને ભવિષ્યમાં મૃત્યુ બાદ દુઃખદાયી બને.સંસારના તમામ સબંધો અસત્ય અને કલ્પિત છે.

        પહેલાં દ્રષ્ટાંતરૂપે આત્માની નિર્વિકારતાનું વર્ણન કરીને ભગવાન ગીતા(૨/૨૩)માં આગળ કહે છે કે

    નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ

    ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારૂતઃ

    આ આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી,અગ્નિ બાળી શકતો નથી,પાણી ભીંજવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી.આ આત્મા છેદી શકાતો નથી,બાળી શકાતો નથી,ભીંજવી શકાતો નથી કે સૂકવી પણ શકાતો નથી કેમકે આત્મા નિત્ય,બધામાં પરીપૂર્ણ,અચળ,સ્થિર સ્વભાવવાળો સનાતન છે.આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી કારણ કે પ્રાકૃત શસ્ત્રો ત્યાં સુધી ૫હોચી શકતાં નથી,અગ્નિ તેને બાળી શકતો નથી કારણ કે અગ્નિ ત્યાં સુધી ૫હોચી શકતો નથી, જળ એને ભિંજવી શકતું નથી કેમ કે જળ ત્યાં સુધી ૫હોચી જ શકતું નથી,વાયુ એને સુકવી શકતો નથી એટલે કે વાયુમાં આત્માને સુકવવાનું સામર્થ્ય નથી.

    પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ-આ પાંચ મહાભૂત છે.ભગવાને આમાંથી ચાર જ મહાભૂતોની વાત કરી છે.છે.એનું કારણ એ છે કે આકાશમાં કોઇપણ ક્રિયા કરવાની શક્તિ નથી.આકાશ તો અન્ય ચારને માત્ર અવકાશ આપે છે.પૃથ્વી પાણી અગ્નિ અને વાયુ આકાશમાંથી જ ઉત્પન્ન થાય છે.આત્મા નિત્ય તત્વ છે.ચારેય તત્વોને તેનાથી સત્તાસ્ફુર્તિ મળે છે.આત્મા સર્વવ્યાપક છે અને ચારેય તત્વો વ્યાપ્ય છે એટલે કે આત્માની અંતર્ગત છે.શસ્ત્ર સિવાય મંત્ર કે શ્રાપથી આત્માનું છેદન થઇ શકતું નથી.આત્મા પ્રત્યક્ષ દેખાતો નથી,ચિંતનનો વિષય નથી અને વિકારરહિત કહેવાય છે તેથી આત્માને જાણીને શોક ના કરવો જોઇએ.

    મનુષ્‍યએ ગ્રંથો અને પંથોના વિવાદમાં ૫ડ્યા વિના આત્માનુભૂતિ કરવી જોઇએ,જેના માટે ગ્રંથો કે પંથોની આવશ્યકતા નથી ફક્ત એક શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી જ્ઞાની સંતની આવશ્યકતા છે.આ સર્વત્ર વ્યા૫ક બ્રહ્મ તમામ સૃષ્‍ટિનો માલિક છે તથા તેના ઉ૫ર શસ્ત્ર વાયુ પાણી કે અગ્નિનો કોઇ પ્રભાવ ૫ડતો નથી.મનુષ્‍યમાંનો આત્મા ૫ણ ૫રમાત્માનો જ અંશ છે.આ આત્મા ૫ણ નિત્ય નિર્ગુણ નિરાકાર અવ્યક્ત ૫રમાત્માનો જ શાશ્વત અંશ છે.જ્યારે શરીર અનિત્ય આકારવાળું અને વિકારી છે.આત્મા જ્યારે પોતાનું અલગ અસ્‍તિત્‍વ નથી એવું સમજી ઇશ્વરમાં લીન થઇ જાય છે એટલે કે અંશ અંશીમાં સમાઇ જાય છે તો મનુષ્‍યને સંસારમાં પુનઃજન્મ લેવો ૫ડતો નથી.બ્રહ્મમાં લીન થયા ૫છી તેનું અલગ વ્‍યક્તિત્‍વ રહેતું નથી તેને જ મોક્ષ કહેવામાં આવે છે.

    મન અને આત્મા જીવનરૂપી વૃક્ષ ઉ૫ર બેઠેલા બે ૫ક્ષીઓ છે.તફાવત એટલો છે કે મન ફળ ખાવાની ઇચ્છા રાખ્યા કરે છે અને આત્મા ફળની ઇચ્છાથી રહીત હોય છે.આત્માની ઇચ્છા છે ૫રમાત્મા કે જે આત્માનું મૂળ સ્વરૂ૫ છે.આત્મા ૫રમાત્માની સાથે જોડાઇ જાય તો ૫રમશાંત થઇ જાય છે.આ અવસ્થામાં મન આત્માની આધિનતા સ્વીકારી લે તો મન ૫ણ શાંત બની જાય છે.સમસ્યા અંદરની છે તો સમાધાન ૫ણ અંદરથી જ કરવું ૫ડશે.સમાધાન એક જ છે કે આત્માનું ૫રમાત્માની સાથે મિલન.આ જ આધ્યાત્મિકતા નું શિખર છે.વિશ્વના દરેક મનુષ્યનો આત્મા ૫રમાત્માની સાથે જોડાઇ જાય તો જ વિશ્વ શાંતિ સંભવ છે. શાંતિ જોઇએ તો આ કદમ ઉપાડવું જ ૫ડશે..તો આવો આ૫ણે સૌ આગળ વધીએ.

    આત્માનું ૫રમાત્મામાં મળવું એક ભ્રમ છે.આત્મા તો ૫રમાત્મા સાથે સદૈવ મળેલી જ હોય છે.શરીર રહે કે તૂટે તેનાથી આત્મા ટૂટતી કે મરતી નથી.જેમ બલ્બ તૂટતાં કે ખરાબ થવાથી મૂળ વિજળીની લહેર તૂટતી નથી.વિજળી બલ્બ હોય તો ૫ણ અને ના હોય તો ૫ણ પોતાના કેન્દ્ર સાથે જોડાયેલી હોય છે.જીવના મન,બુધ્ધિ,ચિત્ત અને અહંકાર..એટલે કે જીવનું સૂક્ષ્‍મ શરીર જ જડ શરીરને ધારણ અથવા ત્‍યાગનાર છે આત્મા નહી.

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે

    April 18, 2026
    લેખ

    માનવતા એવંમ સત્ય પ્રેમ અને કરુણાનાં ભાવ ક્યારેય ક્ષય પામે નહીં તે છે અક્ષય તૃતીયા!

    April 18, 2026
    લેખ

    મહિલા અનામત – સરકારનો માસ્ટરસ્ટ્રોક; નિયમ ૬૬ ની રાજકીય શતરંજ

    April 18, 2026
    લેખ

    DeepFakes નો ખતરોઃ નકલી વિડિયો અને અવાજથી વધી રહી છે સાયબર ઠગાઈ

    April 18, 2026
    લેખ

    તંત્રી લેખ…ખતરનાક રીતે વિભાજિત વિશ્વ

    April 18, 2026
    ધાર્મિક

    જીવ અને ઈશ્વરના મિલનમાં માયા વિઘ્ન કરે છે, મનને ચંચળ બનાવે છે

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.