Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!

    October 9, 2026

    આજનું પંચાંગ

    October 9, 2026

    આજનું રાશિફળ

    October 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ Rajkot ખાતે ‘રઢિયાળી રાત કાર્યક્ર્‌મ યોજાયો
    • Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!
    • રાજ્યપાલની ઉપસ્થિતિમાં Rajkot માર્કેટ યાર્ડ ખાતે ’પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો
    • આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે Rajkot ખાતેથી ૧૩૬ ગ્રામહાટનું લોકાર્પણ થશે
    • દીકરીઓના Educationથી ઉજળું બનતું ગુજરાત બેટી બચાવો, બેટી પઢાવોના સંકલ્પથી દીકરીઓના સપનાઓને મળી રહી છે નવી ઉડાન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»આજે Bhadarva વદ અમાસ-સર્વપિતૃ અમાવસ્યા એ પિતૃપક્ષ-શ્રાદ્ધ પક્ષનો અંતિમ અને સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ દિવસ
    લેખ

    આજે Bhadarva વદ અમાસ-સર્વપિતૃ અમાવસ્યા એ પિતૃપક્ષ-શ્રાદ્ધ પક્ષનો અંતિમ અને સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ દિવસ

    Vikram RavalBy Vikram RavalOctober 9, 2026No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    આલેખનઃવિનોદ માછી નિરંકારી

    આજે Bhadarva વદ અમાસ-સર્વપિતૃ અમાવસ્યા એ પિતૃપક્ષ-શ્રાદ્ધ પક્ષનો અંતિમ અને સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ દિવસ છે.આ દિવસને મહાલય અમાસ પણ કહેવામાં આવે છે.શાસ્ત્રો અનુસાર આ દિવસે તમામ પિતૃઓ પૃથ્વીલોક પરથી પોતાના લોકે પાછા ફરે છે તેથી જે લોકો પોતાની મૃત્યુતિથિ ભૂલી ગયા હોય કે જેમનું શ્રાદ્ધ કોઈ કારણસર છૂટી ગયું હોય તેઓ આ દિવસે સામૂહિક શ્રાદ્ધ અને તર્પણ કરી શકે છે.

    ’શ્રદ્ધા’ પરથી ’શ્રાદ્ધ’ શબ્દ બન્યો છે.શ્રદ્ધાપૂર્વક કરેલા કાર્યને શ્રાદ્ધ કહે છે.જેમણે આપણી ઉપર ઉપકાર કર્યો હોય,જેના દ્વારા આપણને કંઈક લાભ થયો હોય તેમના પ્રત્યે આદર પ્રગટ કરવો અને કૃતજ્ઞ બનવું એ શ્રદ્ધાળુનું પરમ કર્તવ્ય છે.શ્રાદ્ધ એ ફક્ત કર્મકાંડની વિધિ નથી પરંતુ શ્રાદ્ધ એટલે પૂર્વજોનું કૃતજ્ઞતાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અને આદર સહિત સ્મરણ કરવું.શ્રાવણ સુદ પૂનમથી ભાદરવા વદ અમાસ સુધીના સોળ દિવસ શ્રાદ્ધના દિવસો કહેવાય છે.શ્રદ્ધાપૂર્વક પૂર્વજોની પાછળ કરવામાં આવતી આ વિધિ એટલે શુદ્ધ સંકલ્પોની શ્રદ્ધાંજલિ.

    સંત કબીરજીનો એક પ્રસંગ છે કે એકવાર તેમના ગુરૂ રામાનંદજીએ કહ્યું કે આપ ગાયનું દૂધ લઈને આવો જેથી આજે આપણે શ્રાદ્ધ કરીએ.કબીરજી દૂધ લેવા જાય છે ત્યાં રસ્તામાં એક ગાય મરેલી પડેલી જુવે છે,તેઓ તે ગાયને ઘાસ નાખે છે અને રાહ જુએ છે કે ક્યારે ગાય ઊભી થાય અને મને દૂધ આપે ! આ બાજુ ગુરૂજી કબીરજીની રાહ જોતા હતા.ઘણો સમય પસાર થયો છતાં તેઓ ન આવ્યા તો ગુરૂજી પોતે તેમને શોધવા નીકળે છે.રસ્તામાં જઈને જુએ છે કે કબીરજી એક મૃત ગાય પાસે બેઠા છે.ગુરૂજી પૂછે છે કે આ શું કરો છો? ત્યારે કબીરજી કહે છે કે આ ગાય ઘાસ ખાય અને પછી દૂધ આપે તો દૂધ લઈને આવુંને..! ગુરૂજી કહે છે કે આ ગાય તો મરેલી છે, એ ઘાસ કેવી રીતે ખાશે? ત્યારે કબીરજી પ્રશ્ન કરે છે કે જો આપણે શ્રાદ્ધ કરીને ભોજન મૂકીએ છીએ તો એ ભોજન મૃત પિતૃઓને કેવી રીતે પ્રાપ્ત થાય? આ પણ એક ઊંડા વિચાર માંગી લે તેવી બાબત છે.

    કહેવાનો ભાવ એ છે કે જીવતાંજીવત આપણે એવા કર્મ કરવા જોઈએ જેનાથી આપણા માતાપિતા કે વડીલો સંતુષ્ટ અને ખુશ થાય તથા આશીર્વાદ આપે પરંતુ વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે આવા પુત્ર કે સંતાનો કેટલા? જીવતાંજીવત આપણે આપણા માતાપિતાને વૃદ્ધાશ્રમોમાં મૂકી આવીએ છીએ. જો માતાપિતા આપણી સાથે રહેતા હોય તો પણ તેમની સાથે સારો વ્યવહાર કરતા નથી, તેમ છતાં મા-બાપ પોતાના સંતાનો માટે ક્યારેય ખરાબ ઇચ્છતા નથી,તેઓ હંમેશાં એ જ આશીર્વાદ આપે છે કે દીકરા ખુશ અને સુખી રહેજે.

    શ્રાદ્ધમાં કાગડાને જ કેમ કાગવાસ નાખવામાં આવે છે? તેની પાછળ પણ મોટું વિજ્ઞાન છુપાયેલું છે. આપણા ૠષિમુનિઓએ આ વિજ્ઞાનની વાતોને ધર્મ સાથે જોડીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભાદરવા મહિનામાં કાગડા ઈંડા મૂકે છે અને તેમને પૌષ્ટિક ભોજનની જરૂર હોય છે.આ કાગડો વડ અને પીપળો કે જે ચોવીસ કલાક પ્રાણવાયુ-ઓક્સિજન આપે છે-તેના બીજ ખાય છે,તેના પેટમાં આ બીજની પ્રક્રિયા થયા પછી તેની ચરક જ્યાં પડે છે ત્યાં વડ કે પીપળાના છોડ ઊગે છે, આમ માનવજાતિને ઓક્સિજન પૂરતો મળી રહે અને વનસ્પતિનું જતન થાય તે માટે કાગડાને બચાવવા જરૂરી છે તેથી કાગડાને કાગવાસ નાખવાની પરંપરા શરૂ થઈ. વળી ભાદરવા મહિનામાં શરીરમાં પિત્તની વૃદ્ધિ થતી હોય છે,આયુર્વેદ પ્રમાણે આ દિવસોમાં દૂધ અને ચોખાની ખીર બનાવીને આરોગવાથી પિત્તનું શમન થાય છે તેથી જ દૂધપાક ખાવાનો મહિમા છે.

    માતા-પિતા અને ગુરૂનો ઉપકાર આપણા પર સૌથી વધારે છે,તેના બદલામાં તેમના પ્રત્યે અખૂટ શ્રદ્ધા રાખી તેમને મનુષ્ય દેહધારી દેવતા માનવા અને તેમના પ્રત્યે આદરભાવ રાખવો ખૂબ જ જરૂરી છે. પિતૃઓના મૃત્યુની પુણ્યતિથિના દિવસે શ્રદ્ધાપૂર્વક તેમને યાદ કરવાની વિધિ શાસ્ત્રોમાં બતાવી છે. સત્કર્મ ભલે સ્વેચ્છાએ કર્યું હોય-અનિચ્છાએ કર્યું હોય કે કોઈ વિશેષ હેતુ માટે કર્યું હોય, ઉત્તમ કર્મોનું ફળ હંમેશાં ઉત્તમ જ મળે છે. શ્રાદ્ધ નિમિત્તે જે દાનધર્મ કરવામાં આવે છે તેનું ફળ તે સ્વર્ગીય વ્યક્તિને ભલે મળે કે ના મળે પરંતુ દાન કરનાર વ્યક્તિ માટે તે ચોક્કસપણે કલ્યાણકારક છે.સત્કર્મ ક્યારેય નિષ્ફળ જતું નથી. શ્રાદ્ધના રિવાજના કારણે અનિચ્છાએ પણ લોકો ધર્મકાર્ય કરવા વિવશ બને છે અને તેના દ્વારા શ્રદ્ધા જીવિત રહે છે.જીવિત પિતૃઓ અને ગુરૂજનો પ્રત્યે શ્રદ્ધા પ્રકટ કરવા માટે તેમની અનેક પ્રકારે સેવાપૂજા કરવી જોઈએ પરંતુ સ્વર્ગીય પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રકટ કરવા કોઈ નિમિત્ત જરૂરી છે અને તે નિમિત્ત એટલે ’શ્રાદ્ધ’.

    આપણે ભગવાનના અવતારો,દેવતાઓ,ઋષિઓ,મહાપુરૂષો અને પૂજનીય વડીલોની તિથિઓ ઉજવીએ છીએ,તેમના ગુણોનું વર્ણન કરીએ છીએ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.હેતુ એ હોય છે કે આપણે તેમના ચરિત્રો અને વિચારોમાંથી પ્રેરણા મેળવી શકીએ.જો આપણા મનમાં એવો તર્ક ઉદભવે કે મૃત્યુ પામેલી વ્યક્તિએ તો બીજી જગ્યાએ જન્મ પણ લઈ લીધો હશે તો પછી તેમની તિથિ ઉજવવાનો શો અર્થ? આ તર્ક ખોટો છે.મનુષ્ય માટીનું રમકડું નથી કે તૂટી જવાથી કચરાના ઢગલામાં તિરસ્કારપૂર્વક ફેંકી દેવામાં આવે, તેમનો યશ અને વ્યક્તિત્વ યુગો સુધી જીવંત રહે છે.આજે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામ, યોગેશ્વર ભગવાન કૃષ્ણ, પ્રહલાદ, સત્યવાદી હરિશ્ચંદ્ર, ધ્રુવ, દાનવીર કર્ણ, શિવાજી, રાણા પ્રતાપ, તપસ્વી તિલક, જગતગુરૂ શંકરાચાર્ય, ગૌતમ બુદ્ધ, મહાવીર, નાનક, કબીર વગેરે ભલે શારીરિક રીતે આપણી વચ્ચે નથી પરંતુ તેમનો યશોદેહ આજે પણ એટલું જ કામ કરે છે જેટલું જીવિત શરીર કરતું હતું. કરોડો વ્યક્તિઓને તેમના જીવનમાંથી પ્રેરણા અને પ્રકાશ પ્રાપ્ત થાય છે.

    શ્રાદ્ધ અને તર્પણનો મૂળ હેતુ આપણી કૃતજ્ઞતા અને આત્મીયતાની સાત્વિક વૃત્તિઓને જાગૃત કરવાનો છે. આ પ્રવૃત્તિઓ જીવિત અને જાગૃત રહે તે જગતની સુખ-શાંતિ માટે અત્યંત આવશ્યક છે. મૃત્યુ પામ્યા પછી જીવ નાશ પામતો નથી, તે કોઈને કોઈ રૂપમાં આ સંસારમાં રહે જ છે, તેઓના પ્રત્યેની સદભાવના તથા દુર્ભાવના ખૂબ જ સહેલાઈથી પહોંચે છે. શ્રદ્ધા અને કૃતજ્ઞતા આપણા ધાર્મિક જીવનની કરોડરજ્જુ છે. જો આ શ્રદ્ધા નીકળી જાય તો બધી જ ધાર્મિક ક્રિયાઓ વ્યર્થ-નિરસ અને પ્રયોજન વગરની બની જાય છે.

    ભૌતિકવાદી નાસ્તિક દ્રષ્ટિકોણ અને ધાર્મિક આસ્તિક દ્રષ્ટિકોણમાં મુખ્ય આ જ તફાવત છે. ભૌતિકવાદી નિરસ-શુષ્ક અને કઠોર દ્રષ્ટિકોણવાળો માણસ સ્થૂળ બુદ્ધિથી વિચારે છે કે પિતાજી મૃત્યુ પામ્યા, હવે મારે અને એમને શું સંબંધ? જ્યાં હશે ત્યાં પોતાના કર્યા કર્મ ભોગવતા હશે, એના માટે હું શા માટે દુઃખી થાઉં? આનાથી બિલકુલ ઊલટું ધાર્મિક દ્રષ્ટિવાળો માણસ સ્વર્ગીય પિતાના અગણિત ઉપકારોને યાદ કરીને કૃતજ્ઞતાના ભારથી નતમસ્તક બની જાય છે, તે સ્નેહમયી સ્વર્ગીય મૂર્તિના નિઃસ્વાર્થ પ્રેમ અને ત્યાગનું સ્મરણ કરતાં કરતાં ભીની આંખે પોકારે છે કે ‘‘હે સ્વર્ગીય પિતૃઓ ! તમે ભલે સશરીર અહીં નથી પરંતુ તમારો આત્મા આ લોકમાં ક્યાંક તો હશે જ..! તમારા ઋણથી દબાયેલો હું આપના ચરણોમાં શ્રદ્ધાની અંજલિ અર્પણ કરૂં છું.‘‘

    ધાર્મિક કર્મકાંડ સ્થૂળ રીતે ભલે બહુ મહત્વ ન ધરાવતા હોય પરંતુ તે બધાની પાછળ રહેલી ભાવનાઓ અત્યંત મહત્વની છે.આ ભાવનાઓ જ માણસને સુખી,સમૃદ્ધ,સ્વસ્થ,સંપન્ન,વૈભવશાળી,યશસ્વી, પરાક્રમી અને મહાન બનાવે છે.જીવનમાં આપણા ઉપર મુખ્યત્વે ત્રણ ઋણ છે જે ચૂકવવાના હોય છે પિતૃઋણ,દેવઋણ અને ઋષિઋણ. ઉપકારનો બદલો ચૂકવવા માટે હંમેશાં તૈયાર રહેવું જોઈએ જેથી આપણા પર રહેલો ઋણનો બોજો હલકો બને. જે ઉપકારી પૂજનીય આત્માઓ સ્વર્ગૅ સિધાવ્યા છે એમના પ્રત્યે મનમાં કૃતજ્ઞતા રાખવી અને સમય આવ્યે તે પ્રગટ કરવી જોઈએ. શ્રાદ્ધમાં ભાવના સર્વોપરી છે અને શ્રદ્ધા તથા ભાવનાનો આપણે ક્યારેય ત્યાગ ન કરવો જોઈએ.

    Bhadarva
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleIndian Economyના ચાલકબળ પ્રવાસન ક્ષેત્રની નવી ક્ષિતિજો
    Next Article ગુજરાત કબડ્ડી લીગ માટે Ahmedabad હેરીટેજ હીરોઝના લોગોનું અનાવરણ; કબડ્ડીને ગુજરાતમાં નવી ઓળખ અપાવવાનો સંકલ્પ
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    દીકરીઓના Educationથી ઉજળું બનતું ગુજરાત બેટી બચાવો, બેટી પઢાવોના સંકલ્પથી દીકરીઓના સપનાઓને મળી રહી છે નવી ઉડાન

    October 9, 2026
    લેખ

    Indian Economyના ચાલકબળ પ્રવાસન ક્ષેત્રની નવી ક્ષિતિજો

    October 9, 2026
    મનોરંજન

    નટસમ્રાટ નાના પાટેકર: જીવન, સંઘર્ષ અને અનન્ય સફર

    October 8, 2026
    લેખ

    Dumping sitesના પહાડો થશે અદ્રશ્યઃ ઘરઆંગણે ભીના કચરાનું ગ્રાઇન્ડિંગ અને ઓર્ગૅનિક ખાતર નિર્માણ એક ક્રાંતિકારી ઉકેલ

    October 7, 2026
    લેખ

    સત્ય-અહિંસા અને આધ્યાત્મિકતાના પ્રતિક- Mahatma Gandhi

    October 1, 2026
    લેખ

    ગરબે ઘૂમતી ગુર્જર ગાથાઃ Navratriના નાદમાં ધબકતું ગુજરાત

    September 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,320
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,800
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,430
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-10-2026 00:01
    Categories
    Latest News

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!

    October 9, 2026

    આજનું પંચાંગ

    October 9, 2026

    આજનું રાશિફળ

    October 9, 2026

    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ Rajkot ખાતે ‘રઢિયાળી રાત કાર્યક્ર્‌મ યોજાયો

    October 9, 2026

    Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!

    October 9, 2026

    રાજ્યપાલની ઉપસ્થિતિમાં Rajkot માર્કેટ યાર્ડ ખાતે ’પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો

    October 9, 2026
    Search
    Main News

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!

    October 9, 2026

    આજનું પંચાંગ

    October 9, 2026

    આજનું રાશિફળ

    October 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.