Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી
    • બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi
    • Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!
    • જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક
    • Tariff Part Two: અમેરિકામાં સતત ઉત્પાદનો ડમ્પીંગ કરતા હોવાનો આક્ષેપ ફગાવતુ ભારત
    • Indonesia માં ગેરકાયદે સોનાની ખાણમાં વરસાદના પાણી ભરાઈ જતા 8 શ્રમિકોના મોત
    • Egypt માં હાઈવે પર ઓઈલ ટેન્કર પલટી જતા ભભૂકેલી આગમાં 31 ના મોત
    • World Bank નો ભારત ગરીબી અને સમાનતા સંક્ષિપ્ત અહેવાલ ઓક્ટોબર 2026
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»ગુજરાત કબડ્ડી લીગ માટે Ahmedabad હેરીટેજ હીરોઝના લોગોનું અનાવરણ; કબડ્ડીને ગુજરાતમાં નવી ઓળખ અપાવવાનો સંકલ્પ
    અમદાવાદ

    ગુજરાત કબડ્ડી લીગ માટે Ahmedabad હેરીટેજ હીરોઝના લોગોનું અનાવરણ; કબડ્ડીને ગુજરાતમાં નવી ઓળખ અપાવવાનો સંકલ્પ

    Vikram RavalBy Vikram RavalOctober 9, 2026Updated:October 10, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad તા. ૯ઃ

    ગુજરાતમાં કબડ્ડીની રમતને વધુ વ્યાપક અને વ્યવસ્થિત પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી ગુજરાત કબડ્ડી લીગના આયોજનની દિશામાં અમદાવાદ હેરિટેજ હીરોઝ ટીમની સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે. પેન્ટાફોર્સ સ્પોટ્‌ર્સ સાથે સંકળાયેલી આ ટીમ દ્વારા લીગમાં ભાગ લેવા ઉપરાંત કબડ્ડીના લાંબા ગાળાના વિકાસ, ખેલાડીઓ માટેની તકો અને રમતગમતની માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

    ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન દ્વારા રાજ્યમાં કબડ્ડીની રમતને વધુ પ્રોત્સાહન આપવા માટે ગુજરાત કબડ્ડી લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલ સાથે જોડાયેલા સ્પોટ્‌ર્સ પ્રમોટર જગત પટેલે જણાવ્યું હતું કે, ‘‘ગુજરાત કબડ્ડી લીગના આયોજનની જાહેરાત બાદ સ્પોટ્‌ર્સ સાથે સંકળાયેલી વ્યક્તિ તરીકે મારો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, મારો ઉદ્દેશ માત્ર આ લીગ પૂરતો મર્યાદિત નથી. અમદાવાદ અને ગુજરાતમાં કબડ્ડી સહિત સ્પોટ્‌ર્સ માટે આધુનિક સુવિધાઓ ઊભી થાય, ખેલાડીઓને તાલીમ અને માર્ગદર્શન મળે અને તેમને વધુ સ્પર્ધાત્મક તકો ઉપલબ્ધ થાય તે હેતુથી હું આ પહેલ સાથે જોડાયો છું.’’

    ગુજરાતમાં કબડ્ડીની સ્થિતિ અંગે વાત કરતાં જગત પટેલે જણાવ્યું હતું કે, ‘‘કબડ્ડી ભારતની પરંપરાગત અને લોકપ્રિય રમતો પૈકીની એક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રોફેશનલ સ્તરે કબડ્ડીને મળેલી ઓળખના કારણે યુવાનોમાં આ રમત પ્રત્યેનો રસ વધ્યો છે. ગુજરાતમાં પણ પ્રતિભાશાળી ખેલાડીઓની કોઈ કમી નથી. જરૂર છે યોગ્ય પ્લેટફોર્મ, ગુણવત્તાયુક્ત તાલીમ, માર્ગદર્શન અને સતત સ્પર્ધાની તકો ઉપલબ્ધ કરાવવાની.’’

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘‘કબડ્ડી માત્ર રમત તરીકે નહીં પરંતુ યુવાનોમાં ટીમવર્ક, શિસ્ત, શારીરિક ક્ષમતા, આત્મવિશ્વાસ અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવવાના માધ્યમ તરીકે પણ મહત્વપૂર્ણ છે. તેથી રમતના વિકાસ માટે માત્ર સ્પર્ધાઓનું આયોજન પૂરતું નથી. ખેલાડીઓને કોચિંગ, ફિટનેસ, યોગ્ય આહાર અને આધુનિક રમતગમતની સુવિધાઓ પણ ઉપલબ્ધ થવી જરૂરી છે.’’

    પેન્ટાફોર્સ સ્પોટ્‌ર્સ દ્વારા આગામી સમયમાં કબડ્ડી માટે એકેડેમીની દિશામાં પણ આગળ વધવાની યોજના છે. સંસ્થાના અભ્યાસ મુજબ, હાલમાં અમદાવાદમાં અંદાજે ૪૦૦ જેટલા ખેલાડીઓ કબડ્ડીની તાલીમ લઈ રહ્યા છે. આ સંખ્યાને ટૂંકા ગાળામાં ૪,૦૦૦થી વધુ સુધી લઈ જવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. આ માટે શહેર ઉપરાંત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં રહેલી પ્રતિભાને ઓળખી તેમને યોગ્ય તાલીમ અને સ્પર્ધાત્મક તકો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.

    અમદાવાદ હેરિટેજ હીરોઝ સાથે જોડાયેલા ભાસ્કર ભટ્ટે જણાવ્યું હતું કે, ‘‘ગુજરાતમાં કબડ્ડી લીગ શરૂ થવાની પહેલ સામે આવી ત્યારે મારા કેટલાક સાથી મિત્રો દ્વારા આ પહેલ સાથે જોડાવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતમાં કબડ્ડીની રમતની સ્થિતિ, ખેલાડીઓને મળતી તકો અને તેઓ જે પડકારોનો સામનો કરે છે તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો. આ સમગ્ર પ્રક્રિયા બાદ મને લાગ્યું કે ગુજરાતમાં કબડ્ડીને વધુ મજબૂત અને વ્યવસ્થિત પ્લેટફોર્મ આપવાની જરૂર છે.’’

    તેમણે જણાવ્યું હતું કે, ‘‘દેશની લોકપ્રિય રમતોમાંની એક કબડ્ડીને ગુજરાતમાં વધુને વધુ લોકપ્રિય બનાવવી જરૂરી છે. અમદાવાદ હેરિટેજ હીરોઝનો ઉદ્દેશ માત્ર એક લીગ અથવા સ્પર્ધા પૂરતો મર્યાદિત નથી. રાજ્યમાં કબડ્ડી માટે લાંબા ગાળાનું વાતાવરણ ઊભું થાય અને અલગ અલગ શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં રહેલી પ્રતિભાને આગળ આવવાની તક મળે તે દિશામાં કામ કરવાનો પ્રયાસ રહેશે.’’

    ગુજરાતમાં સમગ્ર સ્પોટ્‌ર્સ ક્ષેત્રના વિકાસ અંગે ભાસ્કર ભટ્ટે જણાવ્યું હતું કે, ‘‘મારી દૃષ્ટિએ ગુજરાતમાં માત્ર કબડ્ડી જ નહીં પરંતુ અન્ય તમામ રમતોને પણ યોગ્ય પ્રાધાન્ય અને પ્લેટફોર્મ મળવું જોઈએ. રાજ્યમાં અનેક એવી રમતો છે જેમાં આપણા યુવાનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે. તેમને યોગ્ય સુવિધા, તાલીમ અને માર્ગદર્શન મળે તે માટે સતત પ્રયાસ કરવાની જરૂર છે.’’

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘‘સ્પોટ્‌ર્સ સાથે સંકળાયેલા ખેલાડીઓ અથવા સંસ્થાઓને કોઈ પ્રશ્ન હોય અને તે અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવાની જરૂરિયાત ઊભી થાય તો ખેલાડીઓના પ્રશ્નોને યોગ્ય સ્તરે પહોંચાડવા માટે હું હંમેશા સહયોગ આપીશ. સરકાર, સ્પોટ્‌ર્સ એસોસિએશન, કોચ, ખેલાડીઓ અને સ્પોટ્‌ર્સ સાથે સંકળાયેલા લોકો વચ્ચે વધુ સારું સંકલન થાય તે પણ જરૂરી છે.’’

    અમદાવાદ હેરિટેજ હીરોઝ અને પેન્ટાફોર્સ સ્પોટ્‌ર્સ દ્વારા ગુજરાતમાં કબડ્ડીની રમતને વધુ મજબૂત બનાવવા સાથે સમગ્ર સ્પોટ્‌ર્સ કલ્ચરને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવામાં આવશે. રાજ્યના યુવાનોમાં રહેલી રમતગમતની પ્રતિભાને ઓળખીને તેમને યોગ્ય દિશા અને તકો ઉપલબ્ધ કરાવવામાં આવે તો ગુજરાત દેશના સ્પોટ્‌ર્સ ક્ષેત્રમાં વધુ મજબૂત સ્થાન મેળવી શકે છે.

    ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન, એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્ડિયા, શ્રી ભગવાન સહાય યોગીજી અને શ્રી કે.સી. સુથાર સહિત રમતગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ હિતધારકોના સહયોગથી આ પહેલને આગળ વધારવામાં આવશે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઆજે Bhadarva વદ અમાસ-સર્વપિતૃ અમાવસ્યા એ પિતૃપક્ષ-શ્રાદ્ધ પક્ષનો અંતિમ અને સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ દિવસ
    Next Article રાજ્યપાલ Acharya Devvratએ ગુંદા ગામમાં પ્રગતિશીલ ખેડૂતના ઘરે ગાયનું દોહન કરી ખેડૂતો સાથે કર્યો સંવાદ
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    આદિવાસી બાદ એસસી સમુદાયને રીઝવવા ભાજપના પ્રયાસઃઆજે Samvidhan Gaurav Yatraનું એલાન

    November 25, 2026
    અમદાવાદ

    Nalsarovarમાં પક્ષી શિકારનો પર્દાફાશઃ ૨૯ વિદેશી પક્ષીઓ સાથે શિકારી ઝડપાયો; ખરીદનાર બે શખ્સોની પણ ધરપકડ

    November 25, 2026
    ગુજરાત

    ૧.૨૬ croreના ડિજિટલ એરેસ્ટ કૌભાંડમાં બે આરોપીઓના જામીન ફગાવાયા

    November 25, 2026
    ગુજરાત

    Ahmedabadના બે માસ્ટરમાઇન્ડ સહિત ૩૨ આરોપીઓ બોગસ કોલ સેન્ટરથી ઝડપાયા

    November 25, 2026
    અમદાવાદ

    અમદાવાદની Zydus Hospital ને સતત આઠમી વખત ‘Best Hospital’ નો એવોર્ડ મળ્યો

    November 25, 2026
    Uncategorized

    હિંદુઓ માત્ર Pancha Devaની પૂજા કરે, નકલી દેવી-દેવતાઓથી દૂર રહે : દ્વારકા પીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી

    November 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,643
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,685
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹123,224
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-11-2026 17:41
    Categories
    Latest News

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026

    જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક

    November 26, 2026

    Tariff Part Two: અમેરિકામાં સતત ઉત્પાદનો ડમ્પીંગ કરતા હોવાનો આક્ષેપ ફગાવતુ ભારત

    November 26, 2026

    Indonesia માં ગેરકાયદે સોનાની ખાણમાં વરસાદના પાણી ભરાઈ જતા 8 શ્રમિકોના મોત

    November 26, 2026
    Search
    Main News

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026

    જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક

    November 26, 2026

    Tariff Part Two: અમેરિકામાં સતત ઉત્પાદનો ડમ્પીંગ કરતા હોવાનો આક્ષેપ ફગાવતુ ભારત

    November 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.