Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!

    October 9, 2026

    આજનું પંચાંગ

    October 9, 2026

    આજનું રાશિફળ

    October 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ Rajkot ખાતે ‘રઢિયાળી રાત કાર્યક્ર્‌મ યોજાયો
    • Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!
    • રાજ્યપાલની ઉપસ્થિતિમાં Rajkot માર્કેટ યાર્ડ ખાતે ’પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો
    • આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે Rajkot ખાતેથી ૧૩૬ ગ્રામહાટનું લોકાર્પણ થશે
    • દીકરીઓના Educationથી ઉજળું બનતું ગુજરાત બેટી બચાવો, બેટી પઢાવોના સંકલ્પથી દીકરીઓના સપનાઓને મળી રહી છે નવી ઉડાન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»ગુજરાત કબડ્ડી લીગ માટે Ahmedabad હેરીટેજ હીરોઝના લોગોનું અનાવરણ; કબડ્ડીને ગુજરાતમાં નવી ઓળખ અપાવવાનો સંકલ્પ
    અમદાવાદ

    ગુજરાત કબડ્ડી લીગ માટે Ahmedabad હેરીટેજ હીરોઝના લોગોનું અનાવરણ; કબડ્ડીને ગુજરાતમાં નવી ઓળખ અપાવવાનો સંકલ્પ

    Vikram RavalBy Vikram RavalOctober 9, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad તા. ૯ઃ

    ગુજરાતમાં કબડ્ડીની રમતને વધુ વ્યાપક અને વ્યવસ્થિત પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી ગુજરાત કબડ્ડી લીગના આયોજનની દિશામાં અમદાવાદ હેરિટેજ હીરોઝ ટીમની સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે. પેન્ટાફોર્સ સ્પોટ્‌ર્સ સાથે સંકળાયેલી આ ટીમ દ્વારા લીગમાં ભાગ લેવા ઉપરાંત કબડ્ડીના લાંબા ગાળાના વિકાસ, ખેલાડીઓ માટેની તકો અને રમતગમતની માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

    ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન દ્વારા રાજ્યમાં કબડ્ડીની રમતને વધુ પ્રોત્સાહન આપવા માટે ગુજરાત કબડ્ડી લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલ સાથે જોડાયેલા સ્પોટ્‌ર્સ પ્રમોટર જગત પટેલે જણાવ્યું હતું કે, ‘‘ગુજરાત કબડ્ડી લીગના આયોજનની જાહેરાત બાદ સ્પોટ્‌ર્સ સાથે સંકળાયેલી વ્યક્તિ તરીકે મારો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, મારો ઉદ્દેશ માત્ર આ લીગ પૂરતો મર્યાદિત નથી. અમદાવાદ અને ગુજરાતમાં કબડ્ડી સહિત સ્પોટ્‌ર્સ માટે આધુનિક સુવિધાઓ ઊભી થાય, ખેલાડીઓને તાલીમ અને માર્ગદર્શન મળે અને તેમને વધુ સ્પર્ધાત્મક તકો ઉપલબ્ધ થાય તે હેતુથી હું આ પહેલ સાથે જોડાયો છું.’’

    ગુજરાતમાં કબડ્ડીની સ્થિતિ અંગે વાત કરતાં જગત પટેલે જણાવ્યું હતું કે, ‘‘કબડ્ડી ભારતની પરંપરાગત અને લોકપ્રિય રમતો પૈકીની એક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રોફેશનલ સ્તરે કબડ્ડીને મળેલી ઓળખના કારણે યુવાનોમાં આ રમત પ્રત્યેનો રસ વધ્યો છે. ગુજરાતમાં પણ પ્રતિભાશાળી ખેલાડીઓની કોઈ કમી નથી. જરૂર છે યોગ્ય પ્લેટફોર્મ, ગુણવત્તાયુક્ત તાલીમ, માર્ગદર્શન અને સતત સ્પર્ધાની તકો ઉપલબ્ધ કરાવવાની.’’

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘‘કબડ્ડી માત્ર રમત તરીકે નહીં પરંતુ યુવાનોમાં ટીમવર્ક, શિસ્ત, શારીરિક ક્ષમતા, આત્મવિશ્વાસ અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવવાના માધ્યમ તરીકે પણ મહત્વપૂર્ણ છે. તેથી રમતના વિકાસ માટે માત્ર સ્પર્ધાઓનું આયોજન પૂરતું નથી. ખેલાડીઓને કોચિંગ, ફિટનેસ, યોગ્ય આહાર અને આધુનિક રમતગમતની સુવિધાઓ પણ ઉપલબ્ધ થવી જરૂરી છે.’’

    પેન્ટાફોર્સ સ્પોટ્‌ર્સ દ્વારા આગામી સમયમાં કબડ્ડી માટે એકેડેમીની દિશામાં પણ આગળ વધવાની યોજના છે. સંસ્થાના અભ્યાસ મુજબ, હાલમાં અમદાવાદમાં અંદાજે ૪૦૦ જેટલા ખેલાડીઓ કબડ્ડીની તાલીમ લઈ રહ્યા છે. આ સંખ્યાને ટૂંકા ગાળામાં ૪,૦૦૦થી વધુ સુધી લઈ જવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. આ માટે શહેર ઉપરાંત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં રહેલી પ્રતિભાને ઓળખી તેમને યોગ્ય તાલીમ અને સ્પર્ધાત્મક તકો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.

    અમદાવાદ હેરિટેજ હીરોઝ સાથે જોડાયેલા ભાસ્કર ભટ્ટે જણાવ્યું હતું કે, ‘‘ગુજરાતમાં કબડ્ડી લીગ શરૂ થવાની પહેલ સામે આવી ત્યારે મારા કેટલાક સાથી મિત્રો દ્વારા આ પહેલ સાથે જોડાવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતમાં કબડ્ડીની રમતની સ્થિતિ, ખેલાડીઓને મળતી તકો અને તેઓ જે પડકારોનો સામનો કરે છે તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો. આ સમગ્ર પ્રક્રિયા બાદ મને લાગ્યું કે ગુજરાતમાં કબડ્ડીને વધુ મજબૂત અને વ્યવસ્થિત પ્લેટફોર્મ આપવાની જરૂર છે.’’

    તેમણે જણાવ્યું હતું કે, ‘‘દેશની લોકપ્રિય રમતોમાંની એક કબડ્ડીને ગુજરાતમાં વધુને વધુ લોકપ્રિય બનાવવી જરૂરી છે. અમદાવાદ હેરિટેજ હીરોઝનો ઉદ્દેશ માત્ર એક લીગ અથવા સ્પર્ધા પૂરતો મર્યાદિત નથી. રાજ્યમાં કબડ્ડી માટે લાંબા ગાળાનું વાતાવરણ ઊભું થાય અને અલગ અલગ શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં રહેલી પ્રતિભાને આગળ આવવાની તક મળે તે દિશામાં કામ કરવાનો પ્રયાસ રહેશે.’’

    ગુજરાતમાં સમગ્ર સ્પોટ્‌ર્સ ક્ષેત્રના વિકાસ અંગે ભાસ્કર ભટ્ટે જણાવ્યું હતું કે, ‘‘મારી દૃષ્ટિએ ગુજરાતમાં માત્ર કબડ્ડી જ નહીં પરંતુ અન્ય તમામ રમતોને પણ યોગ્ય પ્રાધાન્ય અને પ્લેટફોર્મ મળવું જોઈએ. રાજ્યમાં અનેક એવી રમતો છે જેમાં આપણા યુવાનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે. તેમને યોગ્ય સુવિધા, તાલીમ અને માર્ગદર્શન મળે તે માટે સતત પ્રયાસ કરવાની જરૂર છે.’’

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘‘સ્પોટ્‌ર્સ સાથે સંકળાયેલા ખેલાડીઓ અથવા સંસ્થાઓને કોઈ પ્રશ્ન હોય અને તે અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવાની જરૂરિયાત ઊભી થાય તો ખેલાડીઓના પ્રશ્નોને યોગ્ય સ્તરે પહોંચાડવા માટે હું હંમેશા સહયોગ આપીશ. સરકાર, સ્પોટ્‌ર્સ એસોસિએશન, કોચ, ખેલાડીઓ અને સ્પોટ્‌ર્સ સાથે સંકળાયેલા લોકો વચ્ચે વધુ સારું સંકલન થાય તે પણ જરૂરી છે.’’

    અમદાવાદ હેરિટેજ હીરોઝ અને પેન્ટાફોર્સ સ્પોટ્‌ર્સ દ્વારા ગુજરાતમાં કબડ્ડીની રમતને વધુ મજબૂત બનાવવા સાથે સમગ્ર સ્પોટ્‌ર્સ કલ્ચરને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવામાં આવશે. રાજ્યના યુવાનોમાં રહેલી રમતગમતની પ્રતિભાને ઓળખીને તેમને યોગ્ય દિશા અને તકો ઉપલબ્ધ કરાવવામાં આવે તો ગુજરાત દેશના સ્પોટ્‌ર્સ ક્ષેત્રમાં વધુ મજબૂત સ્થાન મેળવી શકે છે.

    ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન, એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્ડિયા, શ્રી ભગવાન સહાય યોગીજી અને શ્રી કે.સી. સુથાર સહિત રમતગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ હિતધારકોના સહયોગથી આ પહેલને આગળ વધારવામાં આવશે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઆજે Bhadarva વદ અમાસ-સર્વપિતૃ અમાવસ્યા એ પિતૃપક્ષ-શ્રાદ્ધ પક્ષનો અંતિમ અને સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ દિવસ
    Next Article રાજ્યપાલ Acharya Devvrat ગુંદા ગામમાં પ્રગતિશીલ ખેડૂતના ઘરે ગાયનું દોહન કરી ખેડૂતો સાથે કર્યો સંવાદ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: બોસના નામે મેસેજ કરી ગઠિયાઓએ એકાઉન્ટન્ટ પાસેથી ૯૫.૮૦ લાખ પડાવ્યા

    October 9, 2026
    અમદાવાદ

    Ahmedabad: વેપારીઓને પરચુરણ લાવી આપવાનું કહીને ઠગાઈ કરતો ચાલાક ઠગ ઝડપાયો

    October 9, 2026
    અમદાવાદ

    કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર સાથે ૨.૬૨ લાખની સાયબર fraud

    October 8, 2026
    અમદાવાદ

    L. G . હોસ્પિ.ના કમ્પાઉન્ડની દીવાલ પડતાં એક શ્રમિકનું મોત

    October 8, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગોતામાં માર્બલના બિઝનેસમેન દંપતી સાથે ૪૭.૨૮ લાખ રૂપિયાની છેતરપિંડી

    October 7, 2026
    અમદાવાદ

    Ahmedabadની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી

    October 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,170
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,650
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,030
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-10-2026 23:01
    Categories
    Latest News

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!

    October 9, 2026

    આજનું પંચાંગ

    October 9, 2026

    આજનું રાશિફળ

    October 9, 2026

    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ Rajkot ખાતે ‘રઢિયાળી રાત કાર્યક્ર્‌મ યોજાયો

    October 9, 2026

    Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!

    October 9, 2026

    રાજ્યપાલની ઉપસ્થિતિમાં Rajkot માર્કેટ યાર્ડ ખાતે ’પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો

    October 9, 2026
    Search
    Main News

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!

    October 9, 2026

    આજનું પંચાંગ

    October 9, 2026

    આજનું રાશિફળ

    October 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.