આજીડેમ પોલીસે જડેશ્વર વેલનાથ પાર્કમાં દરોડો પાડી ૧૯ બોટલ કબજે કરી, આરોપી કમલેશ વાઘોરા નાસી છૂટ્યો
કોઠારીયા નાકા પાસે એક્સેસ પરથી ૨ બોટલ સાથે મનીષ લોઢીયા ઝડપાયો, હરેશ નાથાની શોધખોળ
Rajkot તા.૧૦ઃ
શહેર પોલીસ દ્વારા સપાટો બોલાવી બે સ્થળોએ વિદેશી વિદેશી દારૂના દરોડા પાડવામાં આવ્યા છે. જડેશ્વર વેલનાથ પાર્ક ના મકાનમાં આજીડેમ પોલીસે દરોડા પાડી ૧૯ બોટલ દારૂ કબજે કરી નાસી છૂટેલા કમલેશ વાઘોરાની શોધખોળ હાથ ધરવામાં આવી છે જ્યારે એ ડિવિઝન પોલીસે કોઠારીયા નાકા પાસે દિવાનપરામાં એક્સેસ મોટરસાયકલ માંથી બે બોટલ દારૂ સાથે મનીષ લોઢીયા નામના સોની કારીગર ની ધરપકડ કરી છે જ્યારે નાસી છૂટેલા હરેશ નાથા ની શોધખોળ હાથ ધરવામાં આવી છે. નવરાત્રિના પર્વ પૂર્વે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમ જ અસામાજિક પ્રવૃત્તિઓને કડકાર્થે ડામી દેવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે આજીડેમ પોલીસ મથકના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું
ત્યારે જડેશ્વર વેલનાથ પાર્ક ચારમાં રહેતો કમલેશ શામજી વાઘોરા નામના શખ્સ પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરતો હોવાની કોન્સ્ટેબલ મનીષભાઈ ચિરોડીયાને મળેલી બાતમીના આધારે સ્ટાફ દ્વારા દરોડો પાડી મકાનમાંથી ૫૫ ૮૮ ની કિંમત નો ૧૯ બોટલ દારૂ મળી આવ્યો હતો દરોડાની ગંધ આવી જતા મકાન માલિક કમલેશ વાઘોરા નાસી જવામાં સફળતા મળતા તેને ઝડપી લેવા પોલીસ દ્વારા દોડધામ આદરવામાં આવી રહી છે જ્યારે એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે કાલાવડ રોડ કણકોટ ગામે રહેતો મનીષ સુરેશ લોઢિયા નામનો શખ્સ ૩ એન આર ૯૨ ૧૮ નંબરનું એક્સેસ મોટરસાયકલ માં દારૂની હેરાફેરી કરતો હોવાથી મળેલી બાતમીના આધારે કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા અને હેડ કોન્સ્ટેબલ કે બી બોરીચા સહિતના સ્ટાફ દ્વારા કોઠારીયા નાકા પાસે દિવાનપરા શેરી નંબર દસમાં
વોચ ગોઠવી હતી ત્યારે ઉપરોક્ત નંબરનું પૂરપાટ ઝડપે નીકળેલ એકટીવા ના ચાલક મનીષ લોઢિયાને અટકાવી તલાસી લેતા જેમાંથી બે બોટલ દારૂ મળી આવતા પોલીસે દારૂ અને વાહન મળી ચાલી ૪૦૪૦૦ નો મુદ્દામાંલ કબજે કરી પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો સોરઠીયા પ્લોટ શેરી નંબર છ માં રહેતો હરેશ નાથા વધેરા આપવાનો હોવાની કબુલાત આપતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે

