New Delhi. તા.૧૨
New Delhiમાં મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રદર્શનો વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલયે જંતર-મંતરને પ્રદર્શન સ્થળના લિસ્ટમાંથી હટાવી દીધું છે. ગૃહમંત્રાલયની સમિતિની ભલામણના આધાર પર દિલ્હીમાં ધરણા-પ્રદર્શન માટે ત્રણ નવા સ્થળ નક્કી કરવામાં આવ્યા છે.
રામલીલા મેદાન, બુરાડી મેદાન અને સીબીડી મેદાન, પૂર્વી દિલ્હી પ્રદર્શન માટે નક્કી કરવામાં આવ્યા છે. જંતર-મંતરને પ્રદર્શન સ્થળના રૂપમાં આપવામાં આવેલું નોટિફિકેશન રદ્દ કરી દેવામાં આવ્યું છે. આશરે ૩૩ વર્ષ સુધી જંતર-મંતર પ્રદર્શનનું સ્થળ રહ્યું. આ પહેલા ઈન્ડિયા ગેટની બોટ ક્લબ પ્રદર્શન સ્થળ હતી.
કોકરોચ જનતા પાર્ટીએ જંતર-મંતર પર પ્રદર્શનની મંજૂરી માગી હતી. આ વચ્ચે સરકારે મોટું પગલું ભરતા તેને ધરણા સ્થળના લિસ્ટમાંથી હટાવી દીધું છે. હવે માત્ર બુરાડી મેદાન, સીબીડી મેદાન અને રામલીલા મેદાનમાં પ્રદર્શન કરી શકાશે. જંતર-મંતર એક ઐતિહાસિક સ્થળ છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તે લોકતંત્રનો અવાજ બનેલું હતું. દેશભરમાં સમસ્યા હોય ખેડૂતોની, ખેલાડીઓની કે પછી સરકારી કર્મચારીઓની. તે જંતર-મંતર પર પહોંચી શાંતિપૂર્ણ વિરોધ કરતા હતા. પરંતુ હવે જંતર-મંતર પર કોઈ પ્રદર્શન કરી શકાશે નહીં.
દિલ્હી પોલીસ અનુસાર આ ત્રણેય જગ્યા પર પ્રદર્શન અને ધરણા આયોજિત કરવા માટે વિગતવાર ર્જીંઁ અલગથી જારી થશે. આ ૨૮ એપ્રિલ ૨૦૨૨ના જારી આદેશમાં આંશિક સુધાર છે. જંતર-મંતર નવી દિલ્હીના લુટિયન્સ વિસ્તારમાં છે. કનોટ પ્લેસથી તેનું અંતર માત્ર ૧૦૦ મીટર છે. જંતર-મંતરથી સંસદ ભવન ૫૦૦ મીટર દૂર છે. તેવામાં આ સંવેદનશીલ વિસ્તાર છે અને તેથી અહીં કડક સુરક્ષા વ્યવસ્થા રહે છે. જંતર-મંતર ક્યારેક ભારતની વૈજ્ઞાનિક પ્રગતિનું પ્રતીક હતું. તેનો ઉપયોગ વૈજ્ઞાનિક શોધ માટે થતો હતો. દિલ્હી પોલીસનો નવો આદેશ ૨૮ એપ્રિલ, ૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલા જૂના સ્ટેન્ડિંગ ઓર્ડરમાં થોડો ફેરફાર કરે છે. નવા નિયમોનો હેતુ વિરોધ પ્રદર્શન માટે નક્કી કરવામાં આવેલા સ્થળો અને તેની સાથે જોડાયેલી વ્યવસ્થાઓને સ્પષ્ટ કરવાનો છે. જોકે, પ્રદર્શનની મંજૂરી, લોકોની સંખ્યા અને અન્ય શરતો અંગેના વિગતવાર નિયમો અલગથી જાહેર થયા બાદ જ સમગ્ર પ્રક્રિયા સ્પષ્ટ થશે.
આદેશ અનુસાર, ગૃહ મંત્રાલયે જંતર-મંતરની જગ્યાએ અન્ય વિરોધ પ્રદર્શનનાં સ્થળો ઓળખવા માટે એક સમિતિની રચના કરી હતી. સમિતિએ વિવિધ સ્થળોની તપાસ કર્યા બાદ પોતાની ભલામણો રજૂ કરી હતી. આ ભલામણોના આધારે જંતર-મંતરને વિરોધ પ્રદર્શનના સ્થળ તરીકે નક્કી કરવામાં આવેલી યાદીમાંથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યું હતું. જંતર-મંતર લાંબા સમયથી દિલ્હીમાં રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો અને સામાન્ય લોકો માટે વિરોધ પ્રદર્શનનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે. અહીં વિવિધ મુદ્દાઓને લઈને ધરણાં અને વિરોધ પ્રદર્શનો યોજાતા રહ્યા છે.

